
સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠના તારીખ 15મી, ઓગસ્ટ-2026 ના રોજ ’80 માં સ્વતંત્રતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંકુલના સ્ટાફગણ હાજર હતા. તેઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપવામાં આવી.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત,સમૂહ નૃત્ય,વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ N.C.C. ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સંકુલના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી દેશભક્તિનો કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ કાર્યક્રમના આયોજન,માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી.વસંતભાઈ ગજેરા તથા લક્ષ્મી વિદ્યાપીઠ સંકુલના ડિરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રીઓ, ઉપચાર્યશ્રીઓનો સ્નેહભર આભાર માનવામાં આવે છે.










