- શું વલસાડ સાંસદે પોતાનાં સંસદીય વિસ્તાર બહારનો પ્રશ્ન સંસદમાં રજૂ કર્યો?
- સદર પ્રશ્નને જોતાં એવું જણાય આવે છે કે, આ પ્રશ્નનો જવાબ RTI થી પણ મેળવી શકાતે : સુત્ર
Auranga Times | નવી દિલ્હી
વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્ને સંસદીય પ્રાથમિકતાઓ અંગે ચર્ચા જગાવી છે. પ્રશ્નનો વિષય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેપિટલ ગુડ્સ સેક્ટર સાથે સંબંધિત હતો, પરંતુ તેમાં વલસાડ અથવા ડાંગ જિલ્લાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
સાંસદે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે કેપિટલ ગુડ્સ સેક્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાની સ્થિતિ શું છે, ગુજરાતમાં તેનો કેટલો લાભ થયો છે, દક્ષિણ ગુજરાતના ITI સાથે ઉદ્યોગ આધારિત સ્કિલિંગ ટાઈ-અપ થયા છે કે નહીં અને ટેક્નોલોજી તથા રોજગારના શું પરિણામો મળ્યા છે.
તેના જવાબમાં Heavy Industries મંત્રાલયે જણાવ્યું કે યોજનાના પ્રથમ તબક્કા હેઠળ SETU Foundation, બારડોલી (સુરત)ના Common Engineering Facility Centre (CEFC) પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.
સરકારે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ITI સાથે કોઈ ઉદ્યોગ આધારિત સ્કિલિંગ ટાઈ-અપ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, યોજના હેઠળ 74 વિશિષ્ટ ટેક્નોલોજી અને 23 IPR વિકસાવવામાં આવ્યા હોવા છતાં રોજગાર અંગેનો કોઈ ડેટા મંત્રાલય પાસે ઉપલબ્ધ નથી.
રાજકીય વર્તુળોમાં હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે વલસાડ-ડાંગનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં તેમના પોતાના સંસદીય વિસ્તારના ઔદ્યોગિક એકમો, ITI, અથવા કેપિટલ ગુડ્સ સંબંધિત ચોક્કસ મુદ્દાઓનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. બીજી તરફ, મંત્રાલયના જવાબમાં સુરત જિલ્લાના બારડોલી સ્થિત એક પ્રોજેક્ટનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. સદર પ્રશ્નને જોતાં એવું જણાય આવે છે કે, આ પ્રશ્નનો જવાબ RTI થી પણ મેળવી શકાતે.
ઉલ્લેખનીય છે કે, સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલ દ્વારા લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભારે ઉદ્યોગ રાજ્યમંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ જણાવ્યું કે યોજનાના પ્રથમ તબક્કામાં દેશભરમાં 33 પ્રોજેક્ટને રૂ. 583.312 કરોડ અને બીજા તબક્કામાં 29 પ્રોજેક્ટને રૂ. 714.64 કરોડની બજેટ સહાય મંજૂર કરવામાં આવી છે. આ જ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ સુરત જિલ્લાના SETU Foundationના Common Engineering Facility Centre (CEFC) પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.









