--Advertisement here--

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

On: October 20, 2026 12:38 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સીંગતેલમાં બનેલા ગરમાગરમ ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનો સ્વાદ માણવા વાપીવાસીઓ ઉમટ્યા; દશેરાની પૂર્વસંધ્યાએ જ પાર્સલ માટે લાગી લાઇનો

વાપી: ગુજરાતીઓના પ્રિય તહેવારોમાં દશેરાનું પર્વ ફાફડા-જલેબી વિના અધૂરું ગણાય છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી આરોગવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે. ત્યારે વાપીમાં દશેરા પર્વની પૂર્વસંધ્યાએ જ ગરમાગરમ ફાફડા અને જલેબીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

વાપીમાં સ્વાદિષ્ટ ફાફડા-જલેબી માટે જાણીતા રજવાડી ફાફડા એન્ડ જલેબીના સ્ટોલ પર લોકો ઉમટી પડ્યા હતા. અહીં સીંગતેલમાં બનાવેલા ફાફડા અને શુદ્ધ ઘીમાં તૈયાર કરવામાં આવતી જલેબીનો સ્વાદ માણવા મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચ્યા હતા. અનેક લોકોએ સ્થળ પર જ ફાફડા-જલેબીનો સ્વાદ માણ્યો હતો, જ્યારે કેટલાકે વહેલી સવારે પરિવાર સાથે નાસ્તો કરી શકાય તે માટે પાર્સલ પણ કરાવ્યાં હતાં.

રજવાડી ફાફડા એન્ડ જલેબીના સંચાલક જીતુભાઈ પટેલ અને ભૌતિક પટેલે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા દસેક વર્ષથી નવરાત્રી દરમિયાન આ સ્ટોલ ઊભો કરે છે. તેમનો પ્રયાસ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ફાફડા-જલેબી પીરસવાનો રહ્યો છે.

જીતુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ફાફડા બનાવવા માટે રાજકોટથી જાણીતી બ્રાન્ડનો ચણાનો લોટ, ઉત્તમ ગુણવત્તાનાં મરચાં અને ચટણી માટેની સામગ્રી મંગાવવામાં આવે છે. ફાફડા બનાવવા માટે ઓઇલ મિલનું સીંગતેલ અને જલેબી માટે ડેરીમાંથી શુદ્ધ ઘી મંગાવવામાં આવે છે. વિશેષ પ્રકારના મશીનથી તૈયાર થતા ફાફડા અને ગરમાગરમ જલેબીનો સ્વાદ માણવા દર વર્ષે મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે.

દશેરાના દિવસે ફાફડા-જલેબી ખરીદવા માટે થતી ભીડને ધ્યાનમાં રાખીને પાર્સલ પેકિંગની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ફાફડા માટે પ્લાસ્ટિક કોટેડ બોક્સ, જલેબી માટે એરટાઇટ ડબ્બા, મરચાં માટે પેપર ફોઇલ બેગ અને ચટણી માટે અલગ ડબ્બાનો ઉપયોગ કરવામાં આવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા પૂર્વે જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતાં તહેવારના માહોલમાં ફાફડા-જલેબીની ધૂમ જોવા મળી હતી. ગ્રાહકોએ જણાવ્યું હતું કે દશેરા દરમિયાન રજવાડીના ફાફડા-જલેબી આરોગવાની મજા જ કંઈક અલગ હોય છે.

ગુજરાતીઓની વર્ષો જૂની ફાફડા-જલેબી ખાવાની પરંપરા આજે પણ એટલી જ લોકપ્રિય છે. દશેરા પહેલાંની રાત્રે જ વાપીમાં જોવા મળેલી ગ્રાહકોની ભીડ આ પરંપરાની લોકપ્રિયતાની સાક્ષી બની હતી.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!