વલસાડનું પાણી કેટલું સુરક્ષિત? મહારાષ્ટ્રમાં ડેમોની યોજનાઓ વચ્ચે સૌથી મોટો સવાલ
વલસાડ | 15 ઓગસ્ટ વિશેષ તપાસ
વલસાડ જિલ્લો દર વર્ષે ભારે વરસાદ મેળવે છે. ઔરંગા, વાંકી, પાર, કોલક, દમણગંગા, દારોઠા અને વારોલી જેવી નદીઓ જિલ્લામાંથી વહે છે. વરસાદી ઋતુમાં આ નદીઓ વલસાડને પાણીથી સમૃદ્ધ બનાવે છે. પરંતુ આ જ પાણીના ભવિષ્ય અંગે એક એવો સવાલ ઊભો થઈ રહ્યો છે, જેને આજે નહીં તો કાલે વલસાડે પૂછવો જ પડશે.
વલસાડની મહત્વની નદીઓના જળાગમ વિસ્તારનો એક મહત્વનો હિસ્સો ગુજરાતની સરહદની બહાર મહારાષ્ટ્રમાં આવેલો છે. એટલે upstream એટલે કે મહારાષ્ટ્રમાં જો આ નદીઓના પાણીનો મોટા પાયે સંગ્રહ, ડાયવર્ઝન અથવા અન્ય ઉપયોગ વધે, તો downstream એટલે વલસાડમાં પહોંચતા પાણી પર તેની અસર કેટલી થઈ શકે?
આ પ્રશ્નનો જવાબ હજુ સ્પષ્ટ નથી. પરંતુ ચિંતાનો આધાર માત્ર અનુમાન નથી. સરકારી દસ્તાવેજોમાં મહારાષ્ટ્રના દમણગંગા બેસિનના પાણીના મોટા પાયે ડાયવર્ઝનની યોજનાઓનો ઉલ્લેખ છે. 202 MCM પાણી વાળવાની યોજના — દસ્તાવેજમાં જ ઉલ્લેખ
મહારાષ્ટ્રના Damanganga–Vaitarna–Godavari (Kadva/Dev) Interastate Link Project અંગે કેન્દ્ર સરકારના Environment Clearance પોર્ટલ પર ઉપલબ્ધ દસ્તાવેજમાં જણાવાયું છે કે પ્રોજેક્ટ અંતર્ગત 202 મિલિયન ક્યુબિક મીટર (202 MCM) સપાટીનું પાણી દમણગંગા અને વૈતરણા બેસિનમાંથી Upper Godavari બેસિન તરફ વાળવાનો પ્રસ્તાવ છે.
202 MCM એટલે લગભગ 20.2 કરોડ ઘનમીટર પાણી. આ કોઈ નાની યોજના નથી.
આ જ પ્રોજેક્ટમાં 5 નવા ડેમ બનાવવાની વાત સત્તાવાર દસ્તાવેજમાં છે. દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે આ ડેમોના કારણે watercoursesમાં impoundment અને damming થશે. સાથે જ એ પણ નોંધાયું છે કે diversionનું ચોક્કસ પ્રમાણ detailed hydrological studies બાદ નક્કી કરવામાં આવશે.
અહીં જ વલસાડ માટે સૌથી મહત્વનો સવાલ ઊભો થાય છે— “જો upstreamમાં પાણી રોકાશે અને તેનો એક હિસ્સો બીજા બેસિનમાં વાળવામાં આવશે, તો downstream વલસાડમાં કેટલું પાણી ઓછું પહોંચશે?” આ સવાલનો સત્તાવાર, જાહેર અને વૈજ્ઞાનિક જવાબ વલસાડને મળવો જોઈએ.
વલસાડ જિલ્લાની પાણીની ચર્ચા થાય ત્યારે માત્ર ખેતી અથવા પીવાના પાણીની વાત કરવી અધૂરી છે. કારણ કે વલસાડમાં છે— વાપી GIDC, સરીગામ GIDC અને દક્ષિણ ગુજરાતનો મોટો ઔદ્યોગિક પટ્ટો. આ ઉદ્યોગો માટે પાણી એટલે ઉત્પાદન.
