
નમસ્કાર વાપીવાસીઓ! ચોમાસું આવી ગયું છે અને દર વર્ષની જેમ આપણી વાપી મહાનગરપાલિકા અને સ્માર્ટ નેતાઓની ‘પ્રી-મોન્સૂન કામગીરી’ ધોવાઈ ગઈ છે! સોશિયલ મીડિયા પર ગરનાળામાં ભરાયેલા પાણીના વિડીયોને હજારો વ્યુઝ મળી રહ્યા છે, પણ અફસોસ… જેમના માટે આ વિડીયો છે એ નેતાઓ અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી!”
વાપીના ઇતિહાસમાં એક ગરનાળું હતું, ત્યારે પણ કમર સુધી પાણી ભરાતું હતું. કોઈ સામાન્ય માણસ હોય તો ભૂલમાંથી શીખે, પણ આપણા ‘મહાજ્ઞાની’ નેતાઓ અને એન્જિનિયરો કંઈક અલગ જ માટીના બનેલા છે! એ ભૂલમાંથી શીખવાને બદલે, પોતાની વાહવાહી લૂંટવા માટે બીજું ગરનાળું બનાવ્યું!
પરિણામ? એ જ કમર સુધીના પાણી!
ત્યાંથી પણ પેટ ન ભરાયું, તો ત્રીજું બનાવ્યું… અને હવે તો હદ થઈ ગઈ, કરોડોના ખર્ચે નવો બલીઠા અંડરપાસ બનાવ્યો અને એના ઉદ્ઘાટનમાં નેતાઓ છાતી ઠોકીને કહેતા હતા કે – ‘અમે તો પૂરા આયોજન સાથે આ નાળું બનાવ્યું છે!’ અરે ભલા માણસ, આને આયોજન કહેવાય કે જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ?
જરા જુઓ આ તસવીરો! અંડરપાસ અને હાઇવે વચ્ચેનો એપ્રોચ રોડ પહેલા જ વરસાદમાં બેસી ગયો! કરોડો રૂપિયા ક્યાં ગયા? નેતાઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં? રસ્તાઓ પર એવા મોટા ગાબડા પડ્યા છે કે જાણે વાપીમાં રસ્તા નથી, પણ ખાડામાં રસ્તો શોધવો પડે છે. નેતાઓ ઉદ્ઘાટનની રિબન કાપવામાં જેટલી સ્પીડ રાખે છે ને, એટલી સ્પીડ જો આ ગરનાળાના પાણીના નિકાલમાં રાખી હોત તો આજે વાપી વેનિસ ન બન્યું હોત!”
એન્જિનિયર સાહેબો, તમે કઈ કોલેજમાંથી ડિગ્રી લીધી છે કે જ્યાં ગ્રેવિટી (ઢાળ)નો નિયમ જ નથી ભણાવવામાં આવતો? ગરનાળું બનાવો એટલે પાણી ભરાવવાનું જ છે, એ ખબર હોવા છતાં દર વખતે એ જ મૂર્ખામી કેમ કરવામાં આવે છે? સોશિયલ મીડિયા પર જનતા વારંવાર ચેતવણી આપે છે, પણ તમે એસી ઓફિસમાં બેસીને કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરવામાં મસ્ત છો! ગરનાળામાં પાણી સુકાતું નથી અને તમારા પાપના ઘડા હવે ભરાઈ ગયા છે!
વાપીની જનતા ટેક્સ ભરે છે સુવિધા માટે, મુશ્કેલીઓ ખરીદવા માટે નહીં! આ પોસ્ટને એટલો શેર કરો કે પેલા ઉદ્ઘાટનબાજ નેતાઓ, કમિશનખોર અધિકારીઓ અને ફેઈલ ગયેલા એન્જિનિયરોના ફોન સુધી પહોંચે અને એમને ખબર પડે કે જનતા હવે બધું સમજે છે. હવે વાહવાહી બંધ કરો અને કાં તો આ ગરનાળા સુધારો, કાં તો ખુરશી ખાલી કરો!
જાગો વાપીવાસીઓ જાગો!






