--Advertisement here--

ધરમપુર રજવાડી કપ સિઝન-3નું ભવ્ય સમાપન: ‘ઓમ સાંઈ 11’ બની ચેમ્પિયન, ‘બાહનાન ટાઈગર્સ’ રનર્સ-અપ

On: June 10, 2026 4:03 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુરના આંગણે રમાયેલી ક્રિકેટની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ‘રજવાડી કપ સિઝન-3’નું તાજેતરમાં ખૂબ જ ભવ્ય અને રોમાંચક માહોલમાં સમાપન થયું છે. સ્થાનિક ક્રિકેટપ્રેમીઓ માટે આ ટુર્નામેન્ટ એક ઉત્સવ સમાન બની રહી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 6 દમદાર ટીમોએ ભાગ લીધો હતો અને એકબીજાને કાંટાની ટક્કર આપીને દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.

ફાઇનલનો રોમાંચક મુકાબલો

ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભારે ઉત્સાહ અને હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે રમાઈ હતી. જેમાં ઓમ સાઈ 11 ટીમે અદભુત પ્રદર્શન કરીને રજવાડી કપ સિઝન-3ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. વિજેતા ટીમના માલિક મનીષભાઈ પઢિયાર અને તેમની ટીમને ટ્રોફી સ્પોન્સર પવન યાદવના હસ્તે ભવ્ય ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જ્યારે નગરપાલિકા સભ્ય ફહાદ બાહનાનની ટીમ બાહનાન ટાઈગર્સ રનર્સ-અપ રહી હતી.

મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

મેચના સમાપન અને ઇનામ વિતરણ સમારોહમાં વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપ યુવા મોરચા વલસાડ જિલ્લા પ્રમુખ પ્રભાકર યાદવ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ ચોરેરા, નગરપાલિકા પ્રમુખ મયંકકુમાર મોદી, શહેર મહામંત્રી અક્ષય ચૌધરી, પાલિકા સભ્ય સમીપ રાંચ, નરેશ પટેલ તેમજ દેવર્ષિ ભરુચાએ હાજરી આપીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આયોજકોની સફળ મહેનત

આ સફળ આયોજન પાછળ પ્રણવભાઈ કોટક, કીર્તિ આહીર, રાહુલ પટેલ અને મનોજ પટેલે જહેમત ઉઠાવી હતી અને અંતમાં તમામ ખેલાડીઓ તથા દર્શકોનો આભાર માન્યો હતો. આ ઉપરાંત ધર્મદ્રસિંહ રાઠોડ, સોહમ દેસાઈ અને તેમની આખી ‘રજવાડી ટીમ’ની રાત-દિવસની વિશેષ મહેનતના કારણે આ કાર્યક્રમ સુચારૂ અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો. આ ટુર્નામેન્ટ સ્થાનિક યુવાનોમાં રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જગાડવામાં ખૂબ સફળ રહી છે.

error: Content is protected !!