પાણીનો પુરવઠો ખોરવાય તો તેની અસર માત્ર નળમાં નહીં પરંતુ આખી industrial supply chainમાં પડી શકે છે. Central Ground Water Boardના વલસાડ જિલ્લા સંબંધિત દસ્તાવેજોમાં વલસાડના જળસ્રોતો, aquifer systems અને પાણી વ્યવસ્થાપનની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં બે મુખ્ય aquifer systems 200 મીટર સુધીની ઊંડાઈમાં નોંધાયા છે.
એટલે surface waterમાં લાંબા ગાળે કોઈ ફેરફાર થાય તો groundwater પર પણ તેની અસર અંગે અભ્યાસ જરૂરી બને છે. વાપીનું ઔદ્યોગિક અર્થતંત્ર માત્ર આજના પાણી પર નહીં, આવતીકાલના પાણી પર પણ ટકેલું છે.
મહારાષ્ટ્રમાં કોઈ એક ડેમ બનવાનો પ્રશ્ન નથી.
જો એક જ river basinમાં અનેક reservoirs, dams, diversion projects અને water-use projects બને તો દરેક યોજનાની અલગ અસર કરતાં કુલ મળીને downstream પર કેટલી અસર થાય છે, તે જોવું જરૂરી બને છે.
આને સરળ ભાષામાં કહીએ તો— એક ડેમની અસર એક વાત છે; આખા બેસિનમાં અનેક યોજનાઓની સામૂહિક અસર બીજી વાત છે. અને અહીં વલસાડના વહીવટી તંત્ર તથા જનપ્રતિનિધિઓ માટે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે:
- શું વલસાડ જિલ્લા સ્તરે આવી cumulative hydrological assessment ઉપલબ્ધ છે?
- શું મહારાષ્ટ્રના upstream વિસ્તારમાં—
- હાલ કેટલા મોટા ડેમ છે?
- કેટલા પ્રસ્તાવિત છે?
- દરેકની storage capacity કેટલી છે?
- કેટલું પાણી રોકાશે?
- કેટલું પાણી બીજા બેસિનમાં જશે?
- downstream environmental flow કેટલો રહેશે?
- ઉનાળામાં વલસાડ સુધી કેટલો natural flow પહોંચશે?
- આ તમામ માહિતી એક જગ્યાએ ભેગી કરીને કોઈ અભ્યાસ કરવામાં આવ્યો છે?
જો થયો હોય તો તેનો અહેવાલ જાહેર થવો જોઈએ. અને જો થયો નથી— તો હવે તરત થવો જોઈએ.
અહીં એક વાત સ્પષ્ટ હોવી જોઈએ. મહારાષ્ટ્ર પોતાના રાજ્યના પાણી માટે આયોજન કરે તે સ્વાભાવિક છે. પરંતુ આંતરરાજ્ય જળસ્રોતો અંગે downstream રાજ્યના હિતની પણ ચિંતા થવી જરૂરી છે. Central Water Commission મુજબ આંતરરાજ્ય નદીઓ અથવા river basins સાથે જોડાયેલી મોટી યોજનાઓનું techno-economic appraisal કરવામાં આવે છે અને તેમાં વિવિધ કેન્દ્રીય એજન્સીઓની તપાસ સામેલ હોય છે. એટલે ગુજરાત પાસે પણ પ્રશ્ન પૂછવાનો પૂરતો આધાર છે.
વલસાડે મહારાષ્ટ્ર સામે લડવાનું નથી. વલસાડે પોતાના પાણીના ભવિષ્ય માટે ડેટા માંગવાનો છે.
આ મુદ્દો હવે રાજકીય આરોપ-પ્રત્યારોપથી આગળ જવો જોઈએ. વલસાડના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટ માહિતી માંગવી જોઈએ.
- સવાલ નંબર 1 :- મહારાષ્ટ્રમાં વલસાડની નદીઓના upstream catchment વિસ્તારમાં હાલ કેટલા મોટા અને મધ્યમ ડેમ છે?
