--Advertisement here--

ભાવનગરના 5R અભિગમને ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત Coffee Table Bookમાં સ્થાન

On: August 23, 2026 7:56 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ભાવનગરની નવીન પહેલને રાજ્યસ્તરે માન્યતા

ભાવનગર: શહેરમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા વિવિધ નવીન પ્રયાસોને ગુજરાત સરકાર દ્વારા વિશેષ માન્યતા મળી છે.

ભાવનગરના 5R Approach — Reduce, Reuse, Recycle, Recover અને Refuse આધારિત પ્રોજેક્ટ્સને ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત Coffee Table Bookમાં સ્થાન આપવામાં આવ્યું છે. પુસ્તકના પેજ નં. 78 અને 79 પર ભાવનગરના આ પ્રયાસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ માન્યતા અંગે ભાવનગરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીએ ગુજરાત સરકાર, CMO ગુજરાત, સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે, આ સન્માન માત્ર વ્યક્તિગત ગૌરવ નથી, પરંતુ ભાવનગરના નાગરિકો, સ્વચ્છતા કર્મચારીઓ અને પર્યાવરણ માટે સતત કાર્યરત તમામ લોકોના સહિયારા પ્રયાસોની ઓળખ છે. આ માન્યતા વધુ ઉત્સાહ સાથે સ્વચ્છ, હરિયાળું અને ટકાઉ ભાવનગર બનાવવા માટે કાર્ય કરવાની પ્રેરણા આપશે.
5R અભિગમ શું કહે છે?
• Reduce — કચરાનું પ્રમાણ ઘટાડવું
• Reuse — વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો
• Recycle — રિસાયકલિંગને પ્રોત્સાહન આપવું
• Recover — ઉપયોગી સંસાધનોને પુનઃપ્રાપ્ત કરવું
• Refuse — અનાવશ્યક વસ્તુઓનો ઇનકાર કરવો
જનભાગીદારી સાથે આ પાંચ સિદ્ધાંતોને જીવનશૈલીનો ભાગ બનાવવાનો પ્રયાસ ભાવનગરમાં આગળ ધપાવવામાં આવી રહ્યો છે.
“સ્વચ્છતા માત્ર અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની જીવનશૈલી બને — એ જ 5R અભિગમનો સંદેશ છે.”

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

ફણસામાં રબર રિસાયક્લિંગ એકમ અંગે સવાલો: CPCBના રેકોર્ડમાં Dashmesh, Jayam Reviveના સરનામામાં પણ પ્લોટ નં. 5નો ઉલ્લેખ

error: Content is protected !!