વાપી CETPનું 70 MLD એફ્લ્યુએન્ટ ઉમરગામ તરફ લઈ જવાની તૈયારી વચ્ચે મોટો સવાલઃ એક તરફ દરિયાકિનારો સજાવાઈ રહ્યો છે, બીજી તરફ એ જ દરિયાકિનારે ઔદ્યોગિક એફ્લ્યુએન્ટ માટે પાઇપલાઇન કેમ?
વાપી–ઉમરગામ | ઔરંગા ટાઇમ્સ વિશેષ OPERATION DEEP SEA – PART 2
દમણને દેશના અગ્રણી પ્રવાસન સ્થળોમાં સ્થાન અપાવવા માટે સંઘપ્રદેશ પ્રશાસન છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાકિનારા અને પ્રવાસન માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકી રહ્યું છે. પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળ દરમિયાન Devka Seafront જેવા મોટા પ્રોજેક્ટ્સને પણ ગતિ મળી છે. 5.45 કિમીનો Devka Seafront આશરે ₹165 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે અને તેને પ્રવાસન તથા leisure destination તરીકે વિકસાવવામાં આવ્યો છે.
પ્રશ્ન એ છે કે— જ્યારે એક તરફ દમણનો દરિયો પ્રવાસન માટે સજાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેની નજીકના ગુજરાતના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠાનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે?
કારણ કે બીજી તરફ વાપી CETPમાંથી દરરોજ 70 MLD ટ્રીટમેન્ટ થયેલા એફ્લ્યુએન્ટને ડીપ-સી ડિસ્પોઝલ માટે દરિયા સુધી લઈ જવાના ₹660.36 કરોડના પ્રોજેક્ટનું ટેન્ડર પ્રક્રિયામાં છે.
એક દરિયો… બે ચિત્ર!
એક તરફ— દમણ Beach Tourism, Seafront, પ્રવાસન, નવી હવાઈ કનેક્ટિવિટી, Leisure Destination
અને બીજી તરફ—ઉમરગામ, નારગોલ, તડગામ, માછીમારી, દરિયાઈ પર્યાવરણ અને આ બંને વચ્ચે સૌથી મોટો પ્રશ્ન— શું ઔદ્યોગિક એફ્લ્યુએન્ટ માટેનો રસ્તો પણ આ જ દરિયા તરફ જશે?
આ મુદ્દો માત્ર આજનો નથી. વર્ષો પહેલાં Aryavart Foundation Vs. Vapi Green Enviro Ltd. & Ors. કેસ National Green Tribunal સુધી પહોંચ્યો હતો. NGT સમક્ષ Vapi Industrial Clusterમાંથી Daman Ganga River અને Bill Khadiમાં effluent discharge અંગે ગંભીર ફરિયાદો રજૂ થઈ હતી. મામલાની તપાસ દરમિયાન CETP અને કેટલાક ઔદ્યોગિક એકમોમાં environmental normsના non-compliance અંગે નોંધ કરવામાં આવી હતી.
એક મહત્વની બાબત એ પણ છે કે 2017માં NEERIના અભ્યાસને NGTના રેકોર્ડમાં ટાંકવામાં આવ્યો હતો, જેમાં Vapi CETPના final treated effluentના fish bioassay અંગે aquatic toxicityની ચિંતા નોંધાઈ હતી.
અર્થાત— આજનો Deep Sea Disposal પ્રોજેક્ટ કોઈ શૂન્યમાંથી ઊભો થયેલો વિષય નથી. વાપીના ઔદ્યોગિક effluent અને તેની પર્યાવરણીય અસર અંગે અગાઉથી જ નિયમનકારી અને ન્યાયિક ચર્ચા થઈ ચૂકી છે.
જો દરિયામાં દરરોજ 70 MLD effluent છોડવાનો પ્રસ્તાવ છે, તો ઉમરગામના દરિયાકાંઠાના લોકો માટે કેટલાક સીધા પ્રશ્નો છે…. શું થશે જો….
- પાણીની ગુણવત્તામાં ફેરફાર થાય?
- માછલીઓના breeding pattern પર અસર થાય?
- Plankton અને અન્ય marine organisms પર અસર થાય?
- માછીમારોના fishing grounds પ્રભાવિત થાય?
- દરિયાકિનારે oil/chemical residue અથવા અન્ય પ્રદૂષક પદાર્થો પહોંચે?
અને સૌથી મહત્વનું— આ બધાનું લાંબા ગાળાનું independent monitoring કોણ કરશે?
સમુદ્ર બધું ગળી જાય છે” — આ માન્યતા જોખમી છે
- સમુદ્ર અનંત નથી અને પ્રદૂષણ અદૃશ્ય થઈ જાય છે. એવું માનવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. દરિયાઈ પ્રવાહો, મોજાં, પવન અને કિનારાની ભૂગોળના કારણે કેટલાક પ્રદૂષકો ફરી કિનારે પહોંચે શકે છે.
- આ વાત માટે ઉમરગામનો ભૂતકાળ પણ ચેતવણી આપે છે.
2025માં નારગોલ અને ઉમરગામના દરિયાકિનારે tar balls/oil residue જોવા મળ્યા હતા. GPCBએ સ્થળ પર જઈને samples લીધા હતા અને તે સમયે તેના ચોક્કસ સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી હતી. અગાઉ પણ નારગોલ સહિતના દરિયાકાંઠે oil residue આવવાની ઘટનાઓ નોંધાઈ છે. પરંતુ એક બાબત સ્પષ્ટ રાખવી જરૂરી છેઃ આ oil/tar-ball ઘટનાઓનો સ્ત્રોત Vapi CETP હતો એવો પુરાવો ઉપલબ્ધ અહેવાલોમાં નથી. આથી બંને બાબતોને એકબીજાની સીધી કારણ-પરિણામ કડી તરીકે રજૂ કરવી યોગ્ય નહીં બને.
