--Advertisement here--

દક્ષિણ ગુજરાતે ચોમાસાનો કબજો જમાવ્યો! વલસાડ-નવસારીમાં વરસાદનો ધમાકો, દમણ-સેલવાસમાં પણ ધોધમાર વરસાદ

On: August 1, 2026 12:48 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દમણમાં સિઝનનો વરસાદ 90 ઇંચને પાર જ્યારે સેલવાસે 100 ઇંચનો આંકડો વટાવ્યો

Auranga Times :- ગુજરાતમાં ચોમાસાએ હવે દક્ષિણ ગુજરાતને પોતાની મજબૂત પકડમાં લઈ લીધું છે. રાજ્યના વરસાદના તાજા આંકડાઓ અનુસાર દક્ષિણ ગુજરાત રાજ્યનો સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર બની ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ વરસાદના 64.76 ટકા વરસાદની સામે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વરસાદના 91.35 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી (સેલવાસ)માં વરસાદનો જોર હજુ પણ યથાવત છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે દમણગંગા નદીના જળસ્તર પર સ્થાનિક તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું ચિત્ર એકદમ અલગ જોવા મળ્યું.

  • 🌧️ ધરમપુર – 280 મિ.મી. (11 ઇંચ)
  • 🌧️ વલસાડ – 173 મિ.મી. (6.8 ઇંચ)
  • 🌧️ કપરાડા – 160 મિ.મી. (6.3 ઇંચ)
  • 🌧️ પારડી – 135 મિ.મી. (5.3 ઇંચ)
  • 🌧️ નાનાપોંઢા – 132 મિ.મી. (5.2 ઇંચ)
  • 🌧️ વાપી – 46 મિ.મી. (1.8 ઇંચ)
  • 🌧️ ઉમરગામ – 19 મિ.મી. (0.75 ઇંચ)

એક જ જિલ્લામાં 11 ઇંચથી લઈને માત્ર પોણા એક ઇંચ સુધીનો વરસાદ નોંધાતા વરસાદના વિતરણમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લામાં આ સિઝનમાં અત્યાર સુધી કુલ 2434.29 મિ.મી. (96 ઇંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે જિલ્લો પોતાના સરેરાશ વરસાદના 102.25 ટકા સુધી પહોંચી ગયો છે.

વલસાડ જિલ્લાના તાલુકાવાર સીઝનનો કુલ વરસાદ (01 ઓગસ્ટ 2026 સુધી)

  • કપરાડા – 3151 મિ.મી. (124.1 ઇંચ)
  • ઉમરગામ – 2594 મિ.મી. (102.1 ઇંચ)
  • નાનાપોંઢા – 2493 મિ.મી. (98.1 ઇંચ)
  • પારડી – 2372 મિ.મી. (93.4 ઇંચ)
  • વલસાડ – 2302 મિ.મી. (90.6 ઇંચ)
  • ધરમપુર – 2148 મિ.મી. (84.6 ઇંચ)
  • વાપી – 1980 મિ.મી. (78.0 ઇંચ)

ઉલ્લેખનીય છે કે, કપરાડા સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ભીનો તાલુકો બન્યો છે, જ્યાં સિઝન દરમિયાન 3151 મિ.મી. (124 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો છે.

ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 19 મિ.મી. વરસાદ નોંધાયો હોવા છતાં સિઝનનો કુલ વરસાદ 2594 મિ.મી. (102 ઇંચ) સુધી પહોંચી ગયો છે.

નાનાપોંઢા પણ 2493 મિ.મી. (98 ઇંચ) સાથે 100 ઇંચની નજીક પહોંચી ગયો છે.

