--Advertisement here--

વીર કવિ નર્મદની 193મી જન્મજયંતિની ધરમપુરમાં ઉજવણી

On: August 24, 2026 6:01 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર: ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી ખાતે સમાજ સુધારક, કવિ અને ગદ્ય સાહિત્યકાર વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની 193મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વીર નર્મદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

વીર નર્મદનો જન્મ 24 ઓગસ્ટ, 1833ના રોજ સુરત ખાતે થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા અને ગદ્ય લેખન ઉપરાંત સામાજિક સુધારણાના ક્ષેત્રે તેમનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. રૂઢિચુસ્ત સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો અને સામાજિક અસમાનતાઓ સામે તેમણે નિર્ભયતાથી અવાજ ઉઠાવ્યો હતો.

લેખન અને પત્રકારત્વના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી નર્મદે ‘દાંડિયો’ સામયિક દ્વારા મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. ‘પ્રેમનીતિ’, ‘કબીરવડ’, ‘નર્મકોશ’, ‘નડાખ્યાન’, ‘નાગર’ અને ‘સ્ત્રીઓનાં ગીતો’ સહિતની તેમની કૃતિઓ ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર છે. તેમનું અમર કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ ગુજરાતની અસ્મિતા અને ગૌરવનું પ્રતીક બની રહ્યું છે.

આ પ્રસંગે ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંકભાઈ મોદી, લાઇબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર, બાંધકામ સમિતિના ચેરમેન સમીપભાઈ રાંચ, મહેકમ સમિતિના ચેરમેન ભક્તિબેન કાપડિયા, લાઇબ્રેરીના સૌથી જુના વરિષ્ઠ સભ્ય તથા અખબારોના ચર્ચાપત્રી રાયસિંગભાઈ વળવી, સાહિત્યપ્રેમી ફૈઝલભાઈ બકીલી, ભરતભાઈ પાટીલ સહિત લાઇબ્રેરીના સભ્યો, વાચકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાહિત્યપ્રેમી ફૈઝલ બકીલીએ લાઇબ્રેરીમાં નિયમિત વાંચન માટે આવતા 100થી વધુ યુવાનોને વીર નર્મદના જીવન અને તેમના સમાજ સુધારણાના કાર્યો વિશે માહિતી આપી હતી. તેમણે યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યનું પણ નિયમિત વાંચન કરવા અપીલ કરી હતી. આવા વાંચનથી જ્ઞાન સાથે ભાષા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની સમજ વિકસે છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ રીતે ધરમપુરની શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી ખાતે વીર કવિ નર્મદની 193મી જન્મજયંતિની ઉજવણી સાહિત્ય, વાંચન અને સમાજ સુધારણાના તેમના વિચારોને યાદ કરીને કરવામાં આવી હતી.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

ફણસામાં રબર રિસાયક્લિંગ એકમ અંગે સવાલો: CPCBના રેકોર્ડમાં Dashmesh, Jayam Reviveના સરનામામાં પણ પ્લોટ નં. 5નો ઉલ્લેખ

error: Content is protected !!