--Advertisement here--

Tukaram Mundheનો બોલિવૂડ પર સપાટો: Vimal Elaichiની જાહેરાત મામલે Shah Rukh Khan, Ajay Devgn અને Tiger Shroff ને નોટિસ

On: August 16, 2026 6:11 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મહારાષ્ટ્ર FDAનો સવાલ — ‘VIMAL Elaichi’ ખરેખર અલગ પ્રોડક્ટ કે પ્રતિબંધિત Pan Masalaના પ્રચાર માટેનું સરોગેટ બ્રાન્ડિંગ? 15 દિવસમાં ખુલાસો આપવા આદેશ
વાપી: મહારાષ્ટ્રના Food & Drug Administration (FDA)એ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને Vimal Elaichiની જાહેરાતમાં ભાગ લેવા મામલે શો-કોઝ નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળની આ કાર્યવાહીનો મુખ્ય મુદ્દો એ છે કે Vimal Elaichiની જાહેરાત ક્યાંક પ્રતિબંધિત Vimal Pan Masala અથવા તમાકુ સંબંધિત પ્રોડક્ટની સરોગેટ અથવા પરોક્ષ જાહેરાત તો નથી કરતી ને?
FDAની 11 ઓગસ્ટ 2026ની નોટિસમાં ત્રણેય કલાકારોને નોટિસ મળ્યાથી 15 દિવસની અંદર લેખિત સ્પષ્ટતા તથા સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે. નોટિસમાં આ કાર્યવાહીનો આધાર Food Safety and Standards Act, 2006 તથા સંબંધિત નિયમો ઉપરાંત સરોગેટ અને misleading advertising અંગેની જોગવાઈઓ પર રાખવામાં આવ્યો છે.
FDAના જણાવ્યા અનુસાર જાહેરાતમાં ઉપયોગમાં લેવાતું “VIMAL Elaichi” નામ ગ્રાહકોના મનમાં Vimal Pan Masala બ્રાન્ડ સાથે જોડાણ ઊભું કરી શકે છે.
નોટિસમાં FDAએ prima facie મત વ્યક્ત કર્યો છે કે જાહેરાત Vimal બ્રાન્ડને પ્રમોટ કરતી દેખાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં ચોક્કસ પ્રતિબંધિત તમાકુ, નિકોટિન અને સુપારી આધારિત ખાદ્ય ઉત્પાદનો સામે પ્રતિબંધ અમલમાં છે. તેથી FDA તપાસવા માંગે છે કે Elaichi એક સ્વતંત્ર રીતે બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ છે કે પછી તેનો ઉપયોગ Vimal Pan Masala/તમાકુ સંબંધિત પ્રોડક્ટની brand identity જાળવવા અથવા મજબૂત કરવા માટે થાય છે.
નોટિસ માત્ર સામાન્ય ખુલાસો માંગતી નથી. FDAએ ત્રણેય કલાકારો પાસેથી અનેક દસ્તાવેજો અને વિગતો માંગ્યા છે, જેમાં—
  • જાહેરાતમાં તેમની ભૂમિકા અંગે સંપૂર્ણ વિગતો
  • જાહેરાત પહેલાં કરવામાં આવેલી due diligenceની માહિતી
  • Vimal Elaichi ખરેખર સ્વતંત્ર પ્રોડક્ટ છે તે દર્શાવતા દસ્તાવેજો
  • Endorsement agreement/contractની નકલ
  • Campaign brief
  • Product information
  • Payment/endorsement arrangement
  • Brand owner અને advertising agencyની વિગતો
  • જાહેરાત કયા TV channels, digital platforms અને social-media platforms પર ચાલી
  • જાહેરાત કેટલા સમયગાળા દરમિયાન પ્રસારિત થઈ
  • Advertiser/brand owner સાથે કોઈ material connection છે કે નહીં
તે ઉપરાંત FDAએ ત્રણેયને Vimal Pan Masala/Elaichi જાહેરાતમાં આગળ ભાગ ન લેવા અને તેમના નિયંત્રણ હેઠળના સોશિયલ મીડિયા તથા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પરથી સંબંધિત promotional material દૂર કરવા પણ નિર્દેશ આપ્યો છે.
