--Advertisement here--

પ્રભાત સ્કોલર્સ એકેડેમીની ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનો શાનદાર દેખાવ

On: August 6, 2026 9:48 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ, ક્વિઝ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું

“જે કરે પરિશ્રમ અપાર, તે પામે સફળતા અપાર” આ ઉક્તિને સાર્થક કરતા વાપીની શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ એકેડેમી દ્વારા તા. 4 ઓગસ્ટ, 2026ના રોજ આયોજિત ઇન્ટર સ્કૂલ વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમાં શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસથી શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વિજેતાઓની વિગતો:

  • ગ્રુપ-1 (વકૃત્વ સ્પર્ધા): કુમારી સીયા પટેલ (ધોરણ-4) – પ્રથમ ક્રમ
  • ગ્રુપ-2 (વકૃત્વ સ્પર્ધા): કુમારી આન્યા રાય (ધોરણ-7) – દ્વિતીય ક્રમ
  • ગ્રુપ-3 (ક્વિઝ સ્પર્ધા): માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ (ધોરણ-10) અને માસ્ટર રિશી મિશ્રા (ધોરણ-11) – તૃતીય ક્રમ

સ્પર્ધામાં વિજેતા બનેલા તમામ વિદ્યાર્થીઓને કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ.કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા, શાળાના આચાર્ય શ્રીમતી બિન્ની પોલ તેમજ સમગ્ર શિક્ષકવૃંદે અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Also read

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પ્રદીપભાઈ પટેલની સભ્ય તરીકે નિમણૂક

ભારે વરસાદથી પ્રભાવિત કચ્છી ભાનુશાળી પરિવારોની સહાય માટે સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી વાલરામ પાંજરાપોળના હોદ્દેદારોની સેલવાસ મિત્ર મંડળની શુભેચ્છક મુલાકાત

કિલ્લાપારડીમાં બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો પ્રારંભ

ખાદ્યમાં ભેળસેળ સામે સરકાર કડક… તો શરીર પર ચઢતા ઝેર સામે ક્યારે?

સરીગામ GIDCના 20 પ્લોટ કેસે રાજકીય ગરમાવો વધાર્યો: શક્તિસિંહ ગોહિલે ED, CBI અને ઈન્કમ ટેક્સ તપાસની કરી માંગ

શ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા પ્રેરણા ઉત્સવ અને વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો

error: Content is protected !!