આખરે સોશિયલ મીડિયા પર લોકો ‘Delulu’, ‘Rizz’, ‘Aura’, ‘No Cap’ જેવા શબ્દો કેમ બોલે છે? શું આ કોઈ ગુપ્ત કોડ છે… કે નવી ભાષા? આજે શરૂ કરીએ Gen Z Dictionary

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એવા શબ્દો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જે સાંભળીને ઘણા લોકોને કંઈ સમજાતું જ નથી.
- કોઈ લખે છે “No Cap…
- કોઈ કહે છે “He’s got Rizz…
- તો કોઈ કોમેન્ટમાં લખે છે “Delulu is the Solulu!” તો કહે છે Vaste Gane Uye…
ઘણા લોકોને લાગે કે આ અંગ્રેજી પણ નથી અને બીજી કોઈ ભાષા પણ નથી. પણ હકીકતમાં આ છે Gen Z ની ઇન્ટરનેટ લેંગ્વેજ. સૌ પ્રથમ જાણીએ કે… Gen Z એટલે કોણ?
સામાન્ય રીતે 1997થી 2012 વચ્ચે જન્મેલા લોકોને Gen Z કહેવાય છે. આ પેઢી બાળપણથી જ ઇન્ટરનેટ, સ્માર્ટફોન, YouTube, Instagram, Snapchat અને TikTok જેવી દુનિયામાં મોટી થઈ છે. તેથી તેમની વાત કરવાની રીત પણ અલગ બની ગઈ. તેઓ લાંબા વાક્યો કરતાં નાના શબ્દો, મીમ્સ અને સ્લેંગ વધુ વાપરે છે.
હવે સમજીએ આજના ત્રણ સૌથી વાયરલ શબ્દો.
1️⃣ No Cap : જો કોઈ કહે… “This is the best phone. No Cap.” એનો અર્થ… “હું સાચું કહી રહ્યો છું… બિલકુલ ખોટું નથી.”
2️⃣ Bet : કોઈ મિત્ર કહે… “સાંજે મળીશું?” જવાબ આવે… “Bet.” એટલે… “ઓકે… પાક્કું… થઈ જશે.”
3️⃣ GOAT : GOAT નો અર્થ બકરી નથી. તેનું સંપૂર્ણ રૂપ છે… Greatest Of All Time.
એટલે પોતાના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ. જેમ કે ક્રિકેટમાં ઘણા લોકો વિરાટ કોહલી અથવા સચિન તેંડુલકરને GOAT કહે છે. (આ મત વ્યક્તિગત હોઈ શકે.)
દિલ્હીના પ્રદર્શનમાં ભાષણો કરતાં વધુ ચર્ચા એક અજાણી ભાષાની થઈ… કોઈ બોલતું હતું… “Vaste Gana Huyee…” કોઈ લખતું હતું… “Delulu…” કોઈ કહે… “Aura +1000” આ પેઢી સોશિયલ મીડિયા, મીમ અને ગેમિંગની દુનિયામાં મોટી થઈ છે. એટલે તેમની પોતાની એક અલગ ભાષા બની ગઈ છે.
આ ભાષામાં શબ્દોનો સીધો અર્થ નથી હોતો. પણ એક મીમ, એક લાગણી કે આખી પરિસ્થિતિનો સંકેત હોય છે. ઉદાહરણ તરીકે…
- Delulu એટલે કોઈ વ્યક્તિ ખૂબ જ કલ્પનાની દુનિયામાં જીવે.
- Aura કોઈ વ્યક્તિની પર્સનાલિટી અથવા પ્રભાવ.
- NPC જે માત્ર બીજાનું અનુસરણ કરે.
- Cooked એટલે હવે સ્થિતિ બગડી ગઈ.
- Cook એટલે કોઈએ કમાલ કરી.
- Rizz કોઈને ઇમ્પ્રેસ કરવાની સ્ટાઇલ.
- GOAT Greatest Of All Time.
- Mid સામાન્ય… કંઈ ખાસ નહીં.
- No Cap સાચી વાત.
- Bet ઓકે… થઈ જશે.
હવે વાત કરીએ… “Vaste Gana Huyee” ની. લોકો રીલ્સમાં તેને અલગ-અલગ રીતે લખે છે, જેમ કે:
- Vaste Gana Huyee
- Vasteganahuyee
- Vaste Gana Hui Hai
- Vaste Gana Huyennn (સ્ટાઇલ માટે ખેંચીને લખેલું) એટલે “Uye” કે “Huiyennn” કોઈ અધિકૃત સ્પેલિંગ નથી. આ મીમનો કોઈ સત્તાવાર શબ્દ પણ નથી; લોકો અવાજ મુજબ અલગ રીતે લખે છે
આ શબ્દસમૂહનો કોઈ અધિકૃત અર્થ નથી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક મીમ સાઉન્ડ અથવા નોનસેન્સ ફ્રેઝ તરીકે વપરાય છે.
ઘણા યુવાનો તેને મજાક, વ્યંગ્ય અથવા કોઈ અજીબ પરિસ્થિતિ બતાવવા માટે બોલે છે. અર્થ કરતાં તેનો વાઇબ વધુ મહત્વનો હોય છે.
દરેક પેઢી પોતાની ભાષા બનાવે છે. એક સમય હતો…
“ઝક્કાસ…” “બિન્દાસ…” “ફાડુ…” આજે… “Delulu…” “Aura…” “Rizz…” અને… “Vaste Gana Huyee…” સમય બદલાય છે… અને ભાષા પણ. પણ એક વાત યાદ રાખજો… કોઈ પણ શબ્દનો ઉપયોગ કરતાં પહેલાં તેનો સાચો સંદર્ભ સમજવો ખૂબ જરૂરી છે.
તો આજે આપણે શીખ્યા…
- ✅ Gen Z કોણ છે?
- ✅ No Cap એટલે શું?
- ✅ Bet એટલે શું?
- ✅ GOAT એટલે શું?
પણ હજુ તો શરૂઆત છે… આગળના ભાગમાં જાણીશું… Rizz, Delulu, Aura, NPC અને Sigma જેવા સૌથી વાયરલ શબ્દોનો સાચો અર્થ. જો તમને પણ આવા કોઈ શબ્દનો અર્થ જાણવો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો.






