--Advertisement here--

હેપ્પી બર્થ ડે… વલસાડ: પ્રકૃતિ, પ્રગતિ અને વારસાના 62 વર્ષની ગૌરવગાથા

On: May 31, 2026 12:19 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભારતને વર્ષ 1947માં આઝાદી મળી ત્યારે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતો ન હતો, તે મુંબઈ રાજ્યનો ભાગ હતો. 1 મે, 1960ના રોજ “મહા ગુજરાત આંદોલન”ના પરિણામે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, પરંતુ ત્યારે પણ વલસાડ એ સુરત જિલ્લાનો જ એક ભાગ હતો.

અંતે, 1 જૂન, 1964ના રોજ વલસાડ જિલ્લાની સત્તાવાર સ્થાપના થઈ. સોમવાર 1 જૂન 2026ના રોજ વલસાડ જિલ્લો પોતાના અસ્તિત્વના 62 વર્ષ પૂર્ણ કરીને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. આ દિવસ માત્ર કેલેન્ડરની તારીખ નથી, પણ દરેક વલસાડવાસી માટે ગૌરવનો ઉત્સવ છે.

પ્રાચીન ઇતિહાસ અને અનોખું નામકરણ 

  • વિદ્વાનોના મતે વલસાડનું મૂળ નામ “ન્યગ્રોધપુર” હતું (સંસ્કૃતમાં જેનો અર્થ ‘વડ’ થાય છે).
  • અહીં વડના વૃક્ષો વ્યાપક પ્રમાણમાં હોવાથી ‘વડ-સાલ’ અને તેના પરથી અપભ્રંશ થઈને ‘વલસાડ’ નામ પડ્યું.
  • પૌરાણિક માન્યતાઓ અનુસાર આ ભૂમિ ભગવાન પરશુરામની ભૂમિ તરીકે પણ ઓળખાય છે.કુદરતનો અણમોલ ખજાનો અને સાંસ્કૃતિક વારસો

ગુજરાતના અન્ય જિલ્લાઓની તુલનામાં કુદરતે વલસાડને ચારે હાથે સૌંદર્ય બક્ષ્યું છે:

દરિયાકિનારો: 63 કિલોમીટર લાંબો સમૃદ્ધ સમુદ્રતટ.

પહાડો અને ધોધ: ધરમપુર અને કપરાડાના મનોહર પહાડો (જે કાશ્મીર-હિમાચલની યાદ અપાવે છે) અને ચોમાસામાં ખીલી ઉઠતા અદભુત ધોધ.

પારસીઓનું આગમન: ઇ.સ. 716 માં પોતાના ધર્મની રક્ષા કાજે ઇરાનથી આવેલા પારસીઓ વલસાડના સંજાણ બંદરે ઉતર્યા અને “દૂધમાં સાકરની જેમ” ભળી ગયા.

સ્વાતંત્ર્ય સંગ્રામ: બ્રિટિશ શાસન સામે થયેલો ઐતિહાસિક ધરાસણા મીઠા સત્યાગ્રહ (1930) પણ આ ભૂમિનો સાક્ષી છે.

સ્વાદ અને કલા: હાફૂસ-કેસર કેરી, ચીકુ અને કાજુની સુગંધ તેમજ આદિવાસી સંસ્કૃતિની વિશ્વપ્રસિદ્ધ ‘વારલી ચિત્રકારી’ વલસાડની આગવી ઓળખ છે.

  • ઔદ્યોગિક હબ: વાપી GIDC (રોજગારીનું પાવરહાઉસ)
  • સ્થાપના: 24 મે 1968 (માજી ઉદ્યોગ મંત્રી જશવંતભાઈ મહેતાના હસ્તે).
  • વિસ્તાર અને એકમો: 1180 હેક્ટરમાં ફેલાયેલી આ એસ્ટેટમાં 2200 જેટલા ઔદ્યોગિક એકમો (મોટાભાગના MSME) કાર્યરત છે.
  • ગ્લોબલ કેમિકલ હબ: અહીં 1100 કેમિકલ ઉદ્યોગો, 48 રિસાઈકલ પેપર મિલ, 100થી વધુ પેકેજિંગ યુનિટ અને 60 ટેક્સટાઈલ પ્રોસેસિંગ યુનિટ આવેલા છે.
  • રોજગારી: વાપી GIDC આશરે 1.5 લાખ લોકોને પ્રત્યક્ષ અને 7 લાખ લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.બુલેટ ટ્રેનની સફર માટે આતુર વલસાડ

વલસાડે ભૂતકાળમાં બળદગાડાની સફર પણ જોઈ છે અને હવે તે દેશના ડ્રીમ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ની સફર માણવા તૈયાર છે.વાપી-સિલવાસા રોડ પર આવેલા ડુંગરા ગામ ખાતે આધુનિક સુવિધાઓ સભર બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે.

ઉમરગામના ઝરોલી પાસે 350 મીટર લાંબી અને 10.25 મીટર ઊંચી એકમાત્ર પર્વતીય ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે.

ગુજરાતમાં કુલ 21 નદી પુલમાંથી 5 પુલ વલસાડ જિલ્લામાં આવેલા છે (દારૂઠા, દમણગંગા, કોલક, પાર અને ઔરંગા નદી). આ તમામ 5 પુલનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે. આગામી વર્ષથી વલસાડવાસીઓ બુલેટ ટ્રેનની સફર માણી શકશે.પ્રવાસનનું અનોખું સ્વર્ગ

વિલ્સન હિલ: ધરમપુરથી 27 કિમી દૂર, સમુદ્ર સપાટીથી 2300 ફૂટ ઊંચાઈએ આવેલું પ્રખ્યાત હિલ સ્ટેશન.

બીચ પ્રેમીઓ માટે: પ્રખ્યાત તિથલ બીચ અને ઉમરગામનો 16 કિમી લાંબો શાંત અને સ્વચ્છ નારગોલ બીચ

શંકરધોધ: વિલ્સન હિલ નજીક વાઘવળ ગામમાં 150 ફૂટની ઊંચાઈએથી વહેતો આકર્ષક ધોધ.ઐતિહાસિક સ્થળો: પાર નદીના કિનારે 152 મીટર ઊંચો પારનેરા ડુંગર અને કિલ્લો. તેમજ કપરાડાનો કોલવેરા ડુંગર અને મોટી કોરવડ (સુલીયા ડુંગર).પ્રકૃતિ, સંસ્કૃતિ અને પ્રગતિના અદભુત સંગમ સમાન વલસાડ જિલ્લાના સ્થાપના દિવસે તમામ વલસાડવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ!

ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી | માહિતી બ્યુરોઃ વલસાડ

error: Content is protected !!