- સવાલ નંબર 2 :- આગામી વર્ષોમાં કેટલા નવા ડેમ અથવા water diversion projects પ્રસ્તાવિત છે?
- સવાલ નંબર 3 :- 202 MCM Damanganga–Vaitarna–Godavari diversionની વલસાડના downstream flow પર શું અસર પડશે?
- સવાલ નંબર 4 :- આ અસર અંગે ગુજરાત સરકારે મહારાષ્ટ્ર પાસેથી કોઈ hydrological data અથવા detailed study માગી છે?
- સવાલ નંબર 5 :- વાપી અને સરીગામના ઔદ્યોગિક વિસ્તારો માટે alternate water-security plan શું છે?
- સવાલ નંબર 6 :- દુષ્કાળ જેવી સ્થિતિમાં વલસાડના શહેરો માટે emergency drinking-water plan શું છે?
- સવાલ નંબર 7 :- વલસાડ માટે Inter-State River Water Monitoring Cell બનાવવામાં આવ્યું છે કે નહીં?
- સવાલ નંબર 8 :- મહારાષ્ટ્રના નવા upstream projectsની મંજૂરી પ્રક્રિયામાં ગુજરાતે કયા વાંધા અથવા સૂચનો રજૂ કર્યા છે?
વલસાડમાં ઘણી વખત એવું માનવામાં આવે છે કે અહીં ભારે વરસાદ પડે છે એટલે પાણીની અછતનો પ્રશ્ન ઊભો થઈ શકે નહીં. પરંતુ જળસુરક્ષાનો મૂળ સિદ્ધાંત અલગ છે. વરસાદ કેટલો પડે છે તે જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું છે કે વરસાદનું પાણી ક્યાંથી આવે છે, ક્યાં સંગ્રહાય છે, ક્યાં વપરાય છે અને downstream કેટલું છોડાય છે. ઉપરવાસમાં પાણી રોકાય, પાણી બીજા બેસિનમાં વળે, અથવા પાણીનો upstream ઉપયોગ વધે. તો downstream flowમાં ફેરફાર થઈ શકે છે.
એટલે વલસાડે માત્ર પોતાના જિલ્લામાં વરસાદ કેટલો પડ્યો તેની ગણતરી નહીં, પરંતુ આખા river basinનું water budget જોવું પડશે.
આજનો પ્રશ્ન આવતીકાલના વલસાડ માટે છે.
વલસાડની વસ્તી વધશે. વાપીનો ઔદ્યોગિક વિસ્તાર વધશે. નવા ઉદ્યોગો આવશે. શહેરોની drinking-water demand વધશે. ખેતીની જરૂરિયાત રહેશે. અને climate variabilityના કારણે વરસાદની પેટર્નમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે આજની ઉપલબ્ધતા જોઈને આવતીકાલની પાણી સુરક્ષા નક્કી કરી શકાય નહીં.
વલસાડને 25થી 50 વર્ષનો River Basin Water Security Plan જોઈએ. તેમાં ખાસ કરીને મહારાષ્ટ્રના upstream projectsનો સમાવેશ થવો જોઈએ. વલસાડ જિલ્લા તંત્ર પાસે હવે પાંચ તાત્કાલિક કામ હોવા જોઈએ.
1. Upstream Project Mapping
મહારાષ્ટ્રમાં વલસાડના river catchment સાથે જોડાયેલા તમામ existing અને proposed damsની સંપૂર્ણ યાદી તૈયાર કરવી.
2. Hydrological Study
દરેક projectથી downstream flow પર શક્ય અસરનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું.
3. Water Budget
વલસાડના શહેરો, ગામો, ખેતી અને ઉદ્યોગોની હાલની તથા આગામી 25 વર્ષની પાણીની જરૂરિયાતનું water budget બનાવવું.
4. Alternative Sources
દમણગંગા સહિતની એક જ જળવ્યવસ્થા પર અતિનિર્ભરતા ઘટાડવા alternate sources અને storage capacityનું આયોજન કરવું.
