OPERATION DEEP SEA PART – 3

વાપીથી ઉમરગામના દરિયા તરફ… 70 MLD એફ્લ્યુએન્ટ લઈ જવાની વાત હવે માત્ર ચર્ચા નથી. GIDCએ આ માટે ₹660.36 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. પ્રોજેક્ટમાં offshore અને onshore pipeline સાથે pumping station, electro-mechanical તથા અન્ય infrastructure અને પાંચ વર્ષનું operation & maintenance સામેલ છે.
પરંતુ… હવે વાત પાઇપલાઇનની નહીં… ‘જવાબદારીની’ કરીએ. કારણ કે CETPનું પાણી ‘treated’ છે એટલે આપોઆપ ‘નિર્દોષ’ બની જાય એવું નથી. અધિકૃત પર્યાવરણીય દસ્તાવેજોમાં Vapi Green Enviroની 55 MLDથી 70 MLD સુધીની expansionનો ઉલ્લેખ છે. આ પ્રોજેક્ટને Environmental Clearance પણ મળી ચૂક્યું છે.
અને એક મહત્વની બાબત… પર્યાવરણીય દસ્તાવેજોમાં CETPના treated effluentને marine discharge system મારફતે Arabian Seaના deep sea તરફ મોકલવાની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. તેમાં COD, BOD અને TDS જેવા parametersના અપેક્ષિત સ્તરો પણ દર્શાવવામાં આવ્યા છે.
એટલે હવે સવાલ એવો નથી કે… ‘પાણી ટ્રીટ થશે કે નહીં?’ સવાલ છે…
‘ટ્રીટમેન્ટ પછી દરિયામાં શું જશે?’ અને એનું સતત monitoring કોણ કરશે?
દરિયાના કયા-કયા સ્થળે samples લેવાશે?
કેટલા સમયાંતરે લેવાશે?
રિપોર્ટ જાહેર થશે કે નહીં?
માછલીઓ પર શું અસર થાય છે તેનું monitoring કોણ કરશે?
અને જો કોઈ parameterમાં વધારો થાય… તો discharge તરત બંધ કરવાની વ્યવસ્થા છે?
આ સવાલો એટલા માટે મહત્વના છે કારણ કે VGEL પોતાની વેબસાઇટ પર કહે છે કે તે industrial estateનું 24×7 monitoring કરે છે અને effluent samples પોતાની laboratoriesમાં analyse કરે છે.
પરંતુ… દરિયાનું monitoring માત્ર CETPની જવાબદારી પર છોડવુ જોઈએ કે independent monitoring પણ હોવું જોઈએ? આ ચર્ચા થવી જ જોઈએ. અને અહીં આવે છે બીજો મહત્વનો મુદ્દો…
સ્થાનિક લોકો અને માછીમારોની ભૂમિકા.
નારગોલ… તડગામ… કાલઈ… ઉમરગામનો દરિયાકાંઠો… આ વિસ્તાર માટે દરિયો માત્ર પાણીનો વિસ્તાર નથી. આજીવિકા છે. પ્રવાસન છે. અને સ્થાનિક અર્થતંત્ર છે.
એટલે આ પ્રોજેક્ટ અંગે લોકોના પ્રશ્નોનો જવાબ માત્ર… ‘બધું નિયમ પ્રમાણે થશે’ એટલો પૂરતો નથી. લોકોને જણાવવા જોઈએ—
- કયા નિયમો?
- કયા parameters?
- કઈ monitoring agency?
- કયો baseline data?
- અને કયા emergency action plan હેઠળ?
અને સૌથી રસપ્રદ વાત… વાપી ઉદ્યોગજગતના એક સંગઠનના પોતાના જાહેર કાર્યક્રમના અહેવાલમાં પણ CETPથી સમુદ્ર સુધી deep-sea discharge pipelineની વાત અગાઉથી કરવામાં આવી હોવાનું જોવા મળે છે. એટલે આ વિચાર અચાનક ઊભો થયો નથી. પરંતુ હવે જ્યારે પ્રોજેક્ટ ફરીથી ₹660.36 કરોડના ટેન્ડર તબક્કે આવ્યો છે… ઉમરગામના દરિયાકાંઠાને પણ આ ચર્ચામાં સામેલ કરવાનો સમય આવી ગયો છે.
વિકાસ અટકાવવો નથી. ઉદ્યોગો પણ જરૂરી છે.
પરંતુ… એક વિસ્તારનું industrial wastewater management બીજા વિસ્તારના દરિયાની જવાબદારી બની જાય ત્યારે પારદર્શિતા સૌથી જરૂરી બની જાય છે.
એટલે Part 3નો સીધો સવાલ— “પાઇપલાઇન કોણ બનાવશે?” એના કરતાં મોટો સવાલ છે… “પાઇપલાઇન શરૂ થયા પછી દરિયાની જવાબદારી કોણ લેશે?” આ છે Operation Deep Sea.

Part 4માં વાત કરીશું—
માછીમારો, નારગોલના દરિયાકાંઠા અને Tourism Economy પર ખરેખર કયા સવાલો ઊભા થાય છે?





