--Advertisement here--

વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા: સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે તીખી રકઝક, યુવકની ‘Gen-Z’ સ્ટાઇલ એન્ટ્રીથી મચ્યો ખળભળાટ

On: July 31, 2026 5:05 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી: વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે સવારે 11:30 કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સત્તાપક્ષ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સભામાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સ્થાયી સમિતિની કાર્યવાહી નોંધોને બહાલી આપવા, સ્થાયી સમિતિના ઠરાવો તેમજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જી.પી.એમ.સી.) એક્ટ હેઠળ સમિતિના નિયમોમાં જરૂરી સુધારાઓ સહિત કુલ વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

જો કે, એજન્ડાની ચર્ચા વચ્ચે શહેરના વિકાસકાર્યો, વરસાદી પાણીના નિકાલ અને નાગરિક સુવિધાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે શાબ્દિક ટકરાવ સર્જાયો હતો.

ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈએ વિપક્ષને સંબોધતા જણાવ્યું હતું કે, “સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે જ કામ થશે… પાંચ વર્ષ સુધી આ લખી રાખજો. તમારી દરેક વાત સાંભળવામાં આવશે, પરંતુ લેખિત પ્રક્રિયાનું પાલન પણ કરવું પડશે.”

 

વાપી મનપાની સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈનો દાવો કર્યો હતો કે, 36 ઇંચ વરસાદ પડ્યો તોય વાપી ટાઉનમાં નહિવત પાણી ભરાયું હતું! કારોબારી ચેરમેને કહ્યું હતું કે અમે એક જ દિવસમાં 3374 અસરગ્રસ્તોને સહાય પૂરી પાડી છે. જે અભૂતપૂર્વ છે. એ માટે મનપાના તમામ કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.

વિપક્ષના નેતા પીરુભાઈ મકરાણીએ વિવિધ વિસ્તારોની સમસ્યાઓ રજૂ કરતાં આક્ષેપ કર્યો હતો કે એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળે છે. જેના જવાબમાં કારોબારી ચેરમેન સતીશ પટેલે જણાવ્યું હતું કે, “એકાદ-બે દિવસ જવા દો, તમામ કામ પૂર્ણ થઈ જશે.”

આ ઉપરાંત ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈએ દાવો કર્યો હતો કે ગત વર્ષે કરવામાં આવેલા આયોજનના કારણે હરિયા પાર્ક અને ડુંગરી ફળિયા વિસ્તારમાં ભારે વરસાદ છતાં પાણી ભરાવાની સમસ્યા નોંધપાત્ર રીતે ટળી હતી. મ્યુનિસિપલ કમિશનર પણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વહીવટી મુદ્દાઓ અંગે માહિતી આપી હતી.

સામાન્ય સભા દરમિયાન અચાનક એક યુવક મોઢા પર પટ્ટી બાંધી અને શરીર પર બેનર પહેરી સભાખંડમાં પ્રવેશ્યો હતો. બેનર પર વિપક્ષના નેતાને કેબિન ફાળવવાની માંગ તેમજ કમિશનરને સંબોધતા સૂત્રો લખાયેલા હતા.

આ ઘટનાથી થોડા સમય માટે સભામાં ભારે ખળભળાટ મચ્યો હતો.  સત્તાપક્ષે આ ઘટનાને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું, જ્યારે વિપક્ષના નેતા પીરુભાઈ મકરાણીએ જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે આ વિરોધ સાથે તેમનો કોઈ સંબંધ નથી.

સભા પૂર્ણ થયા બાદ પણ કમિશનર અને વિપક્ષના નેતા વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી.

વિપક્ષના નેતાએ પડકાર આપતા કહ્યું હતું કે જો આ કૃત્ય વિપક્ષ દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો સમગ્ર વિપક્ષ રાજીનામું આપવા તૈયાર છે. જોકે ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ અને કારોબારી ચેરમેન સતીશ પટેલે રાજીનામાની જરૂર ન હોવાનું કહી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

વાપી મહાનગરપાલિકાની આ સામાન્ય સભા વિકાસના મુદ્દાઓ કરતાં વધુ રાજકીય ટકરાવ અને યુવકના અનોખા વિરોધને કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી.

Also read

પૂરગ્રસ્તોના આંસુ લૂછવા વિશ્વ હિંદુ પરિષદ મેદાને, ઉમરગામના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ

સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર એસ. રાય ની 23મી પુણ્યતિથીએ 1517 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

Gen Z Dictionary :- Sus, Ghosting, Flex, Lowkey અને Simp નો સાચો અર્થ શું?

ઉમરગામના મોહનગામથી કલેક્ટર કચેરી સુધી પૂરની સ્થિતિની સમીક્ષા: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સહાયની ખાતરી આપી, વલસાડ માટે ‘રેડ એલર્ટ’ વચ્ચે સરકારના મોટા નિર્ણયો

સ્વ. મંજુ દાયમાની સ્મૃતિને રક્તદાનથી શ્રેષ્ઠ અંજલિ: વાપીમાં યોજાયેલી વિશાળ શિબિરમાં 505 યુનિટ રક્ત એકત્ર

GUIDE સંસ્થામાં પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી, પર્યાવરણ જાગૃતિ વેબિનાર યોજાયો, 50 પુનઃઉપયોગી કાપડની થેલીઓનું વિતરણ

error: Content is protected !!