નોટિસમાં FDAએ તેને “Final Warning” તરીકે સંબોધી છે. ત્રણેય કલાકારોને લેખિત જવાબ સાથે supporting documents રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
જો નિર્ધારિત સમયગાળામાં જવાબ ન મળે અથવા જવાબ અસંતોષકારક જણાય તો વધુ કાર્યવાહી કોઈ અલગ નોટિસ આપ્યા વિના શરૂ થઈ શકે છે, એવું FDAએ સ્પષ્ટ કર્યું છે. કલાકારોને વ્યક્તિગત સુનાવણી માંગવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
આ મામલો માત્ર મહારાષ્ટ્ર FDA સુધી મર્યાદિત નથી. વિભાગે નોટિસની નકલ Food Safety and Standards Authority of India (FSSAI)ના CEO તથા Central Consumer Protection Authority (CCPA)ને પણ માહિતી અને યોગ્ય કાર્યવાહી માટે મોકલી છે.
આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે મહારાષ્ટ્રના Food Safety Commissioner દ્વારા 13 જુલાઈ 2026ના Section 30(2)(a) હેઠળના પ્રતિબંધ આદેશનો ઉલ્લેખ પણ નોટિસમાં કરવામાં આવ્યો છે. આ આદેશ એક વર્ષ માટે અમલમાં રહેવાનો છે અને તેમાં ચોક્કસ tobacco, nicotine તથા areca-nut આધારિત પ્રતિબંધિત food productsનો સમાવેશ થાય છે. 
FDAએ નોટિસમાં Food Safety and Standards Act, 2006, Food Safety and Standards (Advertising and Claims) Regulations તથા surrogate/indirect advertising સંબંધિત કાયદાકીય જોગવાઈઓનો આધાર લીધો છે.
નોટિસમાં Consumer Protection Act, 2019 અને CCPAની 2022ની misleading advertisements અંગેની guidelinesનો પણ ઉલ્લેખ છે. એટલે મામલો માત્ર food safety સુધી સીમિત નથી; celebrity endorsement અને misleading/surrogate advertisingનો મુદ્દો પણ તેમાં જોડાય છે.
Vimal brand સાથે celebrity endorsementનો વિવાદ નવો નથી. અગાઉ અક્ષય કુમાર પણ શાહરૂખ ખાન અને અજય દેવગણ સાથે Vimal campaignમાં જોવા મળ્યા હતા. તે સમયે ભારે જાહેર વિરોધ બાદ અક્ષય કુમારે જાહેરાતમાંથી પાછળ હટવાની જાહેરાત કરી હતી. આ જૂનો વિવાદ હવે FDAની નવી કાર્યવાહી બાદ ફરી ચર્ચામાં આવ્યો છે. 
મહત્વની કાનૂની નોંધ :- FDAએ હજુ શાહરૂખ ખાન, અજય દેવગણ કે ટાઇગર શ્રોફને દોષિત જાહેર કર્યા નથી.
આ હાલ Show-Cause Notice છે. FDAએ જાહેરાત અંગે પોતાની prima facie આશંકા વ્યક્ત કરીને ત્રણેય પાસેથી જવાબ અને દસ્તાવેજો માંગ્યા છે.
FDAના 7 મોટા સવાલ
1. Vimal Elaichi શું ખરેખર સ્વતંત્ર પ્રોડક્ટ છે?
2. શું તેનો Vimal Pan Masala સાથે કોઈ brand connection છે?
3. જાહેરાત પહેલાં કલાકારોએ કઈ due diligence કરી?
4. Endorsement માટે કેટલો કરાર અને payment arrangement થયો?
5. જાહેરાત કયા TV અને digital platforms પર ચાલી?
6. Brand owner અને advertising agency કોણ છે?
7. શું Elaichiના નામે Vimal Pan Masalaની brand identityને indirect રીતે promote કરવામાં આવી?

error: Content is protected !!