--Advertisement here--

GTU પરિણામોમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની 5 વિદ્યાર્થીનીઓ ગુજરાતના ટોપ ટેનમાં

On: June 20, 2026 11:17 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા જાહેર કરાયેલા સમર-2026ના અંતિમ વર્ષ બી. ફાર્મસી (સેમેસ્ટર-8) ના પરિણામોમાં સલવાવ સ્થિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે દર વર્ષની જેમ આ વર્ષે પણ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન મેળવવાની પોતાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. કોલેજની 5 વિદ્યાર્થીનીઓએ રાજ્ય સ્તરે ટોપ ટેનમાં સ્થાન મેળવીને સંસ્થા અને સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

પરિણામની મુખ્ય વિશેષતાઓ:

કુલ ટોપર્સ: કોલેજના 5 વિદ્યાર્થીઓએ જી.ટી.યુ. ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું.

શ્રેષ્ઠ પ્રદર્શન: 58 જેટલા વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ SPI પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે.

CPI અને SPI મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓ:

  1. પટેલ મોલી હેમંતભાઈ 9.56 CPI સમગ્ર ગુજરાતમાં પ્રથમ
  2. રાય ચાંદનીકુમારી મનોજકુમાર 9.50 CPI સમગ્ર ગુજરાતમાં દ્વિતીય
  3. ટંડેલ ધ્રુવી ભરતભાઈ 9.46 CPI સમગ્ર ગુજરાતમાં તૃતીય
  4. પઠાન યાસ્મીન ઈસ્માઈલ 9.64 SPI સમગ્ર ગુજરાતમાં તૃતીય
  5. પાંડે આકાંક્ષા પરમાનંદ 9.40 CPI સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ

 

આ સુવર્ણ સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજીંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી તેમજ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે ખુશી વ્યક્ત કરી હતી.

 

આ સાથે જ કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે અને કોલેજના તમામ શૈક્ષણિક સ્ટાફ મિત્રોએ તેજસ્વી વિદ્યાર્થીનીઓને અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.

error: Content is protected !!