--Advertisement here--

વાપી CETPથી ઉમરગામના દરિયામાં 70 MLD એફ્લ્યુએન્ટ… શું છે ₹660.36 કરોડનો ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ?

On: August 7, 2026 9:02 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

10 ઓગસ્ટે ટેન્ડરનો અગત્યનો તબક્કો પૂર્ણ થશે; વાપીથી ફણસા સુધી પાઇપલાઇન અને ત્યારબાદ દરિયાના ઊંડા ભાગ સુધી ડિસ્ચાર્જનો પ્રસ્તાવ

વાપી | ઔરંગા ટાઇમ્સ વિશેષ અહેવાલ, Operation Deep Sea – Special Investigation

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલો વાપી CETP ડીપ-સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટ હવે ફરી એકવાર કેન્દ્રમાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા આ પ્રોજેક્ટ માટે રી-ઇન્વાઇટ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને તેની બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ, 2026 સાંજે 5:00 વાગ્યા સુધી રાખવામાં આવી છે.

અંદાજે ₹660.36 કરોડના ખર્ચે અમલમાં મૂકાનાર આ EPC (Engineering, Procurement & Construction) પ્રોજેક્ટનો હેતુ વાપી CETPમાંથી ટ્રીટમેન્ટ બાદ નીકળતા અંદાજે 70 MLD (70 મિલિયન લિટર પ્રતિદિન) એફ્લ્યુએન્ટને નિયોજિત પાઇપલાઇન મારફતે અરબી સમુદ્રના ઊંડા વિસ્તારમાં પહોંચાડવાનો છે.

વાપી GIDCમાં આવેલી Common Effluent Treatment Plant (CETP) વિવિધ ઉદ્યોગોમાંથી આવતાં ઔદ્યોગિક ગંદા પાણીને એકત્ર કરીને તેની સારવાર (Treatment) કરે છે.

પ્રસ્તાવિત યોજનામાં CETPમાંથી નીકળતું ટ્રીટમેન્ટ થયેલું એફ્લ્યુએન્ટ બંધ પાઇપલાઇન દ્વારા ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા તરફ લઈ જવાનું અને ત્યારબાદ દરિયાના ઊંડા ભાગમાં (Deep Sea Outfall) છોડવાનું આયોજન છે.

ઉપલબ્ધ રૂટ મેપ મુજબ પાઇપલાઇનનો પ્રસ્તાવિત માર્ગ નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે:

  • વાપી CETP
  • દમણગંગા નદી ક્રોસિંગ
  • એકલહારે
  • પુનાટ 
  • જંબુરી 
  • ધુલિયાન
  • કલગામ
  • કાલઇ 
  • ફણસા 
  • લેન્ડફોલ પોઇન્ટ
  • ત્યારબાદ અરબી સમુદ્રમાં ઓફશોર પાઇપલાઇન

રૂટ દરમિયાન અનેક સ્થળોએ નદી, રસ્તા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રોસિંગ પણ દર્શાવવામાં આવ્યા છે.

ટેન્ડર દસ્તાવેજ મુજબ પ્રોજેક્ટની ક્ષમતા 70 MLD છે. અર્થાત દરરોજ અંદાજે 7 કરોડ લિટર ટ્રીટમેન્ટ થયેલું એફ્લ્યુએન્ટ પાઇપલાઇન દ્વારા દરિયાના ઊંડા વિસ્તારમાં પહોંચાડવાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે.

આ પ્રોજેક્ટ EPC મોડલ હેઠળ હાથ ધરવાનો પ્રસ્તાવ છે. તેમાં કોન્ટ્રાક્ટર નીચેના તમામ કામ કરશે:

  • ડિઝાઇન
  • એન્જિનિયરિંગ
  • પાઇપલાઇન બિછાવવાનું કામ
  • પમ્પિંગ સિસ્ટમ
  • ઓફશોર ડિસ્ચાર્જ સિસ્ટમ
  • ટેસ્ટિંગ
  • કમિશનિંગ
  • અને નિર્ધારિત સમયગાળા સુધી ઓપરેશન તથા મેન્ટેનન્સ

આ ટેન્ડર રી-ઇન્વાઇટ (બીજો પ્રયાસ) તરીકે બહાર પાડવામાં આવ્યું છે.

  • બિડ શરૂ: 20 એપ્રિલ 2026
  • બિડ બંધ: 10 ઓગસ્ટ 2026
  • અંદાજિત કિંમત: ₹660.36 કરોડ

હવે જોવાનું એ રહેશે કે બીજા પ્રયાસમાં કેટલી કંપનીઓ બિડ કરે છે અને પ્રોજેક્ટ આગળ વધે છે કે નહીં.

આ લેખમાં પ્રોજેક્ટની ઉપલબ્ધ ટેકનિકલ અને ટેન્ડર સંબંધિત વિગતો રજૂ કરવામાં આવી છે. પ્રોજેક્ટની પર્યાવરણીય અસર, કાયદાકીય મંજૂરીઓ અને સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોની ચર્ચા આગામી ભાગોમાં કરવામાં આવશે.

આગામી ભાગમાં… વાંચો ઉમરગામના દરિયામાં 70 MLD એફ્લ્યુએન્ટ… દરિયાઈ જીવસૃષ્ટિ, માછીમારો અને પ્રવાસન અંગે કયા પ્રશ્નો ઉઠી રહ્યા છે?

Also read

15 દિવસ પછી પણ પૂરના જખમ તાજા… રિવર વ્યૂના સપના કે પૂરના દુઃસ્વપ્ન? કોલક નદી અને રાતા ખાડીનો કડવો પાઠ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પ્રદીપભાઈ પટેલની સભ્ય તરીકે નિમણૂક

પ્રભાત સ્કોલર્સ એકેડેમીની ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનો શાનદાર દેખાવ

ભારે વરસાદથી પ્રભાવિત કચ્છી ભાનુશાળી પરિવારોની સહાય માટે સંત શ્રી ઓધવરામ સત્સંગ મંડળ અને શ્રી વાલરામ પાંજરાપોળના હોદ્દેદારોની સેલવાસ મિત્ર મંડળની શુભેચ્છક મુલાકાત

કિલ્લાપારડીમાં બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો પ્રારંભ

ખાદ્યમાં ભેળસેળ સામે સરકાર કડક… તો શરીર પર ચઢતા ઝેર સામે ક્યારે?

error: Content is protected !!