--Advertisement here--

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દમણમાં ભવ્ય બાઈક રેલી, આદિવાસી સમાજની એકતા અને સંસ્કૃતિનો સંદેશ ગુંજ્યો

On: August 9, 2026 9:00 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું; દમણના વિવિધ ગામોમાં રેલીનું ભવ્ય સ્વાગત

દમણ, 9 ઓગસ્ટ 2026:
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ ખાતે ભવ્ય મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે વિશ્વ આદિવાસી દિવસના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપતાં આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ તેમણે લીલી ઝંડી બતાવી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

લાઈટ હાઉસ, મોટી દમણથી શરૂ થયેલી રેલી જામપોર, નાયલા પારડી, મગરવાડા, ઝરી અને બિરસા મુંડા સર્કલ થઈ આગળ વધી હતી. ત્યારબાદ રેલી કચીગામ, રીંગણવાડા, ભેંસરોલ, મશાલ ચોક-દલવાડા, ભીમપોર અને દેવકા થઈને અંતે સમુદ્ર નારાયણ મંદિર, નાની દમણ ખાતે પૂર્ણ થઈ હતી.

રેલી દરમિયાન વિવિધ ગામોમાં સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા ભાઈઓ અને બહેનો માટે અનેક સ્થળોએ ઠંડા પીણાં અને પાણીની વ્યવસ્થા કરી આવકાર આપવામાં આવ્યો હતો.

આ સુંદર આયોજનમાં સહયોગ આપનાર તમામ ગ્રામજનો અને સ્વાગત કરનાર લોકોનો શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ઘોડીએ આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન શ્રી દમણ જિલ્લા ઉપપ્રમુખ ભાવિકભાઈ હળપતિએ કર્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખો દિનેશભાઈ ઘોડી, વિક્રમભાઈ હળપતિ, રઘુભાઈ વારલી સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ આદિવાસી દિવસના અવસરે યોજાયેલી આ રેલી દ્વારા આદિવાસી સમાજની એકતા, પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!