--Advertisement here--

કચરાની લાગી નોકરી! 😂 30 Eco Bricks આપો અને મેળવો ₹100

On: September 14, 2026 11:10 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઘરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલ હવે કચરો નહીં, પર્યાવરણ બચાવવાની ‘ઇંટ’; મહાનગરપાલિકાનું ‘કચરામાંથી કંચન’ અભિયાન

ઘરમાં ખૂણામાં પડેલી ખાલી પ્લાસ્ટિકની બોટલોને જોઈને હવે તેને કચરો સમજીને ફેંકી દેવાની જરૂર નથી. કારણ કે ભાવનગરમાં આ જ બોટલોને ‘Eco Brick’માં ફેરવીને ₹100નું પ્રોત્સાહન મેળવી શકાય છે. 😄♻️

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ, પુનઃઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટે ‘કચરામાંથી કંચન’ અભિયાન હાથ ધરાયું છે.

અભિયાન હેઠળ નાગરિકોએ 1 લિટરની પ્લાસ્ટિક બોટલમાં કચરામાં જતું પ્રતિબંધિત પ્લાસ્ટિક યોગ્ય રીતે ભરીને તેને મજબૂત રીતે પેક કરવાનું રહેશે. આ રીતે તૈયાર થયેલી Eco Bricksને સંબંધિત વોર્ડ કચેરી ખાતે જમા કરાવી શકાશે.

💰 30 Eco Bricks = ₹100નું પ્રોત્સાહન! અર્થાત્ જે પ્લાસ્ટિકને આપણે અત્યાર સુધી કચરો સમજીને ફેંકી દેતા હતા, તેને હવે યોગ્ય રીતે એકત્ર કરીને Eco Brick બનાવી શકાય છે અને 30 Eco Bricks જમા કરાવનારને ₹100નું પ્રોત્સાહન મળી શકે છે.

અભિયાનનો હેતુ માત્ર પ્રોત્સાહન આપવાનો નથી. જાહેર સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિક ફેંકાતું અટકાવવું, પ્લાસ્ટિકનો યોગ્ય સંગ્રહ અને પુનઃઉપયોગ કરવો તથા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી તેનો મુખ્ય ઉદ્દેશ છે.

એટલે હવે ઘરમાં પડેલી પ્લાસ્ટિકની બોટલને જોઈને સવાલ “આનું શું કરવું?” નહીં…

પણ “આમાંથી Eco Brick કેવી રીતે બનાવવી?” એવો હોવો જોઈએ. 😄🌱

કચરો ઓછો કરો, Eco Brick બનાવો અને સ્વચ્છ-હરિત ભાવનગરના નિર્માણમાં ભાગીદાર બનો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!