--Advertisement here--

ઇતિહાસના મહાન ‘લોચા’: જ્યારે દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકોએ પણ ‘મૂર્ખામીભરી’ ભવિષ્યવાણીઓ કરી!

On: May 28, 2026 5:26 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આપણે બધા ક્યારેક ને ક્યારેક ખોટા સાબિત થઈએ છીએ, પણ જ્યારે ઇતિહાસના સૌથી મોટા માથાઓ—વૈજ્ઞાનિકો, રાષ્ટ્રપતિઓ અને સેનાપતિઓ—ભયંકર થાપ ખાઈ જાય, ત્યારે આપણને આપણા સામાન્ય જ્ઞાન પર ગર્વ થવા લાગે!

આજે વાત કરવી છે ઇતિહાસની એવી ‘મહાન ભૂલો’ ની, જે વાંચીને તમને હસવું પણ આવશે અને જ્ઞાન પણ મળશે.1. લંડન અંડરગ્રાઉન્ડ: ટ્રેન છે કે ગટર (Drain)?

જ્યારે ઇંગ્લેન્ડમાં દુનિયાની પહેલી ભૂગર્ભ (Underground) રેલ્વે શરૂ થઈ, ત્યારે લોકો એટલા ડરી ગયા હતા કે તેને ‘ટ્રેન‘ નહીં પણ ‘ડ્રેઈન‘ (ગટર) કહેતા હતા! લોકોને લાગતું કે જમીનની અંદર મુસાફરી કરવી એટલે નરકમાં જવા જેવું છે. આજે એ જ લંડન ટ્યુબ વગર લંડનવાસીઓ જીવી પણ શકતા નથી.2. નેપોલિયનને હરાવનાર સેનાપતિનો અજીબ ડર

જેમણે નેપોલિયન જેવા શક્તિશાળી શાસકને ધૂળ ચટાડી હતી તે ડ્યુક ઓફ વેલિંગ્ટન લંડનની અંડરગ્રાઉન્ડ રેલ્વે જોઈને ફફડી ગયા હતા. તેમણે ગંભીરતાથી જાહેર કરેલું:

“આ ટ્રેન બનાવવી એ બહુ મોટી ભૂલ છે. ફ્રેન્ચો આ જમીનની અંદરના રસ્તેથી લંડન પર આક્રમણ કરી દેશે!”

(વિચારો, ફ્રેન્ચો આખી સેના લઈને અંડરગ્રાઉન્ડ ટ્રેનની ટિકિટ કપાવીને આક્રમણ કરવા આવત?)

3. અમેરિકી રાષ્ટ્રપતિની અનાજ અંગેની ભયંકર ભવિષ્યવાણી

અમેરિકાના રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના શાસનકાળ દરમિયાન નિષ્ણાતોએ એવું જાહેર કરી દીધું કે 1980 સુધીમાં વિકસિત દેશો સિવાય આખી દુનિયામાં અનાજ ખૂટી જશે અને ભાવો આસમાને પહોંચશે. પણ આપણી ‘હરિયાળી ક્રાંતિ’ (Green Revolution) એ આ ભવિષ્યવાણીના ફુગ્ગામાં એવી પિન મારી કે ભારત જેવા દેશો અનાજની બાબતમાં સ્વનિર્ભર થઈ ગયા.

4. અંતરીક્ષ પ્રવાસ તો ‘બકવાસ’ છે!

બ્રિટનના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી સર રિચાર્ડ વૂલીએ ૧૯૫૬માં છાતી ઠોકીને કહ્યું હતું કે, “અંતરીક્ષ પ્રવાસ (Space Travel) એ સાવ બકવાસ કલ્પના છે.” તેમની આ ભવિષ્યવાણીના બરાબર એક જ વર્ષ પછી 1957માં રશિયાએ ‘સ્પુતનિક‘ સેટેલાઇટ લોન્ચ કર્યો અને એના થોડા જ વર્ષોમાં માણસ ચંદ્ર પર પહોંચી ગયો!

5. ન્યૂટન ભાઈ અને સૂર્યના રહેવાસીઓ!

ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન પોતાના જમાનામાં એવું દ્રઢપણે માનતા હતા કે પૃથ્વીની જેમ સૂર્ય પર પણ લોકો રહે છે! હવે ન્યૂટન ભાઈને કોણ સમજાવે કે ત્યાં પૃથ્વી જેવી ઠંડક નથી, ત્યાં તો સેકન્ડમાં ભજિયાં તળાઈ જાય એટલી ગરમી છે!

6. “ફોન જેવી વસ્તુની કોઈ જરૂર નથી!”

1876માં જ્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી, ત્યારે વેસ્ટર્ન યુનિયન નામની તે સમયની મોટી ટેલિગ્રામ કંપનીના પ્રમુખ વિલિયમ ઓર્ટને કહેલું:

“આ ‘ટેલિફોન’માં એવી કોઈ ખાસિયત નથી કે તેને એક સંચાર માધ્યમ તરીકે સ્વીકારી શકાય. આ રમકડું નકામું છે.”

આજે એ ‘રમકડાં’ વગર આપણી સવાર નથી પડતી!

7. “દુનિયામાં માત્ર 5 કોમ્પ્યુટરની જ જરૂર પડશે!”

1943માં IBM કંપનીના ચેરમેન થોમસ વોટસને ભવિષ્યવાણી કરેલી કે, “મને લાગે છે કે આખી દુનિયામાં માંડ 5 કોમ્પ્યુટરનું માર્કેટ હશે.” આજે દુનિયામાં જેટલા માણસો છે, એના કરતાં વધુ કોમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીન્સ ફરી રહી છે!

આમાંથી આપણને શું શીખવા મળે છે?

કોઈ ગમે તેટલો મોટો નિષ્ણાત કે જ્ઞાની કેમ ન હોય, ભવિષ્ય હંમેશાં અનિશ્ચિત હોય છે. એટલે જો કોઈ તમને એમ કહે કે “તારાથી આ કામ નહીં થાય”, તો લોડ નહીં લેવાનો... ન્યૂટન અને વેલિંગ્ટન જેવા મહાન લોકો પણ લોચા મારી ગયા છે, તો આપણી શું વિસાત! 😉

error: Content is protected !!