--Advertisement here--

પારડીમાં જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ઉજવણી: ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ સાથે વૃક્ષ રથને લીલીઝંડી

On: September 4, 2026 6:51 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વન વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ, વન્યજીવ સંરક્ષણ અને વૃક્ષારોપણ ક્ષેત્રે કામગીરી કરનાર સંસ્થાઓનું સન્માન

પારડી: પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની સહ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘વૃક્ષ રથ’ને લીલીઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. આ રથના માધ્યમથી વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિવિધ પ્રકારના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવનારા લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન્યજીવ સંરક્ષણ તથા વૃક્ષારોપણના ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા પણ પર્યાવરણ અને વન સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વન મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવાયું હતું કે ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં વૃક્ષારોપણની સાથે સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. ગુજરાતે વનીકરણ, સોલાર ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વિવિધ પહેલો હાથ ધરી છે. આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સુરક્ષિત પર્યાવરણ મળે તે માટે વૃક્ષોનું જતન, વધુમાં વધુ વૃક્ષારોપણ અને સ્વચ્છતા જાળવવી સૌની સામૂહિક જવાબદારી છે.

કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, વન વિભાગના કર્મચારીઓ, લાભાર્થીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!