
વાપી: ચણોદ કોલોની સ્થિત KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજે રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. 5 જુલાઈ, 2026ના રોજ નવસારીની સર C.J.N.Z. સ્કૂલ ખાતે યોજાયેલી 6મી ગુજરાત સ્ટેટ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ એન્ડ સિલેક્શન-2026માં કોલેજના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી કુલ 14 મેડલ પોતાના નામે કર્યા હતા.
કોલેજના ખેલાડીઓએ નો-જી (No-Gi) તેમજ જી (Gi) બંને કેટેગરીમાં ઉત્કૃષ્ટ રમત, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરી કોલેજનું નામ રાજ્યભરમાં રોશન કર્યું.
🥇 નો-જી કેટેગરીના વિજેતાઓ
અનુરાગ મિશ્રા (ટી.વાય.બી.કોમ.) – ગોલ્ડ
નીતિન દુબે (ટી.વાય.બી.કોમ.) – ગોલ્ડ
પ્રિયાંશુ સિંઘ (એસ.વાય.બી.કોમ.) – સિલ્વર
યશ પાટીલ (ટી.વાય.બી.કોમ.) – બ્રોન્ઝ
નીરવ યાદવ (એસ.વાય.બી.કોમ.) – બ્રોન્ઝ
તુષાર દુબે (ટી.વાય.બી.કોમ.) – બ્રોન્ઝ
🥇 જી કેટેગરીના વિજેતાઓ
અનુરાગ મિશ્રા – ગોલ્ડ
નીતિન દુબે – ગોલ્ડ
પ્રિયાંશુ સિંઘ – સિલ્વર
નીરવ યાદવ – સિલ્વર
તુષાર દુબે – સિલ્વર
યશ પાટીલ – બ્રોન્ઝ
આદિત્ય સિંઘ – બ્રોન્ઝ
ક્રિશ ચૌમાસા – બ્રોન્ઝ
આ સફળતા પાછળ રમતગમતના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ અને શ્રી રોહિત સિંહનું માર્ગદર્શન અને સતત તાલીમ મહત્વપૂર્ણ રહી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે તમામ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓએ શિસ્ત, સમર્પણ અને મહેનતના બળે રાજ્યસ્તરે કોલેજને ગૌરવ અપાવ્યું છે. તેમણે ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.








