--Advertisement here--

હેર ડાઈ કાળી કરે છે સફેદી… પણ અંદર શું ઉતારે છે?

On: August 8, 2026 3:58 PM
Share this article:
--Advertisement here--

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

PPD નામનું કેમિકલ, એલર્જીનો ખતરો અને એક મોટી ગેરસમજ — “પહેલાં કંઈ થયું નથી તો હવે પણ નહીં થાય!”

વાળમાં સફેદી આવે એટલે આપણે શું કરીએ?

હેર ડાઈ કાઢીએ… બે બ્રશ ફેરવીએ… અને અરીસામાં ઉંમર થોડા વર્ષ ઓછી દેખાડવાનો પ્રયાસ કરીએ! પણ સવાલ એ છે… આ કાળા થતા જતા વાળ પાછળ જે કેમિકલ છે, એની માહિતી આપણને કેટલી છે?

હેર ડાઈમાં વપરાતા અનેક રસાયણોમાંથી એક નામ છે — PPD એટલે Para-Phenylenediamine.

આ ઘટક ખાસ કરીને અનેક પરમેનન્ટ હેર ડાઈમાં જોવા મળે છે અને કેટલાક લોકોમાં ત્વચાની એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે. ખંજવાળ, બળતરા, લાલાશ, સોજો, શુષ્કતા અને ફોલ્લા જેવી તકલીફ થઈ શકે છે. કેટલાક કિસ્સામાં ગંભીર એલર્જીક પ્રતિક્રિયા પણ થઈ શકે છે, જોકે તે દુર્લભ છે.

અને સૌથી રસપ્રદ વાત? આજે ડાઈ લગાવી અને કંઈ થયું નહીં એટલે કાલે પણ કંઈ નહીં થાય — એવું જરૂરી નથી. FDA મુજબ વારંવારના સંપર્કથી કેટલીક વ્યક્તિઓમાં સંવેદનશીલતા વિકસી શકે છે. એટલે અગાઉ હેર ડાઈથી કોઈ સમસ્યા ન થઈ હોય તો પણ આગામી ઉપયોગ વખતે પ્રતિક્રિયા થવાની શક્યતા નકારી શકાય નહીં.

અને અહીં આવે છે બીજી મોટી ભૂલ… “પહેલા હાથ પર ટેસ્ટ કરવાની શું જરૂર? વર્ષોથી ડાઈ લગાવીએ છીએ!” પણ સત્તાવાર આરોગ્ય માર્ગદર્શિકાઓ દરેક ઉપયોગ પહેલાં સૂચિત પેચ/સ્કિન ટેસ્ટ કરવાની સલાહ આપે છે.

ખાસ કરીને જો પહેલાં હેર ડાઈથી એલર્જી થઈ હોય, તો બેદરકારી ભારે પડી શકે છે. અને હા… બ્લેક હેના એટલે કુદરતી મહેંદી જ હશે — એવું પણ માનશો નહીં. કેટલાક “બ્લેક હેના” ઉત્પાદનોમાં PPD હોઈ શકે છે અને તે એલર્જીનું જોખમ વધારી શકે છે. તો સવાલ હેર ડાઈ વાપરવી કે નહીં એનો નથી.

સવાલ છે — આંખ બંધ કરીને વાપરવી કે માહિતી વાંચીને? સરકાર ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે કડક વલણ અપનાવે છે એ આવકારદાયક છે. પણ વ્યક્તિના શરીર અને ત્વચા પર સીધી અસર કરતી કોસ્મેટિક પ્રોડક્ટ્સ અંગે પણ… વધુ જાગૃતિ, સ્પષ્ટ ચેતવણી, ગુણવત્તાની કડક તપાસ અને ગ્રાહક સુરક્ષા એટલી જ જરૂરી છે.

કારણ કે… સફેદ વાળ છુપાવવા માટે કાળો રંગ લગાવવો સહેલો છે… પણ એ રંગમાં શું છે, એ જાણવું પણ એટલું જ જરૂરી છે!

ભાગ–3માં: હેર ડાઈમાં PPD સિવાય બીજા કયા ઘટકો હોય છે? “હર્બલ” અને “નેચરલ” લખેલું હોય એટલે પ્રોડક્ટ ખરેખર સુરક્ષિત છે?

error: Content is protected !!