--Advertisement here--

માત્ર 29.68 કિમીની વાપી CETPના Deep Sea Disposal Projectમાં હવે સવાલ છે 70 MLD માટે ₹660 કરોડ! પાઈપલાઈનના ખર્ચનો આટલો મોટો હિસાબ કેમ?

On: August 14, 2026 7:40 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

OPERATION DEEP SEA – PART 9

2019માં 3.5 કિમી Deep Sea extension માટે ₹41 કરોડનો ઉલ્લેખ… 2026માં 29.68 કિમીના પ્રોજેક્ટ માટે ₹660.36 કરોડ! આખા ખર્ચનો BOQ હવે જાહેર થવો જોઈએ

વાપી CETPના Deep Sea Disposal Projectમાં હવે સવાલ માત્ર પર્યાવરણનો નથી… સવાલ છે ₹660 કરોડના ખર્ચનો પણ.

GIDCના સત્તાવાર ટેન્ડરમાં 70 MLD Offshore & Onshore Effluent Disposal Pipeline માટે અંદાજિત કિંમત ₹660.36 કરોડ રાખવામાં આવી છે. આ કામમાં માત્ર પાઈપલાઈન નહીં, પરંતુ pumping station, electro-mechanical works, allied infrastructure અને પાંચ વર્ષનું Operation & Maintenance પણ સામેલ છે. 

એટલે સીધું એવું કહેવું યોગ્ય નહીં બને કે ₹660 કરોડ માત્ર પાઈપ નાખવાનો ખર્ચ છે. પરંતુ… આટલી મોટી રકમનો item-wise હિસાબ જાણવાનો અધિકાર તો જાહેર જનતાને છે.

29.68 કિમી માટે ₹660 કરોડ એટલે કેટલા?

લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ Vapi Green Environ Limited માટે મંજૂર Deep Sea marine pipelineની કુલ લંબાઈ 29.68 કિમી છે.

  • Onshore: 15.43 કિમી
  • Offshore: 14.25 કિમી
  • કુલ: 29.68 કિમી
  • Capacity: 70 MLD 

હવે માત્ર ગણિત કરીએ. ₹660.36 કરોડ ÷ 29.68 કિમી = આશરે ₹22.25 કરોડ પ્રતિ કિમી.

પણ ફરીથી સ્પષ્ટતા જરૂરી છે: ₹22.25 કરોડ/કિમી એટલે પાઈપલાઈનનો actual laying cost નથી. કારણ કે આ આખા EPC packageમાં pumping stationથી લઈને electrical, mechanical, marine અને પાંચ વર્ષના O&M સુધીના કામો છે. 

એટલે હવે સૌથી મોટો સવાલ છે— આ ₹660.36 કરોડમાં ખરેખર કેટલા રૂપિયા ક્યાં જશે? ₹660 કરોડનું “પોસ્ટમોર્ટમ” હવે જરૂરી GIDCએ જાહેર કરવું જોઈએ:

  • પાઈપની કિંમત કેટલી?
  • Onshore laying કેટલું?
  • Offshore laying કેટલું?
  • Pumping station કેટલાનું?
  • Electrical & electro-mechanical equipment કેટલાનું?
  • HDD અને river crossing કેટલાનું?
  • Landfall chamber કેટલાનું?
  • Marine diffuser અને offshore structures કેટલાંના?
  • Testing & commissioning કેટલું?
  • 5 વર્ષનું O&M કેટલું?
  • Consultancy, design, contingency અને અન્ય charges કેટલા?

કારણ કે ટેન્ડરનું estimated cost એક મોટો આંકડો બતાવે છે, પરંતુ જાહેર ચર્ચા માટે item-wise BOQ અને rate analysis વધુ મહત્વના છે.

અને અહીં મળે છે એક રસપ્રદ જૂનો રેકોર્ડ :- CPCBના 2019ના દસ્તાવેજમાં VGEL તરફથી જણાવાયું હતું કે CETPના existing discharge pointથી 3.5 કિમી downstream extension માટે VGELના Board of Directorsએ ₹41 કરોડ મંજૂર કર્યા હતા અને Project Execution Consultant નિયુક્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. 

