--Advertisement here--

સાવધાન! તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે કેમિકલ અને પામોલિન ઓઈલથી બનેલું ‘એનાલોગ’? જાણો મોટો ખુલાસો

On: June 11, 2026 2:35 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ઉમરગામના સરીગામમાં ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી; હોટેલવાળા પનીરના નામે તમને શું ખવડાવી રહ્યા છે?

હાલમાં જ ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં આવેલી સાવરિયા ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને શંકાસ્પદ પનીર અને ઘીના નમૂના લીધા છે. પરંતુ આ રેડ દરમિયાન એક એવી ચોંકાવનારી વિગત સામે આવી છે જે દરેક ગ્રાહકે જાણવી ખૂબ જ જરૂરી છે. અહીંથી ‘એનાલોગ’ (Analogue 1.6.5) નામનો ખાદ્ય પદાર્થ મળી આવ્યો છે, જેને હોટેલ અને ઢાબાવાળા અસલી પનીર તરીકે ગ્રાહકોને પીરસી રહ્યા છે.

​શું છે આ ‘એનાલોગ’? તે પનીરથી કેવી રીતે અલગ છે?

​ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ‘એનાલોગ’ એ સરકારના ધારાધોરણ મુજબ પ્રતિબંધિત નથી. ડેરીઓ તેને પોતાના પ્રોપર લેબલ સાથે કાયદેસર રીતે વેચી શકે છે. પરંતુ અસલી પનીર અને આ એનાલોગ વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે:

  • ​અસલી પનીર: શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવે છે. જેમાં દૂધની તમામ પૌષ્ટિકતા અને નેચરલ મિલ્ક ફેટ હોય છે.
  • ​એનાલોગ (નકલી/વિકલ્પ): આમાં મિલ્ક ફેટ (દૂધની મલાઈ) હોતી નથી. તેને સ્કીમ્ડ મિલ્ક પાવડર, વેજીટેબલ ફેટ (પામોલિન ઓઈલ) અને ઇમલ્સિફાયર (જેમ કે E 471) જેવા સ્ટેબિલાઈઝર્સ મેળવીને ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે.

​હોટેલવાળા કેમ કરે છે આ રમત?

​અસલી પનીર મોંઘું પડે છે, જ્યારે પામોલિન ઓઈલમાંથી બનતું આ એનાલોગ ખૂબ જ સસ્તું (અડધા ભાવે) મળે છે. વધુ નફો કમાવવાની લાલચમાં મોટાભાગના હોટેલ, રેસ્ટોરાં, ઢાબા અને કેટરર્સ વાળા આ એનાલોગ ખરીદે છે. દેખાવમાં તે આબેહૂબ પનીર જેવું જ લાગતું હોવાથી, સામાન્ય ગ્રાહકો છેતરાઈ જાય છે અને તેને પનીર સમજીને જ આરોગે છે.

​ગ્રાહક સુરક્ષા કાયદો શું કહે છે?

​કાયદા મુજબ એનાલોગ વેચવું ગુનો નથી, પણ એનાલોગને ‘અસલી પનીર’ કહીને વેચવું એ ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી છે. જો કોઈ હોટેલ મેનૂમાં ‘પનીર ટીક્કા’ કે ‘પનીર સબ્જી’ લખીને એનાલોગ પીરસે છે, તો તે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ દંડનીય ગુનો બને છે.

​ગ્રાહકોએ જાગૃત થવાની જરૂર છે. બહાર જમતી વખતે હંમેશા ગુણવત્તા બાબતે આગ્રહ રાખો અને શંકા જાય તો ફૂડ વિભાગને ચોક્કસ ફરિયાદ કરો.

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

કંપનીની શાખ વધારવા વીડિયો બનાવ્યો, પણ કેમેરાએ જ ઊભા કર્યા સુરક્ષાના સવાલો!

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

error: Content is protected !!