નારગોલનો દરિયો… માત્ર દરિયો નથી
નારગોલ, તડગામ અને ઉમરગામનો દરિયાકાંઠો માત્ર માછીમારીનું ક્ષેત્ર નથી. આ વિસ્તાર— Tourism + Fishing + Local Economy + Marine Ecology ચારેય સાથે જોડાયેલો છે. નારગોલના દરિયાકિનારે અગાઉ oil/tar-ballની ઘટનાઓને કારણે પ્રવાસન અને દરિયાકાંઠાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ ચૂકી છે. એવામાં હવે પ્રશ્ન એ છે કે— આ દરિયાકાંઠા માટે કોઈ Long-Term Cumulative Impact Study છે?
દમણ અને ઉમરગામ વચ્ચેનો “વિરોધાભાસ”
- દમણમાં— દરિયો = Tourism Asset
- અને ઉમરગામમાં— દરિયો = Deep Sea Effluent Disposal Location?
- શું બંને વિસ્તારો માટે સમાન પર્યાવરણીય ધોરણો અને સમાન સંવેદનશીલતા હોવી જોઈએ નહીં?
આ સવાલનો જવાબ માત્ર રાજકારણીઓ પાસે નહીં, પરંતુ— GIDC, GPCB, Environment Department, Coastal Authorities, Fisheries Department પાસેથી પણ માંગવો જોઈએ.
રાજકીય જવાબદારીનો સવાલ
- અહીં એક બાબત ખાસ નોંધવા જેવી છે. દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે 2026માં વાપી વિસ્તારના ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો, જેમાં Damanganga સહિતના જળસ્રોતોમાં પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પરંતુ બીજી તરફ, વલસાડ લોકસભા મતવિસ્તારમાં ઉમરગામ પણ આવે છે અને હાલના સાંસદ ધવલ પટેલ છે. અહીંથી એક લોકશાહી સવાલ ઊભો થાય છે—ઉમરગામના દરિયાકાંઠા અંગેના આ ₹660 કરોડના પ્રોજેક્ટ પર વલસાડના સાંસદનો અભિપ્રાય શું છે?
આ સવાલનો જવાબ સાંસદ ધવલ પટેલ પાસેથી પણ જાહેરમાં આવવો જોઈએ. આ અહેવાલમાં તેમની તરફથી આ મુદ્દે કોઈ ચોક્કસ જાહેર નિવેદન મળ્યું નથી; તેમનો પક્ષ મળે તો તેને પણ અહેવાલમાં સમાન મહત્વ સાથે સ્થાન આપવામાં આવશે.
નેતાગીરી નહીં… હવે “જવાબદારી” જોઈએ
આ મુદ્દાને માત્ર— BJP vs Opposition અથવા Gujarat vs Daman બનાવવાનો હેતુ નથી. સવાલ સીધો છે: દરિયો કોનો? માછીમારનો? પ્રવાસીનો સ્થાનિક લોકોનો? સમુદ્રી જીવસૃષ્ટિનો? અને આવતી પેઢીનો?
₹660 કરોડનો પ્રોજેક્ટ બની શકે છે. કરોડોની પાઇપલાઇન નાખી શકાય છે. 70 MLD પાણી દરિયામાં પહોંચાડી શકાય છે. પરંતુ— જો 10 વર્ષ પછી દરિયાની સ્થિતિ ખરાબ થાય તો તેની કિંમત કોણ ચૂકવશે?
માછીમાર? સ્થાનિક લોકો? પ્રવાસન ઉદ્યોગ? કે પછી ફરી કોઈ નવી ₹660 કરોડની યોજના?
જનતા માટે એક મહત્વની અપીલ
પર્યાવરણ અંગે પ્રશ્નો પૂછવા, RTI કરવી, જાહેર રજૂઆત કરવી કે કાયદેસર વિરોધ કરવો એ લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ લોભ, દબાણ કે ધમકી અંગે કોઈ ચોક્કસ ઘટના બને તો તેને પુરાવા સાથે જ જાહેર કરવી અને જરૂરી હોય તો કાયદેસર સત્તાધિકારીઓનો સંપર્ક કરવો.
કોઈ વ્યક્તિને અજાણી જગ્યાએ એકલા મળવા જવાને બદલે જાહેર સ્થળ પસંદ કરવું, વિશ્વસનીય વ્યક્તિને જાણ કરવી અને કોઈપણ ધમકી/દબાણના પુરાવા સાચવી રાખવા વધુ સલામત છે. પર્યાવરણ માટે અવાજ ઉઠાવો—પરંતુ પુરાવા, કાયદો અને તથ્યો સાથે.
- કારણ કે વાત માત્ર 70 MLD પાણીની નથી… વાત એ છે કે આવતીકાલે નારગોલના દરિયા કિનારે શું આવશે?
- માછલીઓ… પ્રવાસીઓ… કે પાઇપલાઇનમાંથી આવતું એફ્લ્યુએન્ટ?

ભાગ–3માં: ₹660 કરોડની પાઇપલાઇન માટે કઈ પર્યાવરણીય મંજૂરી જરૂરી છે? EIA, CRZ, Marine Study અને Public Consultationમાં ઉમરગામની જનતાની ભૂમિકા કેટલી?





