--Advertisement here--

નવસારી રેલવે સ્ટેશન પર કર્ણાવતી એક્સપ્રેસને સત્તાવાર સ્ટોપેજ, વલસાડ–બોરીવલી MEMU ટ્રેન સુરત સુધી વિસ્તરશે

On: July 22, 2026 11:18 AM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી સી.આર. પાટીલના પ્રયાસોથી વર્ષોથી પ્રલંબિત રહેલી લોકમાગણીને સાકાર કરતાં કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સત્તાવાર સ્ટોપેજ મળ્યું હોવાનું ભાજપના નરેશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે વલસાડ–બોરીવલી MEMU ટ્રેનની સેવા સુરત સુધી વિસ્તૃત કરવામાં આવી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે અને મુસાફરી વધુ સરળ બનશે.

નરેશ પટેલે આ જનહિતલક્ષી નિર્ણય બદલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, લાંબા સમયથી કરવામાં આવતી લોકમાગણીને આ નિર્ણયથી સંતોષ મળ્યો છે.

આ જાહેરાતથી નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોના મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ માહિતી નરેશ પટેલની સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટના આધારે પ્રકાશિત કરવામાં આવી છે.

error: Content is protected !!