--Advertisement here--

ખનનથી કરોડોનું ઉત્પાદન… ગામના વિકાસ માટે માત્ર ₹9.18 લાખ CER ફંડ! પૂરતું ગણાય?

On: August 4, 2026 8:36 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

5 ઓગસ્ટે યોજાનારી જાહેર લોક સુનાવણી પહેલાં CER ખર્ચ અંગે ઉઠ્યા સવાલો; પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સુવિધાઓ માટે કેટલી થશે અસર?

ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં પ્રસ્તાવિત સોફ્ટ મુરમ, હાર્ડ મુરમ અને બ્લેક ટ્રેપ ખનન ક્લસ્ટરને લઈને આગામી 5 ઓગસ્ટે જાહેર લોક સુનાવણી યોજાવાની છે. લોક સુનાવણી પહેલાં હવે Corporate Environment Responsibility (CER) હેઠળ પ્રસ્તાવિત ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રોજેક્ટના કાર્યકારી સારાંશ મુજબ બંને ખાણો મળીને કુલ ₹9,18,000 CER હેઠળ ખર્ચ કરશે.

દસ્તાવેજ મુજબ આ રકમનો ઉપયોગ ગામમાં પીવાના પાણીની સુવિધા, આરોગ્ય, શિક્ષણ, સામાજિક માળખાકીય સુવિધાઓ તથા અન્ય જાહેર હિતના કાર્યો માટે કરવાનો પ્રસ્તાવ છે.

પરંતુ સ્થાનિક સ્તરે ચર્ચા એ છે કે આટલા મોટા ખનન પ્રોજેક્ટ સામે માત્ર ₹9.18 લાખનો CER ખર્ચ પૂરતો ગણાય?

CER હેઠળ કેટલો ખર્ચ?

  • શ્રી દીપકકુમાર કીકુભાઈ પટેલ – ₹3,20,000
  • શ્રી નંદણીયા હમીરભાઈ એન – ₹5,98,000
  • કુલ CER ખર્ચ : ₹9,18,000

લોક સુનાવણીમાં ઉઠી શકે એવા પ્રશ્નો

  1. CERની કામગીરી કોણ નક્કી કરશે?
  2. ગામના લોકોને પ્રાથમિકતા મળશે?
  3. ખર્ચ કયા કામમાં થશે?
  4. ખર્ચની જાહેર માહિતી આપવામાં આવશે?
  5. કામગીરી ક્યારે પૂર્ણ થશે?
  6. ગ્રામ પંચાયતની ભૂમિકા શું રહેશે?
  7. CERની દેખરેખ કોણ રાખશે?

પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે CERનો મુખ્ય હેતુ પ્રોજેક્ટથી પ્રભાવિત વિસ્તારના લોકોના જીવનમાં સુધારો લાવવાનો છે. તેથી ખર્ચની માત્રા ઉપરાંત તેનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ પણ એટલો જ મહત્વનો છે.

ફણસા ખાતે યોજાનારી જાહેર લોક સુનાવણીમાં પર્યાવરણ ઉપરાંત CER ફંડના ઉપયોગ અને ગામને મળનારા વાસ્તવિક લાભો પણ મુખ્ય ચર્ચાનો વિષય બની શકે છે.


નોંધ: આ અહેવાલ પ્રોજેક્ટના કાર્યકારી સારાંશમાં ઉપલબ્ધ માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં રજૂ કરાયેલા પ્રશ્નો જાહેર ચર્ચા અને લોક સુનાવણીના સંદર્ભમાં છે; તેઓ કોઈ અનિયમિતતાનો દાવો કરતા નથી.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

કંપનીની શાખ વધારવા વીડિયો બનાવ્યો, પણ કેમેરાએ જ ઊભા કર્યા સુરક્ષાના સવાલો!

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

error: Content is protected !!