
શારીરિક સ્વાસ્થ્ય, મનની શાંતિ અને એકાગ્રતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 20 જૂન, 2026ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના વિશાળ પરિસરમાં વ્યાયામ શિક્ષકો દ્વારા આ દિવસ નિમિત્તે એક સુંદર અને સુઆયોજિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માત્ર વિદ્યાર્થીઓએ જ નહીં, પરંતુ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને અન્ય સ્ટાફે પણ સક્રિયપણે ભાગ લઈ વિવિધ યોગાસનો કર્યા હતા.

વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં વ્યાયામ અને યોગનું મહત્વ સમજાય તે હેતુથી આખું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મધુર સંગીતની ધૂન સાથે: પદ્માસન, સુખાસન, સવાસન, સૂર્યનમસ્કાર જેવા વિવિધ આસનો કર્યા હતા.

આ આસનોની સાથે વિદ્યાર્થીઓને યોગના અગણિત ફાયદાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમ કે: શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, ઉત્તમ આરોગ્ય, તણાવમુક્તિ, આળસનો ત્યાગ અને એક સ્વસ્થ જીવનશૈલીની આદત.

શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ પવાર તથા શાળાના વ્યાયામ શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને માત્ર યોગ દિવસ પૂરતું જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં નિયમિત યોગાસન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.

આ સુંદર, પ્રેરણાદાયી અને સફળ કાર્યક્રમના આયોજન, યોગ્ય માર્ગદર્શન તેમજ સતત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ગજેરા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી વસંતભાઈ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવારનો શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.







