--Advertisement here--

ડૉ. અજય દેસાઈ લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસના પ્રમુખ બન્યા, સમાજસેવાના નવા પ્રકલ્પોનો સંકલ્પ

On: July 4, 2026 8:05 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

લાયન્સ વર્ષ 2026–27 માટે પદભાર સંભાળ્યો; આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને યુવા વિકાસ પર રહેશે વિશેષ ભાર

વાપી: લાયન્સ વર્ષ 2026–2027 માટે લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસના પ્રમુખ તરીકે ડૉ. અજય દેસાઈએ પદભાર સંભાળ્યો છે. તેમના નેતૃત્વથી ક્લબમાં નવી ઊર્જા અને સમાજસેવાના કાર્યોને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ઇન્સ્ટોલેશન ઓફિસર લાયન દીપક પખાલેના હસ્તે યોજાયેલા સ્થાપન સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ, પૂર્વ પ્રમુખ લાયન શૈલેશ મહેતા સહિત લાયન્સ સંસ્થાના હોદ્દેદારો અને વિવિધ ક્લબોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. અજય દેસાઈ પ્રખ્યાત ગ્લોબલ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ટ્રેનર, ઉદ્યોગસાહસિક અને સમાજસેવક છે. તેઓ Quality Catalyst Private Limitedના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે છેલ્લા 27 વર્ષથી વિવિધ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે લાયન્સના “We Serve” મંત્રને કેન્દ્રમાં રાખીને આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ, શિક્ષણ સહાય, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને જરૂરિયાતમંદો માટેના વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવશે.

ક્લબના સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડૉ. દેસાઈના અનુભવી નેતૃત્વ હેઠળ લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસ સમાજસેવાના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશે.

error: Content is protected !!