--Advertisement here--

ડીઝલની બચત અને પ્રદૂષણ મુક્તિનો ‘રોડમેપ’ કેમ પાટા પરથી ઉતરી ગયો?

On: May 28, 2026 3:21 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી નજીક કરમબેલીથી શરૂ થયેલી ‘ટ્રક ઓન ટ્રેન’ (RORO) સર્વિસ ફરી શરૂ કરવા ઉઠતી માંગ; વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બની શકે છે સંજીવની

વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ, હાઈવે પર કલાકો સુધી લાગતા ટ્રાફિક જામ અને ગ્લોબલ વોર્મિંગના આ યુગમાં પર્યાવરણની સુરક્ષા વચ્ચે, થોડા વર્ષો પહેલા વાપી નજીક કરમબેલી રેલવે યાર્ડથી શરૂ કરાયેલો એક અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ આજે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. માલસામાનથી ભરેલી આખી ટ્રકોને રેલવેના ખાસ વેગન પર ચડાવીને દક્ષિણ ભારત તરફ રવાના કરવાની આ ‘રોલ-ઓન/રોલ-ઓફ’ (RORO) સર્વિસ લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિ લાવવા સક્ષમ હતી, પરંતુ વિવિધ ટેકનિકલ અને વહીવટી કારણોસર આ પ્રોજેક્ટ ફેલ જતાં હાલ તે બંધ અવસ્થામાં છે.શું હતો આ ગ્રીન પ્રોજેક્ટ અને તેના ફાયદા?

પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દમણ-સેલવાસના ઔદ્યોગિક હબમાંથી નીકળતી ટ્રકોને નેશનલ હાઈવે (NH-48) પર દોડાવવાને બદલે સીધી ટ્રેન મારફતે કોંકણ રેલવે થઈને મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક તરફ મોકલવાનો હતો. આ પ્રોજેક્ટથી કરોડો રૂપિયાના ડીઝલની બચત, હાઈવે પર અકસ્માતો અને ટ્રાફિકમાં ઘટાડો તેમજ કાર્બન ઉત્સર્જન ઓછું થવાના મોટા દાવા કરવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટરો માટે પણ ડ્રાઈવરોની અછત અને લાંબી મુસાફરીના થાકમાંથી મુક્તિ મેળવવાનો આ ઉત્તમ વિકલ્પ હતો.મોટી આશાઓ વચ્ચે પ્રોજેક્ટ કેમ ફેલ ગયો?

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ બંધ થવા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર હતા:

  • 1. પેસેન્જર ટ્રેનોની અગ્રતા: આ રૂટ પર પેસેન્જર ટ્રેનોનો ટ્રાફિક વધુ હોવાથી RORO ટ્રેનોને કલાકો સુધી લૂપ લાઈન પર ઊભી રાખવી પડતી, જેથી રોડ કરતાં ટ્રેનમાં માલ મોડલો પહોંચતો હતો.
  • 2. આર્થિક તાલમેલનો અભાવ: રેલવેનું નૂર (ભાડું) અને હાઈવે ટોલ ટેક્સ વચ્ચે ટ્રક ઓપરેટરોને કોઈ મોટો આર્થિક ફાયદો દેખાયો નહીં.
  • 3. ઓપરેશનલ અવરોધો: પશ્ચિમ રેલવે અને કોંકણ રેલવે વચ્ચેના નબળા સંકલનને કારણે લોડિંગ-અનલોડિંગમાં સમયનો મોટો વેડફાટ થતો હતો.

પણ હવે!, નવો ફ્રેટ કોરિડોર (DFC) બની શકે છે ગેમ ચેન્જર

હાલમાં જ્યારે ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે આ પ્રોજેક્ટને ફરી જીવંત કરવાની માંગ ઉદ્યોગ જગતમાંથી ઉઠી રહી છે. નિષ્ણાતોના મતે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. પશ્ચિમ રેલવેની સમાંતર વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (WDFC) સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, જે માત્ર માલગાડીઓ માટે જ છે.

જો કરમબેલી યાર્ડથી આ RORO સર્વિસને DFC ટ્રેક પર સ્થાનાંતરિત કરવામાં આવે, તો આ ટ્રેનો કોઈપણ અવરોધ વિના 100 km/h ની ઝડપે દોડી શકે છે. આનાથી ટ્રકો માત્ર ગણતરીના કલાકોમાં જ દક્ષિણ ભારતમાં પહોંચી જશે.

ઉદ્યોગકારોની માંગ: પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ જરૂરી

પર્યાવરણની જાળવણી અને દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે રેલવે મંત્રાલયે ખાનગી લોજિસ્ટિક્સ કંપનીઓ સાથે મળીને, ફિક્સ ટાઈમ-ટેબલ અને આકર્ષક ભાડાના દર સાથે આ યોજના ફરી શરૂ કરવી જોઈએ. જો સરકાર આ દિશામાં સકારાત્મક પગલાં લેશે, તો કરમબેલી યાર્ડ ફરી એકવાર દેશના ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનું મુખ્ય કેન્દ્ર બની શકે છે.

error: Content is protected !!