દમણગંગા માટે corrective action હજુ “under implementation”
વાપી | વિશેષ તપાસ
દમણગંગા ખરેખર કેટલી સ્વચ્છ છે?
આ સવાલ હવે માત્ર પર્યાવરણપ્રેમીઓનો નથી. 2026માં કેન્દ્ર સરકારે આપેલા જવાબમાં દમણગંગાની ગુણવત્તા સુધારવા માટે Gujarat Pollution Control Boardના technical corrective actions હજુ “under implementation” હોવાનું જણાવ્યું છે.
અર્થાત્ સરકારની પોતાની નોંધ મુજબ દમણગંગા પ્રદૂષણનો પ્રશ્ન હજુ સંપૂર્ણપણે ઉકેલાયો નથી.
બીજી તરફ સરકારનું monitoring data નદીની સ્થિતિ અંગે અલગ-અલગ સ્થળે અલગ ચિત્ર રજૂ કરે છે. 2025-26નું Kachigam monitoring: BOD-DO નિયંત્રણમાં
NWQMP હેઠળ દમણગંગા પર 16 monitoring locations હોવાનું સરકાર જણાવે છે. Vapi CETP પાસે OCEMS પણ કાર્યરત છે. CETPના final outlet પછી Kachigam Bridge ખાતે જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી monthly monitoring કરવામાં આવ્યું. આ dataમાં: BOD: 1.0થી 1.6 mg/L, DO: 6.1થી 7.0 mg/L રહ્યું અને Annexureમાં દર્શાવેલી limitsની અંદર રહ્યું.
પરંતુ આ માત્ર એક સ્થળ અને મર્યાદિત parametersનું data છે. માત્ર આ આંકડાના આધારે આખી દમણગંગાને શુદ્ધ કહી શકાય નહીં. કારણ કે સરકારના જ 2024ના અન્ય monitoring dataમાં વધુ ચિંતાજનક આંકડા જોવા મળે છે.
2024ના સરકારી monitoring data મુજબ Namdha ખાતે: DO — 1.9 mg/L minimum, BOD — 1 થી 6 mg/L, Fecal Coliform — 60 થી 900 MPN/100 ml, DO પાણીના aquatic ecosystem માટે મહત્વપૂર્ણ parameter છે. 1.9 mg/L સુધીનું minimum reading આ સ્થળની water-quality અંગે સવાલ ઊભો કરે છે.
Vapi D/S GIDC Weir અહીં: DO — 6.5 mg/L minimum, BOD — 1 થી 2.6 mg/L, Fecal Coliform — 68 થી 7,900 MPN/100 ml, Outdoor bathing માટે દર્શાવેલા 2,500 MPN/100 ml criterionની સરખામણીમાં 7,900નો maximum વધારે છે.
2024ના સરકારી dataમાં સૌથી ધ્યાન ખેંચતો આંકડો Zeri Causewayનો છે: DO — 2.7 mg/L minimum, BOD — 2.2 થી 9.5 mg/L, Fecal Coliform — 9,400થી 5,40,000 MPN/100 ml, Outdoor bathing માટેના 2,500 MPN/100 ml criterionની સરખામણીમાં 5.40 લાખનો આંકડો અત્યંત ઊંચો છે.
આને પીવાના પાણી તરીકે જોવાનો પ્રશ્ન જ નથી, પરંતુ downstream river water quality અને microbial contamination અંગે ગંભીર સવાલ જરૂર ઊભો થાય છે.
2025ના samples પર આધારિત એક અભ્યાસમાં Vapi GIDC Weir downstream અને Daman Zeri Causeway ખાતે પાણીના samples લેવામાં આવ્યા હતા.
Vapiથી Daman તરફ કેટલાક parameters વધ્યા:

Parameter Vapi Daman
Conductivity 180 280 µS/cm
TSS 29.4 32.5 mg/L
TDS 123 166 mg/L
Coliform 54×10⁵ 92×10⁵ MPN/100 ml
Fecal Coliform –24×10⁵ 35×10⁵ – MPN/100 ml
અભ્યાસના નિષ્કર્ષમાં downstream deterioration જોવા મળ્યું અને industrial effluent તથા municipal sewageને મુખ્ય contributors તરીકે દર્શાવવામાં આવ્યા. 2026ના કેન્દ્ર સરકારના જવાબમાં GPCBના technical corrective actions “under implementation” હોવાનું જણાવાયું છે.
સાથે environmental standardsના ઉલ્લંઘન સામે closure directions અને Environmental Damage Compensation જેવી કાર્યવાહીનો પણ ઉલ્લેખ છે.
GPCBના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન:
- 196 Show-Cause Notices
- 36 Notice of Directions
- 36 Directions જારી કરવામાં આવ્યા.
આ આંકડા સમગ્ર GPCB કાર્યવાહી માટે છે; માત્ર દમણગંગા અથવા Vapi CETP માટે નહીં.
2026ના લોકસભા જવાબ મુજબ Damanganga અને Kolak water-quality monitoring માટે DNH&DD PCCની inspections:
2021 — 12 | 2022 — 12 | 2023 — 0 | 2024 — 12 | 2025 — 4, એટલે 2023માં એક પણ inspection નહીં અને 2025માં માત્ર ચાર. આ સવાલનો જવાબ સત્તાવાળાઓએ આપવો જરૂરી છે.
2017ના એક રિપોર્ટમાં fish bioassayમાં Vapi CETPના final treated effluentના samplesમાં 50%, 75% અને 100% concentration પર 24 કલાકમાં 100% fish mortality નોંધાઈ હતી.
આ એજન્સીએ aquatic life પર toxic effect અંગે નોંધ કરી હતી અને CETP upgrade તથા અંતે Zero Liquid Discharge (ZLD) તરફ જવાની ભલામણ કરી હતી.
પરંતુ આ 2017નો અભ્યાસ છે, તેથી તેને 2026ની વર્તમાન સ્થિતિ તરીકે રજૂ કરી શકાય નહીં. હવે મુખ્ય સવાલ એ છે કે 2017 પછી 2026 સુધીમાં કેટલો સુધારો થયો?
દમણગંગા અંગે સરકાર પાસે monitorindata, OCEMS, inspections અને corrective-actionના records છે.
- તો પછી: દરેક monitoring pointનું complete water-quality data જાહેર કેમ ન થાય?
- OCEMSનું transparent public dashboard કેમ ન હોય?
- Industrial discharge પહેલાં અને પછીની water qualityની સરખામણી કેમ ન થાય?
- “Under implementation” corrective actions ક્યારે પૂર્ણ થશે?
દમણગંગા વાપી, સેલવાસ અને દમણ માટે માત્ર નદી નથી. તે પાણી, ખેતી, ઉદ્યોગ અને પર્યાવરણ સાથે જોડાયેલી જીવનરેખા છે. એક monitoring point પર પાણીના આંકડા સારા દેખાય અને બીજા સ્થળે DO તથા Fecal Coliformના આંકડા ચિંતાજનક હોય, તો સમગ્ર નદીની સ્થિતિ સમજવા માટે location-wise અને parameter-wise સંપૂર્ણ data જરૂરી છે.
અંતે સવાલ માત્ર એટલો નથી કે— “દમણગંગા કેટલી પ્રદૂષિત છે?” સવાલ એ છે— 2026માં પણ દમણગંગા માટે corrective action કેમ ચાલુ જ છે?






