--Advertisement here--

મધુબનથી દમણ સુધી દમણગંગા: 45.85 કરોડ લિટર પાણીનો ચોંકાવનારો હિસાબ

On: August 23, 2026 8:52 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણગંગા જીવનદાયિની કે ગંદા પાણીની વહન નળી?

વાપી | વિશેષ અહેવાલ

વાપી અને આસપાસના લોકો માટે દમણગંગા માત્ર નદી નથી. મધુબન ડેમથી વહેતી આ નદી પાણી, ખેતી, ઉદ્યોગ અને પર્યાવરણ સાથે જોડાયેલી જીવનરેખા છે. પરંતુ આ જ નદીમાં વાપી, સેલવાસ અને દમણના ઔદ્યોગિક તથા રહેણાક વિસ્તારોમાંથી કેટલું પાણી ભળી રહ્યું છે?

જવાબ કોઈ રાજકીય આરોપમાં નહીં, સત્તાવાર દસ્તાવેજમાં જ છુપાયેલો છે. દમણગંગા અંગેના સત્તાવાર અહેવાલમાં 21 જેટલા drain/discharge locations નોંધાયા છે. જેમાંથી flow ઉપલબ્ધ હોય તેવા પોઇન્ટનો જ કુલ જથ્થો આશરે 458.55 MLD એટલે કે 45.85 કરોડ લિટર પ્રતિ દિવસ થાય છે. અને આ સંપૂર્ણ આંકડો નથી, કારણ કે કેટલાક પોઇન્ટ માટે flow દર્શાવવામાં આવ્યો નથી.

અહેવાલમાં સેલવાસના Rakholi Industrial Estate, Masat, Government Industrial Estate અને Piparia Industrial Estate જેવા વિસ્તારોના drains નોંધાયા છે.

Vapi વિસ્તારમાં Dungra, Borigaon, Nani Sulpad/Khanki Phalia, Nahuli અને Vapi Industrial Areaના drainsનો સમાવેશ થાય છે. 

દમણમાં Shree Ganesh Industrial Estate, Daman Industrial Estate, Kabra Industrial Estate, Kachigam અને Varkhund સહિતના વિસ્તારોમાંથી આવતા drains નોંધાયા છે. અર્થાત્ દમણગંગામાં માત્ર industrial effluent જ નહીં, પરંતુ domestic sewage સહિતનું પાણી પણ ભળી રહ્યું છે.

Vapi માટે ઉપલબ્ધ આંકડા ખાસ ધ્યાન ખેંચે છે.

  • Dungra drain — 6 MLD
  • Borigaon drain — 1 MLD
  • Nani Sulpad/Khanki Phalia — 57 MLD
  • Nahuli નજીકનો drain — 1.12 MLD

માત્ર આ ચાર સ્થળે જ 65.12 MLD એટલે 6.51 કરોડ લિટર પ્રતિ દિવસનો flow નોંધાયો છે. અને તેમાં Vapi Weirના pipe discharge તથા Vapi Industrial Areaના drainનો flow સામેલ નથી, કારણ કે તેમના માટે આંકડો દર્શાવવામાં આવ્યો નથી. તો સવાલ સીધો છે— દમણગંગામાં આજે વાસ્તવમાં કેટલું wastewater પહોંચે છે?

સત્તાવાર અહેવાલની સૌથી ગંભીર નોંધોમાંથી એક છે Vapi CETPનો discharge.

અહેવાલ મુજબ CETP discharge point પછી દમણગંગાનું પાણી “highly coloured” રહે છે અને આ અસર downstreamમાં Arabian Sea સુધી જોવા મળતી હોવાનું નોંધાયું છે. અર્થાત્ પ્રશ્ન માત્ર એક drain પૂરતો નથી. નદીમાં discharge થયા પછી તેની અસર downstream stretch સુધી પહોંચતી હોવાનું દસ્તાવેજમાં જ નોંધાયું છે.

દમણગંગા અને Vapi CETPનો pollution issue નવો નથી. CSIR-NEERIના February 2017ના fish bioassay અભ્યાસમાં Vapi CETPના final treated effluentના નમૂનામાં 50%, 75% અને 100% concentration પર 24 કલાકમાં 100% fish mortality નોંધાઈ હતી.

NEERIએ effluentમાં high colour intensity અને organic તથા inorganic matterને કારણે aquatic life પર toxic અસર અંગે નોંધ કરી હતી. CETPને colour અને recalcitrant pollutants દૂર કરવા upgrade કરવાની તથા અંતે Zero Liquid Discharge (ZLD) તરફ જવાની ભલામણ પણ કરવામાં આવી હતી.

