--Advertisement here--

અનશનની આગ – ભાગ 2 : મહાત્મા ગાંધી: એક માણસની ભૂખે કેવી રીતે હચમચાવ્યું બ્રિટિશ સામ્રાજ્ય?

On: July 17, 2026 5:02 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

Auranga Times | Special Research Series – Part 2

“તલવાર અંગ્રેજો પાસે હતી… પરંતુ એક ઉપવાસે આખા સામ્રાજ્યને બેચેન કરી દીધું.”

વિશ્વના ઇતિહાસમાં ઘણા નેતાઓએ યુદ્ધો લડ્યા, પરંતુ મહાત્મા ગાંધીએ એવી લડાઈ લડી જેમાં ગોળી નહોતી, બંદૂક નહોતી, તોપ નહોતી… માત્ર સત્ય, અહિંસા અને ઉપવાસ હતા.

આજે જ્યારે સોનમ વાંગચૂકનું અનશન ચર્ચામાં છે, ત્યારે એ સમજવું જરૂરી છે કે ભારતમાં અનશનને નૈતિક શક્તિમાં ફેરવનાર વ્યક્તિ મહાત્મા ગાંધી હતા. તેમના અનેક ઉપવાસોએ બ્રિટિશ સરકાર પર રાજકીય અને નૈતિક દબાણ ઊભું કર્યું.

ગાંધીજીના સૌથી મહત્વના ઉપવાસ – સમયરેખા

1. અમદાવાદ મિલ મજૂર ઉપવાસ.

  • શરૂઆત: 15 માર્ચ 1918,
  • સ્થળ: અમદાવાદ,
  • કારણ: મિલ મજૂરોના વેતનમાં વધારો.
  • સરકાર બ્રિટિશ શાસન
  • વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડ
  • ઉપવાસ લગભગ 3 દિવસ
  • પરિણામ : મજૂરોને વધારેલું વેતન મળ્યું.,
  • આ ગાંધીજીનો પ્રથમ મોટો જાહેર રાજકીય ઉપવાસ માનવામાં આવે છે.

2. હિંદુ-મુસ્લિમ એકતા માટે 21 દિવસનો મહાન ઉપવાસ

  • શરૂઆત : 17 સપ્ટેમ્બર 1924
  • સ્થળ : દિલ્હી
  • કારણ : દેશમાં વધી રહેલા સાંપ્રદાયિક તણાવ.
  • વાઇસરોય : લોર્ડ રીડિંગ
  • ઉપવાસ : 21 દિવસ
  • પરિણામ : તાત્કાલિક રાજકીય ઉકેલ આવ્યો નહીં, પરંતુ સમગ્ર દેશમાં sampradayik એકતા અંગે ભારે ચર્ચા શરૂ થઈ. આ ઉપવાસે ગાંધીજીની નૈતિક પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવી.

3. પૂના પેક્ટ પહેલાંનું ઐતિહાસિક ઉપવાસ

  • શરૂઆત : 20 સપ્ટેમ્બર 1932
  • સ્થળ : યરવડા જેલ, પુણે
  • કારણ : બ્રિટિશ વડાપ્રધાન રેમઝે મેકડોનાલ્ડના “Communal Award” હેઠળ દલિતો માટે અલગ મતદાર મંડળનો વિરોધ.
  • વાઇસરોય : લોર્ડ વિલીંગ્ડન
  • ઉપવાસ : 6 દિવસ
  • શું થયું? : દેશભરમાં ભારે ચિંતા ફેલાઈ.
  • ડૉ. બી. આર. આંબેડકર અને અન્ય નેતાઓ વચ્ચે ચર્ચાઓ થઈ.

24 સપ્ટેમ્બર 1932ના રોજ પૂના એક્ટ થયો અને ત્યારબાદ 26 સપ્ટેમ્બરે ગાંધીજીએ ઉપવાસ સમાપ્ત કર્યો. આ ઉપવાસે ભારતના સામાજિક અને રાજકીય ઇતિહાસ પર લાંબા ગાળાની અસર કરી.

4. 21 દિવસનો જેલ ઉપવાસ

  • શરૂઆત : 10 ફેબ્રુઆરી 1943
  • સ્થળ : આગા ખાન પેલેસ
  • કારણ : ‘ભારત છોડો’ આંદોલન બાદ બ્રિટિશ સરકાર દ્વારા કોંગ્રેસ પર લગાવવામાં આવેલા આરોપો અને રાજકીય ડેડલોક સામે નૈતિક વિરોધ.
  • વાઇસરોય : લોર્ડ લિન્લિથગો
  • ઉપવાસ : 21 દિવસ
  • પરિણામ : બ્રિટિશ સરકારે તરત માંગ સ્વીકારી નહીં, પરંતુ વિશ્વભરમાં ભારે દબાણ ઊભું થયું અને ગાંધીજીના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત થઈ.

5. છેલ્લો ઉપવાસ

  • શરૂઆત : 13 જાન્યુઆરી 1948
  • સ્થળ :  દિલ્હી
  • કારણ : વિભાગ પછીની સાંપ્રદાયિક હિંસા રોકવી અને શાંતિ સ્થાપિત કરવી.
  • સરકાર : સ્વતંત્ર ભારત
  • વડાપ્રધાન : જવાહરલાલ નેહરુ
  • ઉપવાસ : 5 દિવસ
  • ઉપવાસ કેવી રીતે સમાપ્ત થયો : 18 જાન્યુઆરી 1948ના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનોએ શાંતિ જાળવવાનો લેખિત સંકલ્પ આપ્યો, ત્યારબાદ ગાંધીજીએ રસ (જ્યુસ) પીને ઉપવાસ સમાપ્ત કર્યો.

માત્ર 12 દિવસ પછી, 30 જાન્યુઆરી 1948ના રોજ તેમની હત્યા થઈ.

શું દરેક ઉપવાસ સફળ રહ્યો? ના.

  • ગાંધીજીના કેટલાક ઉપવાસે તરત પરિણામ આપ્યાં.
  • કેટલાકે માત્ર નૈતિક દબાણ ઊભું કર્યું.
  • પરંતુ દરેક ઉપવાસે એક વાત સાબિત કરી—
  • સરકારો પાસે સત્તા હોઈ શકે, પરંતુ નૈતિક શક્તિ લોકોનો વિશ્વાસ જીતે ત્યારે તેનું વજન અલગ જ હોય છે.

Auranga Analysis : ગાંધીજીના ઉપવાસની શક્તિ માત્ર “અન્નનો ત્યાગ” નહોતી. તેમની વિશ્વસનીયતા, જનસમર્થન અને અહિંસક નેતૃત્વને કારણે ઉપવાસ એક નૈતિક દબાણમાં ફેરવાતો.

આજે સોનમ વાંગચૂકના અનશનની ચર્ચા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ જ છે— શું આજના સમયમાં પણ અનશન એટલી જ નૈતિક અને રાજકીય અસર ઊભી કરી શકે?

આનો જવાબ ઇતિહાસ નહીં, પરંતુ આવનારા દિવસો આપશે.

error: Content is protected !!