--Advertisement here--

50 પ્લાસ્ટિક ઝબલાં સામે 1 કાપડની થેલી: વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ નિમિત્તે ભાવનગરમાં અનોખી પહેલ

On: July 4, 2026 8:48 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ભાવનગર: વિશ્વ પ્લાસ્ટિક બેગ દિવસ (World Plastic Bag Free Day) નિમિત્તે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં. 13 સ્થિત આવાસ યોજનામાં પ્લાસ્ટિક મુક્તિ અને સ્વચ્છતા અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમની મુખ્ય આકર્ષણરૂપ પહેલ તરીકે “50 પ્લાસ્ટિકના ઝબલાં સામે 1 કાપડની થેલી” અભિયાન યોજાયું, જેને સ્થાનિક નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. રહેવાસીઓએ પોતાના ઘરમાંથી પ્લાસ્ટિકના ઝબલાં એકત્ર કરીને અભિયાનમાં ભાગ લીધો. પરિણામે 25 હજારથી વધુ પ્લાસ્ટિકના ઝબલાં એકત્રિત થયા, જ્યારે તેના બદલામાં 500થી વધુ પર્યાવરણમિત્ર કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ નાગરિકોને ઘરેલુ કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે ભીનો અને સૂકો કચરો અલગ રાખવાના મહત્વ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણ, માનવ આરોગ્ય તેમજ પશુ-પક્ષીઓને થતા નુકસાન વિશે સરળ ભાષામાં સમજણ આપી હતી.

તેમણે દરેક પરિવારે રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને કાપડની થેલી, સ્ટીલ, કાચ અને અન્ય પુનઃઉપયોગી વિકલ્પો અપનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.

ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પ્રદૂષણ સામેની લડાઈ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જ સ્વચ્છ, હરિત અને પ્લાસ્ટિકમુક્ત ભાવનગરનું સ્વપ્ન સાકાર થઈ શકે છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા જનજાગૃતિ કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે, જે સ્વચ્છ ભારત મિશન, કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

Also read

શ્રીકૃષ્ણ જીવન પાઠ 18 : સફળતા પછી પણ શીખવાનું ક્યારેય બંધ ન કરો

સૌરાષ્ટ્રના પવનમાં કરોડોની કમાણી! જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પવનચક્કીઓનું સામ્રાજ્ય, વિકાસનો પવન કે ગામડાં માટે નવી મુશ્કેલી?

વલસાડમાં મેઘતાંડવ: 12 કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળા-કોલેજો બંધ, 41 રસ્તા બંધ, મકાન ધરાશાયી થતા એકનું મોત

वापी में NCB की पहल: प्रीकर्सर केमिकल्स के दुरुपयोग पर रोक के लिए उद्योग जगत से साझेदारी की अपील

ભારે વરસાદે પારડીના હરિયાવાડમાં સર્જી જળબંબાકાર સ્થિતિ: પ્રિમોનસૂન કામગીરીના દાવા ખુલ્લા પડ્યા, સ્થાનિકોએ જાતે જ કર્યો પાણીના નિકાલનો પ્રયાસ

જામનગરના સમાણા ખાતેનું ભારતીય વાયુસેનાનું રડાર સ્ટેશન: દેશના આકાશ પર ચોવીસે કલાક નજર રાખતું અદૃશ્ય કવચ

error: Content is protected !!