અહીં સ્પષ્ટતા જરૂરી છે— આ 2017નો અભ્યાસ છે. તેને 2026ના તાજા પાણીના ટેસ્ટ તરીકે રજૂ કરી શકાય નહીં. પરંતુ તે બતાવે છે કે દમણગંગા pollutionનો મુદ્દો વર્ષોથી regulatory authorities અને National Green Tribunal સુધી પહોંચેલો છે.

મધુબન ડેમથી વહેતું પાણી Vapi અને આસપાસના industrial તથા urban વિસ્તારમાંથી પસાર થાય છે અને ત્યારબાદ Daman તરફ જાય છે. તેથી માત્ર upstreamનું પાણી સ્વચ્છ દેખાય એટલે આખી દમણગંગાને શુદ્ધ કહી શકાય નહીં.

નદીની ગુણવત્તા માટે BOD, COD, Dissolved Oxygen, heavy metals, colour, toxicity અને fecal contamination સહિતના parametersનું સતત monitoring જરૂરી છે. આ monitoringના સ્થળવાર અને તારીખવાર પરિણામો સામાન્ય નાગરિકને કેટલી પારદર્શિતાથી મળે છે?

અહીં એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે. દમણગંગાનું polluted downstream water અને Vapiનું treated drinking water એક જ વસ્તુ નથી. પીવાનું પાણી કયા intake point પરથી લેવામાં આવે છે, તેનું treatment કેવી રીતે થાય છે અને final drinking water standards મુજબ છે કે નહીં — એ અલગ પ્રશ્ન છે. પરંતુ પીવાના પાણીના સ્ત્રોત સાથે જોડાયેલી નદીમાં industrial અને domestic discharge અંગે ચુસ્ત monitoring જરૂરી છે.

હવે GPCB સામે 7 સીધા સવાલ

  • 1. 21 નોંધાયેલા discharge pointsમાંથી આજે કેટલા ચાલુ છે?
  • 2. 458.55 MLDનો documented flow આજે કેટલો છે?
  • 3. જે discharge pointsનો flow અગાઉ નોંધાયો નહોતો, તેમનો actual flow કેટલો છે?
  • 4. Vapi CETPના final outletનું છેલ્લા 12 મહિનાનું month-wise data જાહેર કેમ નથી?
  • 5. Vapi Weirના upstream અને downstream water-quality reports જાહેર કેમ ન કરવામાં આવે?
  • 6. NEERIની recommendationsમાંથી કેટલી સંપૂર્ણપણે અમલમાં આવી?
  • 7. Vapiથી Daman સુધી દમણગંગાને “pollution-free” અથવા “fit for use” કહેવા માટે સત્તાવાળાઓ પાસે કયા તાજા laboratory reports છે?

ઉદ્યોગો વિકાસ અને રોજગાર માટે જરૂરી છે. પરંતુ ઉદ્યોગોના વિકાસ સાથે નદીનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેવું પણ એટલું જ જરૂરી છે. આ કોઈ એક કંપની સામેનો આરોપ નથી. આ સમગ્ર pollution-control systemની accountabilityનો સવાલ છે.

  • કેટલું પાણી નદીમાં આવે છે?
  • તેમાં શું હોય છે?
  • CETPમાં કેટલું treat થાય છે?
  • અને treatment પછી નદીની સ્થિતિ શું રહે છે?

આ ચાર સવાલોના તારીખવાર, સ્થળવાર અને જાહેર data વગર દમણગંગા ખરેખર કેટલી સ્વચ્છ છે તેનો જવાબ અધૂરો જ રહેશે.

મધુબન ડેમથી દમણના દરિયા સુધી દમણગંગા વહે છે. પરંતુ રસ્તામાં તે માત્ર પાણી લઈને નથી જતી— તે શહેરોનું sewage અને ઔદ્યોગિક વિસ્તારોના dischargeની અસર પણ લઈને આગળ વધે છે. વાપી દમણગંગાને પોતાની જીવાદોરી માને છે. એટલે હવે સવાલ માત્ર એટલો નથી કે દમણગંગા કેટલી પ્રદૂષિત છે?

સવાલ એ છે— “દમણગંગાને બચાવવા માટે જવાબદાર કોણ અને કાર્યવાહી ક્યારે?”

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!