--Advertisement here--

વલસાડ RTO અપીલ: કંડક્ટર લાયસન્સ માટે RTOના ધક્કા બંધ, હવે ઘરબેઠા મેળવો ‘ફેસલેસ’ સેવાનો લાભ

On: June 19, 2026 6:40 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
sarathi.parivahan.gov.in

વલસાડ જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે, સરકારશ્રી દ્વારા કંડક્ટર લાયસન્સને લગતી તમામ સેવાઓ હવે સંપૂર્ણપણે ‘ફેસલેસ’ (Faceless) એટલે કે આધાર બેઈઝ્ડ (EKYC) ઓનલાઈન શરૂ કરવામાં આવી છે.

નાગરિકોને પોતાના સમય અને શ્રમનો બચાવ કરવા માટે RTO કચેરીએ રૂબરૂ આવવાને બદલે ઓનલાઈન સેવાનો મહત્તમ લાભ લેવા વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા ખાસ વિનંતી કરવામાં આવી છે.

ફેસલેસ (ઓનલાઈન) સેવાના મુખ્ય ફાયદા અને વિગતો:

કચેરીએ જવાની જરૂર નથી: આધાર કાર્ડ ઓથેન્ટિકેશન (EKYC) ની મદદથી તમે લાયસન્સ સંબંધિત તમામ કામગીરી ઘરબેઠા ઓનલાઈન કરી શકો છો.

રૂબરૂ ક્યારે જવું પડે? જો કોઈ અરજદાર આધાર ઓથેન્ટિકેશન વગર (નોન-ફેસલેસ) અરજી કરે, તો જ તેમણે RTO કચેરીએ રૂબરૂ જવું પડશે.

ટેકનિકલ ખામી અંગે મહત્વની સૂચના: હાલમાં લાયસન્સ સંબંધિત કામગીરી સારથી-4′ (Sarathi-4) પોર્ટલ મારફતે કરવામાં આવે છે. પરંતુ, હાલમાં કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે નોન-ફેસલેસ (રૂબરૂ) સેવાઓમાં વિલંબ થઈ રહ્યો છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. આથી, અત્યારે ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (Step-by-Step Process)

ફેસલેસ અરજી કરવા માટે ‘સારથી-4’ પોર્ટલ પરની ઓનલાઈન પ્રક્રિયા સરળતાથી સમજવા માટે નીચે આપેલા QR કોડને સ્કેન કરો.|ઓનલાઈન પોર્ટલ લિંક | QR કોડ ગાઈડલાઈન

Sarathi-4 Official Website | sarathi.parivahan.gov.in

RTO નો સંદેશ: ડિજિટલ સેવાનો લાભ લો, સમય બચાવો અને લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મેળવો!

 

Meroo Gadhvi

Meroo Gadhvi is an independent journalist covering Gujarat with a focus on local affairs, investigative journalism, public accountability, environment, governance and ground reports

Also read

કંપનીની શાખ વધારવા વીડિયો બનાવ્યો, પણ કેમેરાએ જ ઊભા કર્યા સુરક્ષાના સવાલો!

ભાવનગરના પર્યાવરણપ્રેમી ડૉ. તેજસ દોશીનું અનોખું સન્માન, ભારતીય ટપાલ વિભાગે તસવીર સાથેની ‘માય સ્ટેમ્પ’ ટિકિટ બનાવી

કરવડમાં RCC પાઇપ ઉત્પાદનનો વ્યવસાય: બજારની માંગથી લઈને પાણી અને પર્યાવરણીય જવાબદારી સુધી શું જાણવું જરૂરી?

ડુંગરા GIDCમાં ડ્રેનેજના કામમાં લાલિયાવાડીના આક્ષેપો! કરોડોના પ્રોજેક્ટમાં ગુણવત્તા સામે સવાલો

દિવ્ય ભાસ્કર વલસાડ આવૃત્તિનું રજિસ્ટ્રેશન CEASED: સરકારી જાહેરાતો અને પત્રકારોના એક્રેડિટેશન પર શું અસર થશે?

વાપીમાં દશેરા પૂર્વે ફાફડા-જલેબીની ધૂમ, રજવાડીના સ્ટોલ પર મોડી રાત સુધી ભીડ

error: Content is protected !!