--Advertisement here--

VGELના Hazardous Waste TSDFની 100 મીટરની હદમાં ચાર અનધિકૃત બાંધકામો!

On: November 25, 2026 9:53 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

NGTની સંયુક્ત સમિતિના અહેવાલમાં seepage, તૂટેલી boundary wall અને ઓછા Greenbeltની નોંધ; VGEL સહિત સરકારી તંત્રની કાર્યવાહી સામે સવાલ

વાપી: વાપીના Vapi Green Enviro Limited (VGEL)ના Hazardous Waste Treatment, Storage and Disposal Facility (TSDF) અંગે National Green Tribunal (NGT) સમક્ષ રજૂ થયેલા સંયુક્ત સમિતિના સપ્ટેમ્બર 2025ના અહેવાલમાં અનેક ગંભીર બાબતો નોંધવામાં આવી છે.

સમિતિએ 3 જૂન 2025ના રોજ સ્થળ તપાસ દરમિયાન TSDFની 100 મીટરની બફર હદમાં ચાર અનધિકૃત માળખાં નોંધ્યાં હતાં. જેમાં ડુંગરા તરફ આશરે 40 મીટરે એક રહેણાક માળખું અને કરવડ તરફ આશરે 90 મીટરે ત્રણ Commercial-cum-Residential માળખાંનો સમાવેશ થાય છે.

અહેવાલમાં TSDFથી આશરે 50 મીટર દૂર Bill Khadi નાળું હોવાનું પણ નોંધાયું છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન TSDFના કેટલાક સેલની દીવાલમાંથી seepage અને નાળાની તરફની boundary wall તૂટેલી હોવાનું સામે આવ્યું હતું. પરિઘ પર Greenbelt પણ ખૂબ ઓછું હોવાનું સમિતિએ નોંધ્યું હતું.

Groundwaterના નમૂનામાં TDS 2,262 mg/L

સમિતિએ ડુંગરી ફળિયાના પાણીના નમૂનામાં 2,262 mg/L TDS નોંધ્યું હતું. જોકે આ સ્થિતિ માટે TSDFને સીધો જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. સમિતિએ સમુદ્રના ખારા પાણીની ઘૂસણખોરી સહિત સંભવિત કારણોની વધુ તપાસ કરવાની ભલામણ કરી છે.

સમિતિની ભલામણો શું છે?

સમિતિએ TSDFના સેલની દીવાલ મજબૂત કરવા, seepage નિયંત્રિત કરવા, Bill Khadi તરફ concrete boundary wall બનાવવા, યોગ્ય stormwater drain અને groundwater monitoringની વ્યવસ્થા મજબૂત કરવા તથા Greenbelt વધારવાની ભલામણ કરી છે.

આ ઉપરાંત TSDFની 100 મીટરની બફર હદમાં રહેણાક કે હોસ્પિટલ, શાળા અને ધાર્મિક સ્થળ જેવા જાહેર ઉપયોગ માટે વિકાસ મંજૂર ન કરવા વાપી મહાનગરપાલિકા અને સંબંધિત વિકાસ સત્તાને ભલામણ કરવામાં આવી છે.

હવે જવાબદારી કોની?

NGT સમક્ષ રજૂ થયેલા અહેવાલ બાદ સૌથી મોટો સવાલ એ છે કે VGEL, GPCB, GIDC અને વાપી મહાનગરપાલિકાએ શું કાર્યવાહી કરી? બફર ઝોનમાં નોંધાયેલા ચાર માળખાં અંગે પગલાં લેવાયાં છે? તૂટેલી દીવાલનું સમારકામ થયું છે? Seepage નિયંત્રણ અને groundwater monitoring માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

NGTની સમિતિના અહેવાલમાં નોંધાયેલી બાબતોનો અમલ થયો છે કે નહીં તે અંગે સંબંધિત સંસ્થાઓએ જાહેરમાં સ્પષ્ટતા કરવી જરૂરી છે.

આ તપાસનો હેતુ કોઈ સંસ્થા સામે પૂર્વગ્રહ રાખવાનો નહીં, પરંતુ પર્યાવરણ અને જાહેર હિત સાથે જોડાયેલા સવાલોના દસ્તાવેજી જવાબ મેળવવાનો છે.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

error: Content is protected !!