એટલે 2019માં જ Deep Sea તરફ જવાની પ્રક્રિયા અને ખર્ચ અંગે દસ્તાવેજી નોંધ હતી. પરંતુ 2022માં Vapi Industries Associationના એક જાહેર નિવેદનમાં વધુ એક રસપ્રદ દાવો થયો હતો—Deep Sea pipeline project માટે આશરે ₹200 કરોડનો ખર્ચ ઉદ્યોગકારોના ખિસ્સામાંથી થવાનો હતો, જેને સરકારી સહાયથી બચાવી શકાય તેવી વાત કરવામાં આવી હતી. 

એટલે હવે સવાલ: 2019ના ₹41 કરોડના 3.5 કિમી extensionથી લઈને આજે ₹660.36 કરોડના 29.68 કિમી EPC project સુધી પહોંચતાં ખર્ચનું ગણિત શું છે? આ પ્રશ્નનો જવાબ DPR + BOQ + Rate Analysisમાંથી મળવો જોઈએ.

₹660 કરોડના વર્તમાન estimate અને અગાઉ જાહેર થયેલા ₹200 કરોડના આંકડા વચ્ચેનો તફાવત શા માટે છે? અને આ સવાલનો જવાબ દસ્તાવેજથી જ આવવો જોઈએ.

OPERATION DEEP SEAનો આજનો સીધો સવાલ

₹660.36 કરોડનું ટેન્ડર બહાર પડ્યું છે… હવે જનતાને એ પણ જાણવાનો અધિકાર છે કે આ ₹660 કરોડમાંથી એક-એક રૂપિયો ક્યાં ખર્ચાશે?”

પાઈપલાઈન દરિયામાં જશે. પરંતુ— પૈસા ક્યાં જશે? એનો જવાબ પણ એટલો જ સ્પષ્ટ હોવો જોઈએ.

સંપાદકીય નોંધ :- આ અહેવાલમાં ₹660.36 કરોડને GIDCના tenderનું estimated cost તરીકે જ રજૂ કરવામાં આવ્યું છે; તેને final contract value કે ચૂકવાયેલી રકમ તરીકે રજૂ કરવામાં આવતું નથી. તેવી જ રીતે ₹200 કરોડનો ઉલ્લેખ 2022ના VIAના જાહેર નિવેદનના સંદર્ભમાં છે, તેને 70 MLD વર્તમાન projectનું official revised estimate માનવામાં આવ્યું નથી

Also read

Atul Ltdના CSRમાં વલસાડનો હિસ્સો કેટલો? એક જ વર્ષના દસ્તાવેજોમાં ₹7.79 કરોડથી વધુના Valsad-specific પ્રોજેક્ટ્સ

વલસાડના દરિયાકાંઠે 82,200 મેન્ગ્રોવ્સ! Atulનો મોટો દાવો, પરંતુ ખર્ચ કેટલો? સ્થળ ક્યાં? 40 કે 41 હેક્ટરનો સવાલ પણ ઊભો

Vapi Industries Association: CSRમાં VIAની ભૂમિકા કેટલી? દસ્તાવેજોમાં ₹24 લાખનો સ્પષ્ટ પ્રોજેક્ટ, હવે 10 વર્ષની સંપૂર્ણ તપાસ જરૂરી

વાપી CETPના Deep Sea Disposal પ્રોજેક્ટ સામે હવે સૌથી મોટો સવાલ પાઈપલાઈનનો નહીં, પરંતુ દરિયામાં જતા treated effluentની સતત દેખરેખ અને જાહેર જવાબદારીનો છે.

વલસાડમાં 10 વર્ષમાં ₹389.95 કરોડનો CSR ખર્ચ, છતાં સવાલઃ આટલા કરોડોથી જિલ્લામાં કેટલો બદલાવ આવ્યો?

દિવાસો: એક દીવો, 36 કલાકની પરંપરા અને શ્રાવણના આગમનની અનોખી ઉજવણી

error: Content is protected !!