આપણા પૂર્વજો સેકન્ડના લાખમા ભાગથી લઈને અનંત સંખ્યાઓ ગણી શકતા હતા. જાણો વૈદિક ગણિત અને વિજ્ઞાનનું આ અદ્ભુત વર્ગીકરણ.
તમે અબજ કે 10 અબજ પછી કઈ સંખ્યા આવે એ જાણો છો? આજે આપણે સમય માપવા માટે સેકન્ડ, મિનિટ કે કલાક અને મોટી સંખ્યાઓ માટે મિલિયન, બિલિયન કે ટ્રિલિયન જેવા પશ્ચિમી શબ્દોના ગુલામ બની ગયા છીએ. પરંતુ, પ્રાચીન ભારતીય વિજ્ઞાનમાં સમય અને સંખ્યાનું જે માઇક્રો (સૂક્ષ્મ) અને મેક્રો (સ્થૂળ) લેવલનું વર્ગીકરણ હતું તે જોઈને આજના આધુનિક વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળતા થઈ જાય છે!
આપણા પૂર્વજો અને ઋષિ-મુનિઓ માત્ર જ્યોતિષીઓ નહોતા, પણ ઉચ્ચ કક્ષાના ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો હતા, જેઓ આંખના પલકારાથી પણ નાના સમયને ચોક્કસાઈથી માપી શકતા હતા.

અબજ પછી શું? અનંત સંખ્યાઓની વૈદિક ગણતરી
આપણે સામાન્ય રીતે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, 10 અબજ સુધી જ ભણ્યા કે સાંભળ્યા છીએ. પરંતુ સનાતન ગણિતશાસ્ત્રની સફર તો ત્યાંથી શરૂ થાય છે! તેની આગળની ગણતરી

એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, 10 ખર્વ, નિખર્વ, 10 નિખર્વ, પદ્મ, 10 પદ્મ, મહાપદ્મ દસ મહાપદ્મ, શંકુ, 10 શંકુ શંખ, શંખ, 10 શંખ, મહાશંખ, 10 મહાશંખ, હાહાવામથ્ય, 10 હાહાવામથ્ય, હાહાપરાધ, 10 હાહાપરાધ, ધુન, 10 ધુન, મહાધૂન, અક્ષોહિણી, 10 અક્ષોહિણી, મહાઅક્ષહીણી, 10 મહા અક્ષોહિણી

સમયનો અદ્ભુત માપદંડ: પરમાણુથી વર્ષ સુધીની સફર
આજના વિજ્ઞાનને ‘પરમાણુ’ (Atom) શબ્દ હમણાં મળ્યો, પણ ભારતીય ઋષિઓએ પરમાણુ સ્તરેથી સમયની ગણતરી કરી રાખી હતી. જુઓ આ સૂક્ષ્મથી સ્થૂળનું અદ્ભુત વર્ગીકરણ:
2 પરમાણુ = 1 અણુ
3 અણુ = 1 ત્રસરેણું
3 ત્રસરેણું = 1 ત્રુટી (સેકન્ડનો ખુબ નાનો ભાગ)
100 ત્રુટી = 1 વધ
3 વધ = 1 લવ
3 લવ = 1 નિમેષ (આંખના એક પલકારા જેટલો સમય!)
3 નિમેષ = 1 ક્ષણ
5 ક્ષણ = 1 કાષ્ઠા
15 કાષ્ઠા = 1 લઘુ
15 લઘુ = 1 નાડીકા
2 નાડીકા = 1 પ્રહર
8 પ્રહર = 1 દિવસ અને રાત્રિ (24 કલાક)
આ દિવસ-રાત મળીને પક્ષ (શુક્લ/કૃષ્ણ), પક્ષમાંથી માસ, માસમાંથી ઋતુ, ઋતુમાંથી અયન (ઉત્તરાયણ/દક્ષિણાયન) અને 2 અયન મળીને 1 આખું વર્ષ બનતું હતું.

જ્યારે પશ્ચિમી જગત ગણતરી કરતા પણ નહોતું શીખ્યું, ત્યારે ભારતમાં બ્રહ્માંડના સમય અને અનંત સંખ્યાઓની ગણતરી થઈ ચૂકી હતી. આપણો આ ભવ્ય વારસો દરેક ભારતીય સુધી પહોંચવો જોઈએ.







