--Advertisement here--

ધરમપુર ખાતે મેગા જોબફેર-2026માં 439 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

On: June 4, 2026 4:48 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર ખાતે પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (BAPS મંદિર પાસે, નાસિક રોડ) ખાતે રોજગાર અને એપ્રેન્ટિસશીપ આધારિત “મેગા જોબફેર – 2026 નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા જિલ્લા રોજગાર કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

આ જોબફેરમાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ 25 જેટલા પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો.

રોજગારીની આશા સાથે કુલ 696 આશાસ્પદ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ, સ્થળ પર જ 439 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને તેમને રોજગારની સોનેરી તકો પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત વિશિષ્ટ અતિથિ તરીકે ધરમપુરના મામલતદાર હાર્દિક ઢોડિયા, વલસાડના રોજગાર અધિકારી પી. એલ. પટેલ, ધરમપુર આઈ.ટી.આઈ.ના આચાર્ય જે. ટી. પટેલ તથા BAPS આઈ.ટી.આઈ.ના આચાર્ય જીજ્ઞેશભાઈ ઉપસ્થિત રહીને યુવાધનને કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર અંગે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સફળ આયોજન બદલ વલસાડ જિલ્લાના યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જોબફેર સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે એક મજબૂત અને અસરકારક સેતુ બનાવવામાં પૂર્ણપણે સફળ રહ્યો છે.

error: Content is protected !!