--Advertisement here--

2009થી 2026: Vapi–Moraiના પ્રદૂષણ ઉકેલની 16 વર્ષની અધૂરી કહાની, હવે ₹660 કરોડનો નવો Deep-Sea Project

On: September 1, 2026 8:35 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
15 MLDની જૂની યોજના, ₹49 કરોડનો અંદાજ, CRZ મંજૂરી છતાં કામ શરૂ ન થયું; હવે Vapi CETPના 70 MLD Deep-Sea disposal માટે ₹660.36 કરોડનું નવું ટેન્ડર
વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં industrial effluentના નિકાલ અને નદીના પ્રદૂષણનો પ્રશ્ન નવો નથી. સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે આ સમસ્યાના ઉકેલ માટે ઓછામાં ઓછા 15થી 16 વર્ષથી અલગ-અલગ યોજનાઓ, સંસ્થાઓ અને સરકારી પ્રક્રિયાઓ ચાલી રહી છે. છતાં 2026માં ફરી એક વખત Vapi CETPથી Deep Sea સુધી treated effluent લઈ જવા માટે ₹660.36 કરોડના અંદાજિત ખર્ચનો નવો પ્રોજેક્ટ tender stage સુધી પહોંચ્યો છે.
આથી સવાલ માત્ર નવા પ્રોજેક્ટનો નથી. સવાલ એ છે કે 2009-10થી અત્યાર સુધી શું થયું અને જે કામો માટે જવાબદારી નક્કી કરવામાં આવી હતી તેનું પરિણામ શું આવ્યું?
CPCBના Vapi Comprehensive Environmental Action Planમાં Vapi industrial clusterની પર્યાવરણીય સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં GIDC વિસ્તાર અને GIDCની બહાર આવેલા industrial unitsની સમસ્યાઓને અલગ રીતે જોવામાં આવી હતી.
GIDCની બહારના unitsના treated effluentના સુરક્ષિત નિકાલ માટે Kolak River pollutionનો મુદ્દો નોંધાયો હતો અને NIOની ભલામણ મુજબ treated effluentને Deep Sea સુધી pipeline દ્વારા લઈ જવાનો ઉકેલ સૂચવાયો હતો. આ કામગીરી માટે Pardi/Morai Industries Associationને implementing agency તરીકે દર્શાવવામાં આવી હતી અને 31 ડિસેમ્બર 2010ની deadlineનો ઉલ્લેખ હતો.
2012ના environmental documentsમાં Wel-Treat Enviro Management Organisation એટલે કે WEMO દ્વારા Morai–Kolak વિસ્તારમાં Combined Treated Effluent Disposal Pipelineનો પ્રસ્તાવ જોવા મળે છે.
આ projectની capacity 15 MLD હતી અને તેનો અંદાજિત ખર્ચ લગભગ ₹49 કરોડ હતો. યોજનામાં member industrial unitsમાંથી treated effluent એકત્ર કરીને Morai ખાતે pumping station સુધી લાવવાનો અને ત્યાંથી onshore તથા offshore pipeline મારફતે Deep Sea સુધી લઈ જવાનો સમાવેશ થતો હતો.
Projectમાં: member industriesમાંથી collection system, Moraiના Survey No.73 વિસ્તારમાં pumping station, લગભગ 7.10 કિમી onshore pipeline, લગભગ 7.15 કિમી offshore pipeline, અને NIO દ્વારા સૂચવાયેલા deep-sea outfall સુધી disposalનો સમાવેશ થતો હતો.
GPCB સંબંધિત જૂના દસ્તાવેજોમાં WEMOને joint-venture company તરીકે દર્શાવવામાં આવી છે અને તેમાં Welspun Industries, Alok Industries, Ruby Macons, Ajit Paper Mills, R.J. Paper Mills, Biodeal Laboratories અને Speciality Paper Mills જેવી industrial companiesના નામ જોવા મળે છે.
WEMOના projectએ માત્ર proposalના તબક્કે અટકી જવું નહોતું. records મુજબ project માટે CRZ clearance પ્રક્રિયા આગળ વધી અને clearance આપવામાં આવ્યું. proposal, technical process અને environmental clearance સુધી પહોંચ્યા બાદ પણ project જમીન પર શરૂ થયો ન હતો.
હાલ ઉપલબ્ધ દસ્તાવેજોમાં project “Not Commenced” હોવાનું સ્પષ્ટ છે, પરંતુ તે કેમ શરૂ ન થયો તેની સંપૂર્ણ જવાબદારી નક્કી કરતો જાહેર દસ્તાવેજ હજુ સામે આવ્યો નથી.
Vapi GIDC માટે CETP infrastructure અલગ હતું. 2018ના CPCB/GPCB recordsમાં Vapi CETPની capacity વધારવા અને effluent disposal માટે marine outfall pipeline અંગે કાર્યવાહીનો ઉલ્લેખ છે.
બીજી તરફ WEMOનો 15 MLD project Morai–Kolak industrial belt અને member industriesના combined effluent disposal સાથે જોડાયેલો હતો.
પરંતુ બંનેમાં એક મૂળ environmental પ્રશ્ન સામાન્ય છે — industrial treated effluentને નદી અને estuaryમાંથી દૂર લઈ જઈ controlled marine disposal સુધી પહોંચાડવાનો પ્રશ્ન.
Morai Industries Associationનું નામ 2010ના official action planમાં implementing agency તરીકે આવ્યું હતું. આજે પણ MIAનું organisational presence જોવા મળે છે.
2010માં Deep-Sea project માટે implementing agency રહેલી MIAએ ત્યારબાદ આ project અંગે શું કાર્યવાહી કરી?
MIA અને WEMO વચ્ચે કોઈ formal agreement, resolution અથવા project-transfer arrangement હતું કે નહીં?
આ સમગ્ર 16 વર્ષની કહાની પછી હવે Vapiમાં ફરી મોટો Deep-Sea infrastructure project સામે આવ્યો છે. GIDCના tenderમાં 70 MLD Offshore & Onshore Effluent Disposal Pipeline માટે અંદાજિત કિંમત ₹660.36 કરોડ રાખવામાં આવી છે.
2026માં આ માટે re-invite tender પણ બહાર પડ્યું હતું અને bid submission 29 ઓગસ્ટ 2026એ પૂર્ણ થઈ હતી. જો 2010ની આસપાસ જ Kolak અને industrial effluent માટે Deep-Sea disposalની જરૂરિયાત સત્તાવાર રીતે ઓળખાઈ ગઈ હતી… જો 15 MLDનો project તૈયાર થયો… જો તેના માટે ₹49 કરોડનો અંદાજ હતો… જો environmental/CRZ clearance સુધી પ્રક્રિયા પહોંચી… અને ત્યારબાદ CAGના auditમાં project “Not Commenced” રહ્યો…
તો 16 વર્ષ પછી Vapiમાં ₹660.36 કરોડનો નવો 70 MLD Deep-Sea project કેમ જરૂરી બન્યો? આ પ્રશ્નોના દસ્તાવેજી જવાબો જ નક્કી કરશે કે આ માત્ર 16 વર્ષનો વહીવટી વિલંબ છે કે તેની પાછળ કોઈ મોટી નાણાકીય અને સંસ્થાકીય કહાની પણ છુપાયેલી છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!