--Advertisement here--

24×7 મોનિટરિંગનો દાવો, છતાં CETP ચેમ્બર ઓવરફ્લો! Vapi Care Pharmaની ઘટના સામે GPCB-VGELની કામગીરી પર સવાલ

On: August 22, 2026 6:04 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

CETP ચેમ્બર ઓવરફ્લો, છતાં મોનિટરિંગ ક્યાં?

વાપી: વાપી GIDC વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષાની વ્યવસ્થા સામે ફરી એક વખત ગંભીર સવાલો ઉભા થયા છે. Vapi Care Pharma Pvt. Ltd.ના પરિસરમાં CETP સાથે જોડાયેલી ચેમ્બર તરીકે દર્શાવવામાં આવેલી રચનામાંથી પાણી ઓવરફ્લો થતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. સ્થળ પરથી મળેલા ફોટોગ્રાફ્સ અને વિડિયોમાં ચેમ્બરની આસપાસ પાણી ભરાયેલું તથા નજીકના વિસ્તારમાં પાણીનો ફેલાવો સ્પષ્ટ જોવા મળે છે.

સવાલ એ છે કે GIDC જેવી અત્યંત સંવેદનશીલ ઔદ્યોગિક વસાહતમાં આવી સ્થિતિ કેટલી વારથી હતી અને મોનિટરિંગ કરતી એજન્સીઓની નજર આ બાબત પર કેમ ન પડી?

Vapi Care Pharmaનું સત્તાવાર સરનામું Plot No. 225/3, Near Morarji Circle, GIDC Phase-2, Vapi છે. કંપની પોતાની સત્તાવાર વેબસાઇટ પર ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ અંગે માહિતી આપે છે.

વાપી GIDCની પર્યાવરણીય વ્યવસ્થામાં VGELની ભૂમિકા મહત્વની છે. VGEL પોતાની વેબસાઇટ પર સ્પષ્ટપણે જણાવે છે કે તેના trained operators દ્વારા સમગ્ર estateનું 24×7 monitoring કરવામાં આવે છે અને વિવિધ unitsના effluent outletsમાંથી samples લેવામાં આવે છે. નિયમોમાં ભંગ કરનારા સતત defaulting units સામે action શરૂ કરવાની વાત પણ VGEL કરે છે. તો પછી અહીં દેખાતી સ્થિતિ સામે સ્વાભાવિક સવાલ ઊભો થાય છે—

  • જો મોનિટરિંગ 24 કલાક ચાલે છે, તો આ ઓવરફ્લો ક્યારે શરૂ થયો?
  • કેટલા સમય સુધી પાણી ચેમ્બરની બહાર વહી રહ્યું હતું?
  • કોઈ અધિકારી કે મોનિટરિંગ ટીમે સ્થળની મુલાકાત લીધી હતી કે નહીં?
  • જો કોઈ ટીમે આ સ્થિતિ જોઈ હતી, તો શું કાર્યવાહી કરવામાં આવી?

આ ઘટનાની જવાબદારી માત્ર સંબંધિત ઉદ્યોગ સુધી મર્યાદિત રાખવી પૂરતી નથી. જો CETP સાથે જોડાયેલી ચેમ્બર ઓવરફ્લો થતી હોય અને તેની જાણકારી સમયસર સંબંધિત તંત્ર સુધી ન પહોંચે, તો સમગ્ર monitoring mechanismની અસરકારકતા સામે સવાલ ઊભો થાય છે.

હાલ સામે આવેલા ફોટોગ્રાફ્સ અને વિડિયોમાં પાણી ભરાવા અને ચેમ્બર ઓવરફ્લોની સ્થિતિ દેખાય છે. જોકે આ પાણીનું ચોક્કસ chemical composition શું છે, તેમાં industrial effluent છે કે વરસાદી પાણી સાથે કોઈ અન્ય પ્રવાહ ભળેલો છે કે નહીં, તે laboratory testing વગર કહી શકાય નહીં.

એટલે હવે જરૂરી છે કે— GPCB સ્થળનું તાત્કાલિક inspection કરે. VGEL દ્વારા સંબંધિત chamber અને connected drainage lineની તપાસ કરવામાં આવે. પાણીના samples લેવામાં આવે અને laboratory analysis કરવામાં આવે. ઓવરફ્લોનું કારણ શોધવામાં આવે. CCTV/monitoring records તથા inspection logs તપાસવામાં આવે. જો નિયમભંગ સાબિત થાય તો જવાબદાર unit સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અને જો monitoringમાં બેદરકારી સાબિત થાય તો સંબંધિત monitoring mechanism સામે પણ જવાબદારી નક્કી કરવામાં આવે.

કારણ કે પર્યાવરણની સુરક્ષા કાગળ પરના consent, monitoring report કે 24×7 monitoringના દાવાથી નહીં, પરંતુ જમીન પર થતી વાસ્તવિક દેખરેખ અને સમયસરની કાર્યવાહીથી સાબિત થાય છે.

હવે સવાલ સીધો છે— “ચેમ્બર ઓવરફ્લો થઈ રહી હતી ત્યારે મોનિટરિંગ સિસ્ટમ ક્યાં હતી?”

અને હવે જોવાનું એ રહેશે કે આ મામલે દંડનીય કાર્યવાહી થશે કે પછી ફરી એક વખત ‘આંખ આડા કાન’ કરીને મામલો દબાવી દેવામાં આવશે?

ઉલ્લેખનીય છે કે,  GPCB અને CPCB સાથે જોડાયેલા અગાઉના Vapi CETP monitoring recordsમાં પણ Vapi industrial clusterના effluent management અંગે ગંભીર મુદ્દાઓ નોંધાયા હતા. NGT સમક્ષ રજૂ થયેલા અહેવાલોમાં untreated/partially treated effluent, CETP performance, industrial unitsની monitoring અને regulatory vigilance અંગે વિવિધ observations અને directions નોંધાયેલા છે.

NGT સંબંધિત દસ્તાવેજોમાં member industriesના wastewater dischargeનું quantity અને quality monitoring, SCADA/PLC system, auto-samplers અને defaulting industries સામે strict vigilance જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!