હેપ્પી બર્થ ડે… વલસાડ: પ્રકૃતિ, પ્રગતિ અને વારસાના 62 વર્ષની ગૌરવગાથા

ભારતને વર્ષ 1947માં આઝાદી મળી ત્યારે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતો ન હતો, તે મુંબઈ રાજ્યનો ભાગ હતો. 1 મે, 1960ના રોજ “મહા ગુજરાત આંદોલન”ના પરિણામે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, પરંતુ ત્યારે પણ વલસાડ એ સુરત જિલ્લાનો જ એક ભાગ હતો. અંતે, 1 જૂન, 1964ના રોજ વલસાડ જિલ્લાની સત્તાવાર સ્થાપના થઈ. સોમવાર 1 … Read more

ગુજરાતનું ચેરાપુંજી તરસ્યું: પહાડો કોતરીને ‘વીરડા’માંથી પાણી ઉલેચતી જનતા; રૂ. 586 કરોડની એસ્ટોલ યોજના નળમાં કાગડો!

જેમના પાદરમાંથી દમણગંગા વહે છે એ જ આદિવાસીઓ તરસ્યા: ઉદ્યોગો માટે પાણીની રેલમછેલ, સ્થાનિકો માટે ‘નલ સે જલ’ ફેલ! ગુજરાતમાં એક તરફ કરોડો રૂપિયાના ડિજિટલ વિકાસ અને મેગા પ્રોજેક્ટ્સની વાહવાહી થઈ રહી છે, ત્યારે વલસાડ જિલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તાર કપરાડામાંથી હૃદય કંપાવી દેનારો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે. વાર્ષિક સૌથી વધુ વરસાદ મેળવતો અને ‘ગુજરાતના … Read more

શ્રીમદ્દભગવદગીતા અધ્યાય 8: અક્ષરબ્રહ્મ યોગ – “મૃત્યુ પછી શું? ભગવાન કૃષ્ણએ અર્જુનને જણાવેલું જીવનનું અંતિમ રહસ્ય.”

સાતમો અધ્યાય સાંભળ્યા પછી અર્જુનના મનમાં અમુક પાયાના પ્રશ્નો જાગ્યા. જેમ કે – બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? અને સૌથી મહત્વનું કે, મૃત્યુ સમયે ભગવાનને કેવી રીતે યાદ રાખી શકાય? કૃષ્ણ આ અધ્યાયમાં સમજાવે છે કે આપણું આખું જીવન એ અંતિમ ક્ષણની તૈયારી છે. અંતકાલે ચ મામેવ સ્મરન્મુક્ત્વા કલેવરમ્‌। યઃ પ્રયાતિ સ મદ્ભાવં યાતિ … Read more

ઇતિહાસના મહાન ‘લોચા’: જ્યારે દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકોએ પણ ‘મૂર્ખામીભરી’ ભવિષ્યવાણીઓ કરી!

આપણે બધા ક્યારેક ને ક્યારેક ખોટા સાબિત થઈએ છીએ, પણ જ્યારે ઇતિહાસના સૌથી મોટા માથાઓ—વૈજ્ઞાનિકો, રાષ્ટ્રપતિઓ અને સેનાપતિઓ—ભયંકર થાપ ખાઈ જાય, ત્યારે આપણને આપણા સામાન્ય જ્ઞાન પર ગર્વ થવા લાગે! આજે વાત કરવી છે ઇતિહાસની એવી ‘મહાન ભૂલો’ ની, જે વાંચીને તમને હસવું પણ આવશે અને જ્ઞાન પણ મળશે.1. લંડન અંડરગ્રાઉન્ડ: ટ્રેન છે કે ગટર … Read more

વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મહિલા મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર પદે મિતેષ દેસાઈની વરણી

શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે સતીષ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીએ સંભાળ્યો કાર્યભાર; વિરોધ પક્ષના નેતા પદે પીરમહંમદ મકરાણી તાજેતરમાં અસ્તિત્વમાં આવેલી વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય બેઠકમાં જ નૂતન ઇતિહાસ રચાયો છે. મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા પ્રથમ મહિલા મેયર તરીકે શ્રીમતી દક્ષાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની આ … Read more

ડીઝલની બચત અને પ્રદૂષણ મુક્તિનો ‘રોડમેપ’ કેમ પાટા પરથી ઉતરી ગયો?

વાપી નજીક કરમબેલીથી શરૂ થયેલી ‘ટ્રક ઓન ટ્રેન’ (RORO) સર્વિસ ફરી શરૂ કરવા ઉઠતી માંગ; વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બની શકે છે સંજીવની વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, હાઈવે પર કલાકો સુધી લાગતા ટ્રાફિક જામ અને ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં પર્યાવરણની સુરક્ષા વચ્ચે, થોડા વર્ષો પહેલા વાપી નજીક કરમબેલી રેલવે યાર્ડથી શરૂ કરાયેલો એક અત્યંત મહત્વકાંક્ષી … Read more

ઉમરગામમાં હચમચાવી દેનારી ઘટના : માતાએ ત્રણ સંતાનોને મોતને ઘાટ ઉતારી પોતે કર્યો આપઘાતનો પ્રયાસ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અન્ય પુરુષ સાથેના પ્રેમસંબંધની શંકાને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં માતાએ પોતાના જ ત્રણ માસૂમ સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો આરોપ સામે આવ્યો છે. બાદમાં મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ મુજબ પાલી કરમબેલી ગામે રહેતા સંજયભાઈ હળપતિ અને પત્ની … Read more

વાપી મનપામાં કોંગ્રેસનું સ્પષ્ટ વલણ: “વિકાસમાં સહકાર, પ્રજાના હિતે સખત વિરોધ”

વાપી મહાનગરપાલિકામાં ગુરુવારે મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેન સહિતના મહત્વના હોદ્દાઓ માટે ભાજપ દ્વારા નામોની જાહેરાત થવાની છે. આ સંદર્ભે ખાસ સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તે પહેલાં બુધવારે કોંગ્રેસ પક્ષ દ્વારા વાપી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાના રાજકીય વલણ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના આગેવાનો … Read more

ભંગારની આડમાં ‘નશાનો વેપાર’: કેવી રીતે બને છે આવું ડ્રગ્સ? જાણો! ખર્ચ અને માર્કેટ વેલ્યુનું ખતરનાક ગણિત

ગુજરાતનો દરિયાકિનારો અને ઔદ્યોગિક વિસ્તારો ડ્રગ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને વલસાડ SOGની ટીમે એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન હાથ ધરીને વલસાડ જિલ્લાના વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અને દમણ સરહદથી ઘેરાયેલા કુંતા ગામે ચાલતી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. કુંતા ગામમાં આવેલા ‘AK સ્ટીલ સપ્લાયર્સ’ નામના … Read more

ગીરમાં સિંહો પર ‘ઈતરડી’નો કહેર: લોહી ચૂસતા પરોપજીવીઓ લઈ રહ્યા છે સિંહોનો ભોગ

માલધારીઓના પશુઓ પર પણ ખતરો; વનવિભાગ દ્વારા જંગલમાં સઘન સર્વેલન્સ એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં બે સિંહબાળ (કબ્સ) સહિત કુલ 5 સિંહોના મોતના સમાચારથી વનવિભાગ અને વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મોત પાછળ ‘બેબસીયા’ (Babesia) નામનું ઇન્ફેક્શન જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. … Read more

error: Content is protected !!