મા શૈલપુત્રીથી મા સિદ્ધિદાત્રી સુધી… નવરાત્રીના નવ નોરતે નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનું આધ્યાત્મિક મહત્વ

નવરાત્રી…
માત્ર નવ રાતોનો ઉત્સવ નથી… આ નવ રાતો છે, આદ્યશક્તિના નવ દિવ્ય સ્વરૂપોની આરાધનાની…
જ્યાં દરેક નોરતું, શક્તિનું એક નવું સ્વરૂપ લઈને આવે છે.
પહેલું નોરતું… મા શૈલપુત્રી.
પર્વતરાજ હિમાલયની પુત્રી… સ્થિરતા, શક્તિ અને અડગ શ્રદ્ધાનું સ્વરૂપ. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીને નમન કરી, આપણે જીવનમાં મજબૂત બનવાનો સંકલ્પ કરીએ છીએ.
બીજું નોરતું… મા બ્રહ્મચારિણી.
તપ, સંયમ અને અડગ ભક્તિનું સ્વરૂપ. માતાની આરાધના આપણને શીખવે છે… કે સાચી શક્તિ ધીરજ અને સંયમમાં છે.
ત્રીજું નોરતું… મા ચંદ્રઘંટા.
મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરનાર માતા… શાંતિ અને શૌર્યનું દિવ્ય સ્વરૂપ. માતાની કૃપાથી મનમાં શાંતિ અને જીવનમાં નિર્ભયતા આવે છે.
ચોથું નોરતું… મા કુષ્માંડા.
સૃષ્ટિમાં પ્રકાશ અને ઊર્જાનું સર્જન કરનાર શક્તિ. અંધકારને દૂર કરી, જીવનમાં નવી આશાનો પ્રકાશ પાથરનાર માતા.
પાંચમુ નોરતું… મા સ્કંદમાતા.
માતૃત્વ, કરુણા અને પ્રેમનું સ્વરૂપ. માતા આપણને યાદ અપાવે છે… કે જ્યાં પ્રેમ છે, ત્યાં જ સાચી શક્તિ છે.
છઠ્ઠું નોરતું… મા કાત્યાયની.
અધર્મ સામે ધર્મની લડતનું પ્રતિક. અન્યાય સામે અવાજ ઉઠાવવાની અને સત્યના માર્ગે અડગ રહેવાની શક્તિ.
સાતમું નોરતું… મા કાલરાત્રિ.
પ્રચંડ શક્તિનું સ્વરૂપ… જે ભય, અંધકાર અને નકારાત્મકતાનો નાશ કરે છે. માતાની આરાધના આપણને શીખવે છે… કે અંધકાર ગમે તેટલો હોય, પ્રકાશનો વિજય નિશ્ચિત છે.
આઠમું નોરતું… મા મહાગૌરી.
પવિત્રતા, શાંતિ અને કરુણાનું સ્વરૂપ. માતાના શાંત સ્વરૂપમાં ભક્તને મળે છે આંતરિક શાંતિનો અનુભવ.
અને નવમું નોરતું… મા સિદ્ધિદાત્રી.
સિદ્ધિ, પૂર્ણતા અને દિવ્ય કૃપાનું સ્વરૂપ. નવરાત્રીની આ નવ દિવસની યાત્રા અહીં પૂર્ણ થાય છે… પરંતુ માતાની કૃપાની યાત્રા ક્યારેય પૂર્ણ થતી નથી.
નવ સ્વરૂપ… નવ શક્તિ… નવ રાત… પરંતુ શક્તિ એક જ… આદ્યશક્તિ.
આ નવરાત્રી… માત્ર ગરબાના તાલે નહીં, પરંતુ ભક્તિના ભાવથી પણ ઉજવીએ.
મનમાં શ્રદ્ધા રાખીએ… જીવનમાં સત્ય રાખીએ… અને દરેક પગલે માતાજીની શક્તિને યાદ કરીએ.
મા જગદંબા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શક્તિ આપે…
જય અંબે મા… જય માતાજી








