--Advertisement here--

પાણીના જગમાં કાણા, એમ સરકારના પેપર લીકમાં કાણાં 

On: May 24, 2026 1:24 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

NEET પેપર લીક કૌભાંડ મામલે વલસાડમાં યુવા કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર અને શિક્ષણ પ્રધાન સામે આકરા પ્રહાર

વલસાડ ખાતે રવિવારે NEET પેપર લીક કૌભાંડના વિરોધમાં વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર અને અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વૈશાલી ચાર રસ્તા નજીક આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સચિવ તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી મનપ્રીત સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું યુવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું અનોખું પ્રતિકાત્મક પ્રદર્શન. વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ સાદ બોગાના નેતૃત્વમાં કાર્યકરોએ પાણીના જગમાં કાણા પાડી બતાવ્યું કે જેમ પાણી જગમાંથી લીક થાય છે, તેવી જ રીતે દેશની પરીક્ષા વ્યવસ્થામાંથી પેપર લીક થઈ રહ્યું છે. આ પ્રતિકાત્મક વિરોધ દ્વારા તેમણે કેન્દ્ર સરકારની પરીક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલો ઉઠાવ્યા હતા.કોંગ્રેસ આગેવાન અને નાના પોંઢા તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ અને રાષ્ટ્રીય સચિવ તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી મનપ્રીત સિંઘે આક્ષેપ કર્યો હતો કે NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં થયેલું પેપર લીક લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો મોટો વિશ્વાસઘાત છે. દેશના યુવાનો મહેનત કરે છે, પરંતુ સરકારની બેદરકારીના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળે છે.

કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધના નારા અને યુવાનોના આક્રોશથી રાજકીય માહોલ ગરમાયો હતો.

error: Content is protected !!