વાપી ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણ નિયંત્રણની સાથે 75000 થી વધુ વૃક્ષોના ઉછેર દ્વારા પર્યાવરણીય સંતુલનનો અદ્ભુત સેવાયજ્ઞ: વાંચો વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ અહેવાલ
વાપી: દર વર્ષે 5મી જૂને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો છે. જ્યારે વાપી જેવા એશિયાના સૌથી મોટા કેમિકલ હબ અને અગ્રણી ઔદ્યોગિક વિસ્તારની વાત આવે ત્યારે પર્યાવરણની જાળવણી એક મોટો પડકાર બની જતી હોય છે. પરંતુ વાપીમાં કાર્યરત વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) એ આ પડકારને એક તકમાં બદલીને સાબિત કરી બતાવ્યું છે કે ઉદ્યોગો અને પર્યાવરણ બંને એકસાથે સુમેળભર્યા વાતાવરણમાં વિકાસ કરી શકે છે.
#Advertisement
વાપીના પર્યાવરણને બચાવવા VGEL ની સરાહનીય સફર
વાપી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સ્મોલ, માઈક્રો, મીડિયમ અને લાર્જ સ્કેલના અસંખ્ય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ ઔદ્યોગિક વિકાસની પર્યાવરણ પર નકારાત્મક અસર ન પડે તે હેતુથી ગુજરાત સરકાર અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૧૯૯૭માં VGEL ની સ્થાપના કરવામાં આવી હતી. VGEL નો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી સંસાધનો જેવા કે પાણી, હવા અને જમીનનું સંરક્ષણ કરીને ઔદ્યોગિક પ્રદૂષણને અટકાવવાનો અને તેના પર અસરકારક નિયંત્રણ રાખવાનો છે.

નવીનતમ પર્યાવરણીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી:
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના કડક નિયમો અને માર્ગદર્શિકા હેઠળ VGEL દ્વારા વાપીમાં અત્યાધુનિક સુવિધાઓનું સંચાનન કરવામાં આવે છે:
- 1. CETP – Vapi: કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ઔદ્યોગિક કેમિકલ યુક્ત પાણીના શુદ્ધિકરણની શ્રેષ્ઠ કામગીરી.
- 2. TSDF Landfill Facility: કોમન સોલિડ વેસ્ટ પ્લાન્ટ (CSWP) દ્વારા ઘન કચરાનું વૈજ્ઞાનિક ઢબે સુરક્ષિત વ્યવસ્થાપન.
- 3. Centre of Excellence (CoE): વિશ્વસ્તરીય એનાલિટિકલ લેબોરેટરી જે પર્યાવરણીય માપદંડોની સચોટ ચકાસણી કરે છે.
ઔદ્યોગિક વિસ્તારો બન્યા હરિયાળા: ગ્રીન બેલ્ટનું અદભુત મોડેલ
VGEL એ માત્ર કચરા કે પ્રદૂષણના નિકાલ સુધી પોતાની કામગીરી સીમિત નથી રાખી, પરંતુ વાપીને હરિયાળું બનાવવા માટે “ગ્રીન સોસાયટી ઓફ VIA” ના સહયોગથી વ્યાપક વૃક્ષારોપણ અને પર્યાવરણીય અભિયાનો હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં 75000 થી વધુ વૃક્ષો વાવીને તેમનો ઉછેર કરવામાં આવ્યો છે.
- VGEL ની મુખ્ય સાઇટ્સ પર જોવા મળતી હરિયાળીના આંકડા નીચે મુજબ છે:
- CETP-Vapi: પ્લાન્ટની 60% જમીન પર અદભુત હરિયાળીનું સામ્રાજ્ય જાળવી રાખવામાં આવ્યું છે.
- TSDF-CSWP Vapi: આ સાઇટનો 50% થી વધુ વિસ્તાર ગ્રીન કવર હેઠળ આવરી લેવાયો છે.
- CoE-Vapi: સેન્ટર ઓફ એક્સેલન્સ વિસ્તારમાં આશરે 55% જમીન પર વ્યાપક પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.
પર્યાવરણ જાગૃતિ માટે અન્ય પ્રશંસનીય પગલાં
ઔદ્યોગિક વસાહતોની ખુલ્લી જગ્યાઓમાં ગ્રીન બેલ્ટ વિકસાવવાની સાથે સાથે VGEL દ્વારા અનેક સામાજિક-પર્યાવરણીય કાર્યો પણ કરવામાં આવે છે. જેમાં રસ્તાઓના બ્યુટિફિકેશન (સુશોભન) ની કામગીરી, રસ્તાઓની આસપાસ સ્વચ્છતા અભિયાનો અને સ્થાનિક લોકો તેમજ ઉદ્યોગકારોમાં પર્યાવરણ પ્રત્યે સભાનતા કેળવવા માટે શૈક્ષણિક સેમિનારો અને અવેરનેસ સેશનનું નિયમિત આયોજન કરવામાં આવે છે.
સંકલ્પ અને કટિબદ્ધતા:
આ વિશ્વ પર્યાવરણ દિવસે, VGEL એ પોતાની કટિબદ્ધતા દોહરાવતા જણાવ્યું છે કે, તેઓ વાપી પ્રદેશને વધુ સુરક્ષિત, ગ્રીન અને પ્રકૃતિથી નવપલ્લવિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે જેથી આજની અને આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ વાતાવરણનું નિર્માણ થઈ શકે.







