--Advertisement here--

Gen Z Dictionary – Skibidi, Brainrot, Cringe, Mid અને Cooked નો સાચો અર્થ શું?

On: July 28, 2026 7:44 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

“જો કોઈ તમને ‘Bro is Cooked!’, ‘That’s Mid!’, અથવા ‘Skibidi’ કહે… તો ગભરાશો નહીં. આજે જાણીએ આ પાંચ વાયરલ Gen Z શબ્દોનો સાચો અર્થ.”

ગયા બે ભાગમાં આપણે No Cap, GOAT, Rizz, Aura અને Sigma જેવા શબ્દો સમજ્યા. આજે વાત કરીએ વધુ પાંચ વાયરલ Gen Z શબ્દોની.

1️⃣ Skibidi

Skibidi નો કોઈ ચોક્કસ અર્થ નથી. આ શબ્દ Skibidi Toilet નામની વાયરલ YouTube એનિમેશન સિરીઝથી લોકપ્રિય બન્યો. આજે તેનો ઉપયોગ મજાક, મીમ અથવા સંપૂર્ણ અજીબ પરિસ્થિતિ બતાવવા માટે થાય છે.

2️⃣ Brainrot

Brainrot એટલે… કોઈ એક ટ્રેન્ડ, મીમ અથવા કન્ટેન્ટ એટલું વધારે જોવું કે એ સતત મગજમાં જ ચાલતું રહે. જેમ કે… “Instagram Reels gave me Brainrot.”

3️⃣ Cringe

Cringe એટલે… કોઈ એવી હરકત કે વાત… જે જોઈને શરમ, અજીબ લાગણી અથવા સેકન્ડહેન્ડ એમ્બેરેસમેન્ટ થાય.

4️⃣ Mid… જો કોઈ કહે… “This movie is Mid.” એટલે… ઠીક છે… પણ કંઈ ખાસ નથી.

5️⃣ Cooked… જો કોઈ કહે… “Bro is Cooked.” એટલે… હવે એની સ્થિતિ ખરાબ છે… મુશ્કેલીમાં છે… અથવા હવે બચવું મુશ્કેલ છે. પરંતુ… જો કોઈ કહે… “He Cooked!” તો તેનો અર્થ એકદમ ઉલટો થાય છે. એટલે… તે વ્યક્તિએ કમાલ કરી દીધી.

તો આજે આપણે શીખ્યા…

  • ✅ Skibidi
  • ✅ Brainrot
  • ✅ Cringe
  • ✅ Mid
  • ✅ Cooked

આગળના ભાગમાં જાણીશું… Slay, Ate, Bussin, POV અને FOMO જેવા વધુ વાયરલ Gen Z શબ્દો.

error: Content is protected !!