Bro… Development નું Algorithm કોણ લખે છે?
વાપી | વલસાડ | દમણ | દાદરા નગર હવેલી | Gen-Z Special
જો કોઈ બહારનો માણસ વાપી, વલસાડ, દમણ કે દાદરા નગર હવેલીમાં ફક્ત સરકારના પ્રોજેક્ટોની જાહેરાતો વાંચે તો તેને લાગશે કે અહીં તો Singapore 2.0 બની ગયું હશે.
પણ Bro… Reality Check લેતા જ FPS Drop થઈ જાય છે.
વર્ષોથી લોકો જેની રાહ જોઈ રહ્યા છે એવા ઓવરબ્રિજ, નદી પરના નવા પુલ, છીરી જેવા વિસ્તારોના રસ્તાઓ, શહેરના ગાર્ડન, GIDCમાં પાર્કિંગ અને ટ્રાફિક જેવી Public Priority વસ્તુઓ હજુ પણ “Under Construction”, “Proposal”, “Tender”, “Approval” અને “Soon” જેવા શબ્દોમાં જ અટવાયેલી દેખાય છે.
એટલે Publicનો એક સવાલ તો બને જ છે… Developmentનો GPS આખરે કામ કેવી રીતે કરે છે?
Mission: Public Welfare, Status: Pending…
- Overbridge
- Damanganga Bridge
- Chhiri Roads
- Town Gardens
- GIDC Parking
લાગે છે આ બધું હજુ પણ Loading Screenમાં જ છે.
Mission: VIP Area Upgrade
પણ લોકો વચ્ચે એવી ચર્ચા પણ સાંભળવા મળે છે કે જ્યાં પ્રભાવશાળી વિસ્તારો હોય, જ્યાં રાજનેતાઓ અને તેમના માનીતાઓના આવાસ, વેપાર સ્થળો, ફાર્મ હાઉસ અથવા રાજકીય રીતે વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય. ત્યાં કામની સ્પીડ અલગ જ દેખાય છે. એટલે સોશિયલ મીડિયામાં મીમ્સ પણ શરૂ થઈ ગયા છે…
- Public Area = Buffering…
- VIP Area = Ultra Fast Fiber Internet.
- Gen-Z કહે છે… Bro… અમે Developmentના વિરોધી નથી. પણ Update આવે તો આખા Mapમાં આવવો જોઈએ… ફક્ત Selected Location પર નહીં.
Tax બધા ભરે છે… તો પછી… સુવિધા પણ બધાને સમાન મળવી જોઈએ ને? જો એક વિસ્તાર પાંચ-પાંચ વર્ષ સુધી રસ્તા, ટ્રાફિક અને બ્રિજ માટે રાહ જોતો રહે… અને બીજી તરફ ક્યાંક ઝડપથી કામ પૂરું થતું દેખાય… તો સવાલ તો ઊભા થશે જ. અને લોકશાહીમાં સવાલ પૂછવો એ Hate નથી… એ Public Version 1.0નું સૌથી મોટું Feature છે.
દરેક ચૂંટણી પહેલાં… “Development Coming Soon…” દરેક ચૂંટણી પછી… “Please Wait…” અને Public… હજુ પણ Progress Bar જ જોતી રહે છે.
Bro… Developmentને પણ કદાચ VIP Pass જોઈએ છે!
એક સવાલ… જો વિકાસનો હેતુ આખા સમાજનું ભલું કરવાનો હોય… તો પછી સૌથી વધુ રાહ હંમેશા સામાન્ય માણસને જ કેમ જોવી પડે છે?






