--Advertisement here--

ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પાદનની ગુણવત્તા, સ્પર્ધાત્મકતા અને ટકાઉ વિકાસ માટે ‘માનકો’ અનિવાર્ય: ગાંધીધામમાં MSME મીટ યોજાઈ

On: June 8, 2026 9:00 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભારતીય માનક બ્યુરો (BIS) અને ફોકિઆ (FOKIA) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારમાં 60 થી વધુ ઉદ્યોગ સાહસિકોની હાજરી

ઔદ્યોગિક ગુણવત્તા અને બજારમાં સ્પર્ધાત્મકતા વધારવામાં માનકો (Standards) ની ભૂમિકા કેટલી મહત્વની છે, તે વિષય પર ગાંધીધામ ખાતે એક અર્ધ-દિવસીય સેમિનાર અને MSME મીટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના ઉપભોક્તા બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત ‘ભારતીય માનક બ્યુરો’ (BIS – ગાંધીધામ શાખા) અને ‘ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન’ (FOKIA) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

આ સેમિનારમાં પૂર્વ કચ્છની અગ્રણી લાર્જ, મધ્યમ અને MSME કંપનીઓના આશરે 60 જેટલા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ગુણવત્તા અને ટકાઉ વિકાસ પર ભાર:

કાર્યક્રમની શરૂઆતમાં ફોકિઆ વતી સ્વાગત પ્રવચન આપતાં એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને શ્રીજી લિક્વિડ સ્ટોરેજ ટર્મિનલ્સના ડિરેક્ટર શ્રી સંતોષ ગોયલે જણાવ્યું હતું કે, “વિકસતા ઔદ્યોગિક યુગમાં પ્રોડક્ટની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ્સનું મહત્વ સતત વધી રહ્યું છે. ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટે માનકો અપનાવવા ખુબ જરૂરી છે.”

તકનીકી સત્રો અને MSME ને મળતી છૂટછાટો:

સેમિનાર દરમિયાન BIS ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ગાંધીધામ શાખાના હેડ (Scientist-E) શ્રી ઋતુરાજ સિંહ, જોઈન્ટ ડિરેક્ટર શ્રી સુદીપ્ત કુમાર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી વિશાલ ગોદારાએ ઉદ્યોગકારોને મહત્વની માહિતી પૂરી પાડી હતી, જેમાં:

  • માનક ઓનલાઈન પોર્ટલની નવી માર્ગદર્શિકાઓ
  • ​BIS સર્ટિફિકેશન સ્કીમ (ISI માર્ક) અને તેની પ્રક્રિયા
  • ​પ્રમાણન માટેનું ખર્ચ માળખું અને MSME ઉદ્યોગોને મળતી વિશેષ આર્થિક છૂટછાટો

​સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્ટાન્ડર્ડ્સ પ્રમોશનના શ્રી પુનિત નાથવાણીએ કર્યું હતું. સેમિનારમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ (QCOs), નિયમનકારી અનુપાલન અને ડિજિટલ સોલ્યુશન્સ જેવા વિષયો પર પણ ગહન ચર્ચા થઈ હતી.

પ્રશ્નોત્તરી સત્ર અને સરાહના:

કાર્યક્રમના ઉત્તરાર્ધમાં યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ઉદ્યોગ પ્રતિનિધિઓએ પ્રમાણન પ્રક્રિયામાં આવતી વહેવારુ મુશ્કેલીઓ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેનું અધિકારીઓએ સ્થળ પર જ સંતોષકારક નિવારણ કર્યું હતું. ઉપસ્થિત તમામ સભ્યોએ BIS અને ફોકિઆની આ પહેલને બિરદાવી હતી.

​આ સફળ કાર્યક્રમનું સંચાલન અને આયોજન ફોકિઆ ટીમની મહિલા શક્તિ – શિવાની ભગત (સિનિયર એક્ઝિક્યુટિવ), વંદના વૈષ્ણવ (સિનિયર એક્ઝિક્યુટિવ) અને જીનીશા સદાની (જુનિયર એક્ઝિક્યુટિવ) દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!