5. Public Disclosure
આ તમામ માહિતી જનતા સમક્ષ મૂકવી. કારણ કે પાણીનો પ્રશ્ન માત્ર સરકારનો નથી. પાણી એટલે જાહેર સુરક્ષા.
વલસાડમાં ચોમાસામાં નદીઓ છલકાય છે. ક્યારેક પૂર આવે છે. ક્યારેક પાણી છોડવાની જાહેરાતો થાય છે. પરંતુ બીજી તરફ ઉનાળામાં પાણી માટે આયોજન કરવાની જરૂર પડે છે. આ વિરોધાભાસ બતાવે છે કે પ્રશ્ન માત્ર પાણીની ઉપલબ્ધતાનો નથી. પ્રશ્ન પાણીના સંચાલનનો છે. અને હવે તેમાં એક વધુ પરિબળ ઉમેરાયું છે— “Upstreamમાં શું થઈ રહ્યું છે?”
15 ઓગસ્ટે વલસાડને આ સવાલ પૂછવો જ પડશે સ્વતંત્રતાના 80મા વર્ષમાં આપણે એક સરળ પરંતુ અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછીએ— “વલસાડ પોતાના પાણીના ભવિષ્ય માટે કેટલું સ્વતંત્ર છે?”
જો આપણા મુખ્ય જળસ્રોતોના upstreamમાં અન્ય રાજ્ય પોતાની પાણી યોજનાઓ બનાવે છે, તો ગુજરાતે પણ પોતાના downstream હિત માટે સક્રિય રહેવું પડશે.
- આ કોઈ રાજકીય પક્ષનો મુદ્દો નથી.
- આ કોઈ એક તાલુકાનો મુદ્દો નથી.
- આ કોઈ એક ઉદ્યોગનો મુદ્દો નથી.
- આ આખા વલસાડ જિલ્લાની water securityનો મુદ્દો છે.
મહારાષ્ટ્રના સત્તાવાર પ્રોજેક્ટ દસ્તાવેજોમાં દમણગંગા અને વૈતરણા બેસિનમાંથી 202 MCM પાણી Upper Godavari તરફ વાળવાની યોજના નોંધાયેલી છે અને પાંચ નવા ડેમનો પણ ઉલ્લેખ છે. આનો અર્થ એ નથી કે આવતીકાલથી વલસાડમાં પાણીની તંગી સર્જાઈ જશે. પરંતુ આટલી મોટી upstream intervention સામે downstream વલસાડે અસરનો વૈજ્ઞાનિક અભ્યાસ માગવો જ જોઈએ. કારણ કે પાણીની સમસ્યા ઊભી થયા પછી પ્રશ્ન પૂછવાથી મોડું થઈ શકે. પાણી ઓછું થાય તે પહેલાં પાણીની નીતિ બનાવવી પડે.
જો મહારાષ્ટ્ર પોતાના upstream પાણી માટે 25-50 વર્ષનું આયોજન કરી શકે છે, તો વલસાડ પોતાના downstream પાણી માટે કેમ નહીં? વલસાડના સાંસદો, ધારાસભ્યો, જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર— શું તમે વલસાડ માટે River Water Security Plan બનાવશો? શું તમે મહારાષ્ટ્રના upstream projectsની સંપૂર્ણ માહિતી જાહેર કરાવશો? શું તમે 202 MCM diversionની વલસાડ પર અસરનો સ્વતંત્ર hydrological અભ્યાસ કરાવશો? અને સૌથી મહત્વનું— “વલસાડમાં પાણીનો દુકાળ પડે તે પહેલાં શું તમે જાગશો?”
15 ઓગસ્ટની વલસાડને ભેટ એક જ— આઝાદી સાથે પાણીની સુરક્ષાનો સંકલ્પ. પાણી આજે છે. પરંતુ પાણીનું ભવિષ્ય સુરક્ષિત છે કે નહીં— એ સવાલનો જવાબ હવે વલસાડને જોઈએ છે.






