--Advertisement here--

અનશનની આગ – ભાગ 6, અન્ના હજારે: એક ઉપવાસ, જેણે સમગ્ર દેશને રસ્તા પર ઉતારી દીધો!

On: July 19, 2026 12:57 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

2011નું જન લોકપાલ આંદોલન – જ્યારે ભ્રષ્ટાચાર સામે દેશની જનશક્તિ એક થઈ ગઈ.

ભારતના ઇતિહાસમાં અનેક ઉપવાસોએ સરકારોને ઝુકાવી છે, પરંતુ વર્ષ 2011માં દિલ્હીના જંતર-મંતર અને ત્યારબાદ રામલીલા મેદાન પરથી શરૂ થયેલા અન્ના હજારેના ઉપવાસે એક અનોખું દૃશ્ય સર્જ્યું.

  • આ માત્ર એક વ્યક્તિનું અનશન નહોતું…
  • આ સમગ્ર દેશના ગુસ્સાનો વિસ્ફોટ હતો.
  • હાથમાં તિરંગો… માથા પર “મૈં અન્ના હું” લખેલી સફેદ ટોપી… અને એક જ માંગ—
  • “ભ્રષ્ટાચાર બંધ કરો.”

કોણ છે અન્ના હજારે?

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાળેગણ સિદ્ધિના રહેવાસી કિસન બાબુરાવ હજારે, જેમને સમગ્ર દેશ અન્ના હજારે તરીકે ઓળખે છે.

ભારતીય સેનામાં સેવા આપ્યા બાદ તેમણે પોતાનું સમગ્ર જીવન ગામડાંના વિકાસ, પાણી સંચય, શિક્ષણ અને ભ્રષ્ટાચાર વિરોધી લડત માટે સમર્પિત કર્યું.

2011માં દેશ કેમ ઉકળ્યો?

તે સમયગાળા દરમિયાન દેશમાં એક પછી એક મોટા કૌભાંડો સામે આવ્યા—

  • 2G સ્પેક્ટ્રમ કૌભાંડ
  • કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ
  • આદર્શ હાઉસિંગ કૌભાંડ

દેશના સામાન્ય નાગરિકમાં સરકાર પ્રત્યે ભારે અસંતોષ હતો. આવા સમયે અન્ના હજારે લોકપાલ કાયદાને વધુ મજબૂત બનાવવાની માંગ સાથે ઉપવાસ પર બેઠા.

જંતર-મંતરથી શરૂઆત 5 એપ્રિલ 2011

દિલ્હીના જંતર-મંતર પર અન્ના હજારે અનિશ્ચિત ઉપવાસ પર બેઠા. થોડા જ કલાકોમાં હજારો લોકો તેમની સાથે જોડાયા. સોશિયલ મીડિયા, ટીવી ચેનલો અને યુવાનોના સમર્થનથી આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું.

આ આંદોલનની સૌથી મોટી ઓળખ બની     “મેં અન્ના હું”

દેશના લાખો લોકોએ ગાંધી ટોપી પહેરી. શહેરોમાં રેલીઓ નીકળી. વિદ્યાર્થીઓ, મહિલાઓ, વકીલો, ડૉક્ટરો, વેપારીઓ—બધા રસ્તા પર આવી ગયા. પ્રથમ વખત કેન્દ્ર સરકારને લોકોના ભારે દબાણનો સામનો કરવો પડ્યો. સરકારે અન્ના હજારેની ટીમ સાથે ચર્ચા શરૂ કરી. જન લોકપાલ બિલ માટે સંયુક્ત ડ્રાફ્ટિંગ કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી.

16 ઓગસ્ટ 2011 : અન્ના હજારેને ધરપકડ કરવામાં આવી. આ નિર્ણય સામે દેશભરમાં ભારે વિરોધ થયો. પછી તેમને રામલીલા મેદાનમાં ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં આવી. અહીં લાખો લોકો એકત્ર થયા.

રામલીલા મેદાનમાં અન્ના હજારે સતત 12 દિવસ સુધી ઉપવાસ પર રહ્યા. દરરોજ હજારો લોકો તેમની મુલાકાત લેવા આવતા. સમગ્ર દેશનું ધ્યાન દિલ્હી તરફ હતું.

27 ઓગસ્ટ 2011 : ભારતીય સંસદે લોકપાલ સંબંધિત મુખ્ય સિદ્ધાંતો પર સહમતિ દર્શાવી. તે પછી બીજા દિવસે અન્ના હજારે ઉપવાસ સમાપ્ત કર્યો.

શું આંદોલન સફળ રહ્યું?

આંદોલન પછી દેશની રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળ્યા. ભ્રષ્ટાચાર વિરોધી ચર્ચા રાષ્ટ્રીય મુદ્દો બની. અનેક નવા રાજકીય નેતાઓ ઉભા થયા. બાદમાં લોકપાલ કાયદો પણ પસાર થયો.

પરંતુ આજે પણ ચર્ચા થાય છે— શું આંદોલન તેના તમામ લક્ષ્યો હાંસલ કરી શક્યું?

Auranga Analysis : અન્ના હજારેનું અનશન બતાવે છે કે… જ્યારે એક વ્યક્તિનો અવાજ લાખો લોકોનો અવાજ બની જાય, ત્યારે સરકારોને સાંભળવું જ પડે છે. પરંતુ… કાયદો બનવો અને તેનું અસરકારક અમલીકરણ—બંને અલગ બાબતો છે.

Timeline

  • 5 એપ્રિલ 2011 – જંતર-મંતર પર ઉપવાસ શરૂ
  • 9 એપ્રિલ 2011 – સરકાર ચર્ચા માટે તૈયાર
  • 16 ઓગસ્ટ 2011 – ધરપકડ
  • 19 ઓગસ્ટ 2011 – રામલીલા મેદાનમાં ઉપવાસ
  • 28 ઓગસ્ટ 2011 – ઉપવાસ સમાપ્ત

“સત્તા લોકો માટે છે, લોકો સત્તા માટે નથી.” – અન્ના હજારેઆગળના ભાગમાં… ભાગ – 7 સ્વામી નિગમાનંદ: ગંગાને બચાવવા જીવનું બલિદાન “એક સંતનો ઉપવાસ… અને નદી માટે અપાયેલું સર્વોચ્ચ બલિદાન.”

error: Content is protected !!