શિયાળ બનવું કે સિંહણની વાત માનવી કે પછી હંમેશા મરાવતું રહેવું સિંહ બનીને દોડ્યા કરવું… નિર્ણય તમારો!

એક સિંહ, એક સિંહણ અને એક શિયાળ…
શિયાળ સિંહ અને સિંહણની બખોલ બહાર આવીને બંનેને ગાળો આપવા લાગ્યો. ગાળો સાંભળીને સિંહ લાલપીળો થઈ ગયો. સિંહણ સમજાવતી રહી—“જવા દો… એનો હેતુ જ તમને ગુસ્સે કરવાનો છે.”
પણ સિંહ માન્યો નહીં.

શિયાળ પાછળ સિંહ દોડ્યો. શિયાળ ભાગતો ભાગતો બે ઝાડની વચ્ચેથી છલાંગ મારીને નીકળી ગયો. સિંહે પણ એ જ કરવાનો પ્રયાસ કર્યો… પણ વચ્ચે જ ભરાઈ ગયો!
બસ, શિયાળનો પ્લાન સફળ!
થોડીવાર પછી શિયાળ પાછો ફર્યો અને સિંહને પાછળથી એક ફટકો મારીને ફરી ભાગી ગયો.
મહામહેનતે સિંહ ઝાડમાંથી બહાર આવ્યો અને બખોલમાં પહોંચ્યો.
સિંહણ બોલી— “આવી ગયા… મરાવીને?”
સિંહને આંચકો લાગ્યો.
“તને કેવી રીતે ખબર પડી?”
સિંહણ હળવું સ્મિત કરીને બોલી— “તારા પહેલાં એ મારી સાથે પણ આવું જ કરી ગયો છે!”
હવે આ વાત માત્ર જંગલની વાર્તા નથી.
આપણા આસપાસ પણ આવી જ રમત ચાલતી જોવા મળે છે—ક્યારેક પત્રકારો સાથે, ક્યારેક પોલીસ સાથે અને ક્યારેક રાજકારણીઓ સાથે.

ફરક માત્ર એટલો છે કે…
આ રમતમાં શિયાળનું પાત્ર અવારનવાર બદલાતું રહે છે.
કોઈ ગુસ્સો અપાવે છે, કોઈ ઉશ્કેરે છે, કોઈ દોડાવે છે અને પછી જાળ ક્યાંક બીજે જ ગોઠવાયેલું હોય છે.
સવાલ એ નથી કે શિયાળ કોણ છે.
સવાલ એ છે કે તમે વારંવાર એની પાછળ દોડવાના છો કે એક વખત સિંહણની વાત સાંભળીને રમત સમજવાના છો?
શિયાળ બનવું કે સિંહણની વાત માનવી કે પછી હંમેશા મરાવતું રહેવું સિંહ બનીને દોડ્યા કરવું… નિર્ણય તમારો!
સમજાય તેને વંદન…
બાકી… ના સમજાય તેને પણ વંદન!