પારડી અને વલસાડ તાલુકામાં અનુક્રમે 93 ઇંચ અને 90 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વાપી જિલ્લાનો સૌથી ઓછો સિઝનલ વરસાદ ધરાવતો તાલુકો છે, છતાં અહીં પણ 1980 મિ.મી. (78 ઇંચ) વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ધરમપુરમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 280 મિ.મી. (11 ઇંચ) વરસાદ નોંધાયો, જ્યારે સિઝનલ કુલ વરસાદ 2148 મિ.મી. (84.6 ઇંચ) સુધી પહોંચ્યો છે.

નવસારીમાં પણ વરસાદનો જોર

  • વાંસદા – 413 મિ.મી. (16.3 ઇંચ)
  • નવસારી – 221 મિ.મી. (8.7 ઇંચ)
  • ખેરગામ – 220 મિ.મી. (8.6 ઇંચ)
  • જલાલપોર – 177 મિ.મી. (7 ઇંચ)
  • ગણદેવી – 148 મિ.મી. (5.8 ઇંચ)
  • ચીખલી – 134 મિ.મી. (5.3 ઇંચ)

નવસારી જિલ્લામાં અત્યાર સુધી 2099.83 મિ.મી. (82.7 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે સરેરાશના 110.49 ટકા જેટલો છે.

દમણમાં સ્થિતિ કેવી?

દમણમાં છેલ્લા 24 કલાકમાં 79.40 મિ.મી. (3.1 ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ ચોમાસામાં કુલ 2289 મિ.મી. (90 ઇંચ) વરસાદ વરસી ચૂક્યો છે.

સેલવાસ (દાદરા નગર હવેલી)માં પણ મેઘમહેર

છેલ્લા 24 કલાકમાં 68.60 મિ.મી. (2.7 ઇંચ) વરસાદ નોંધાયો છે. સીઝનનો કુલ વરસાદ 2572.40 મિ.મી. (101 ઇંચ) સુધી પહોંચી ગયો છે.

આખા ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં?

  • આંબિકા (સુરત) – 611 મિ.મી. (24 ઇંચ)
  • ડોલવણ (તાપી) – 425 મિ.મી.
  • વાંસદા (નવસારી) – 413 મિ.મી.
  • ઉમરપાડા (સુરત) – 373 મિ.મી.
  • નેત્રંગ (ભરૂચ) – 331 મિ.મી.

✅ દક્ષિણ ગુજરાત રાજ્યનું સૌથી વધુ વરસાદ ધરાવતો ઝોન

✅ વલસાડ જિલ્લો 102% વરસાદ પાર

✅ નવસારી જિલ્લો 110% વરસાદ સાથે આગળ

✅ દમણમાં 90 ઇંચથી વધુ સિઝનલ વરસાદ

✅ સેલવાસમાં 100 ઇંચથી વધુ સિઝનલ વરસાદ

Also read

Gen Z Dictionary – W, L, GOATED, Ratio અને Touch Grass નો સાચો અર્થ શું?

પૂરગ્રસ્તોના આંસુ લૂછવા વિશ્વ હિંદુ પરિષદ મેદાને, ઉમરગામના વિવિધ વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ

સરીગામમાં યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત સ્વ. કમલાશંકર એસ. રાય ની 23મી પુણ્યતિથીએ 1517 યુનિટ રક્ત એકત્ર કરી મહારક્તદાન શિબિરના સૂત્રને સાર્થક કર્યું 

વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા: સત્તાપક્ષ-વિપક્ષ વચ્ચે તીખી રકઝક, યુવકની ‘Gen-Z’ સ્ટાઇલ એન્ટ્રીથી મચ્યો ખળભળાટ

Gen Z Dictionary :- Sus, Ghosting, Flex, Lowkey અને Simp નો સાચો અર્થ શું?

ઉમરગામના મોહનગામથી કલેક્ટર કચેરી સુધી પૂરની સ્થિતિની સમીક્ષા: કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને સહાયની ખાતરી આપી, વલસાડ માટે ‘રેડ એલર્ટ’ વચ્ચે સરકારના મોટા નિર્ણયો

error: Content is protected !!